Jal Shakti Ministry Server Hack: AIIMS દિલ્લીના સર્વર પર સાઇબર અટેક પછી હવે કેન્દ્રના એક મંત્રાલયનું ટ્વીટર હેન્ડલ હેક થઇ ગયું છે, હેકર્સ દ્વારા ગુરુવારે સવારે કેન્દ્ર સરકારનું જળ શક્તિ મંત્રાલયનું ટ્વિટર હેક કરવાની ખબર સામે આવી છે. ત્યાર પછી સિક્યોરિટી એજેન્સી અને સાઇબર એક્સપર્ટ આ કેસની તપાસમાં લાગી ગયા છે.
દિલ્લી AIIMSનું સર્વર પણ હેક થયું હતું:
દિલ્લી એમ્સ સર્વર કેસમાં દિલી પોલીસના સૂત્રોએ જનવાયુ હતું કે સર્વરને હેક કરાયું હતું, તેને તપાસ માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાઇલન્સ લેબમાં મોક્લ્યું હતું. સીએફએસએલની દિલ્લી અને અમદાવાદની ટીમે તેની તપાસ કરી રહી છે. હજુ સુધી હેકિંગના સોર્સની ખબર મળી નથી.
દિલ્લી એમ્સનું સર્વર 23 નવેમ્બરની સવારે 7 વાગે ડાઉન થઇ ગયું હતું. 24 કલાક પછી પણ સર્વર ઠીક થયું નહિ તેથી એમ્સના ઓફિસરે દિલ્લી પોલીસ સંપર્ક કર્યો હતો. એમ્સની ફરિયાદ પર દિલ્લી પોલીસએ કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ કેસને દિલ્લી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટને સોંપ્યો હતો. દિલ્લી પોલીસની ઈંટેલિજેંટ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપેરશન (IFSO) યુનિટે 25 નવેમ્બરે આ સંબંધી કેસ નોંધ્યો હતો. ઇન્ડિયા કમ્પ્યુર ઇમર્જન્સી રિસ્પોન્સ ટિમ દિલ્લી પોલીસ અને ગૃહ મંત્રાલય આ કેસની તપાસમાં લાગી ગયું હતું.
આ પણ વાંચો: સીએમ જગનમોહન રેડ્ડીના બહેન કારમાં બેઠા હતા, પોલીસે ક્રેનથી કાર ઉઠાવી લીધી
હેકિંગના સોર્સની ખબર નથી:
એવી માહિતી મળી રહી છે કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ સવારે હેક થયું ગયું હતું. હવે આ બરોબર થઇ ગયું છે. આ પહેલા દિલ્હી AIIMSના સર્વર પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જે બાદ હેકર્સે સંસ્થા પાસેથી 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી હતી. જો કે, પોલીસ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી અને સર્વર બંધ હોવાના કારણે કેટલાક દિવસો સુધી તમામ કામગીરી જાતે જ કરવામાં આવી હતી. જે બાદ AIIMSએ 29 નવેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું કે ડેટા સર્વર પર રિસ્ટોર થઈ ગયો છે.
સાઇબર સેલને સૂચિત કરીને કેસની તપાસ શરૂ થઇ ગઈ છે. ત્યાં, AIIMS સર્વર હેકિંગ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવી ગયા હતા. સૂત્રો મુજબ, MHA માં આ સંબંધી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.