જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લાના કરહામા કુંઝર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકીની ઓળખ આબિદ વાની તરીકે કરવામાં આવી છે અને તે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું હતું કે “માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ આબિદ વાની S/O મોહમ્મદ રફીક વાની રહે. ગુનાહિત સામગ્રી, 01 AK 47 રાઇફલ મળી,”
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બારામુલ્લાના એસએસપી અમોદ અશોક નાગપુરેએ કહ્યું કે “કેટલીક શંકાસ્પદ હિલચાલ વિશે માહિતી મળી હતી. કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જવાબી ગોળીબારમાં એલઈટીનો એક આતંકવાદી માર્યો ગયો હતો. G20 સમિટને ધ્યાનમાં રાખીને અમારા દળો સતર્ક છે અને અમે ખતરાને બેઅસર કરી રહ્યા છીએ અને G20 સમિટ સફળતાપૂર્વક યોજવામાં આવશે.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે દરમિયાન શનિવારની વહેલી સવારે રાજૌરી જિલ્લાના કાંડી જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સંપર્ક સ્થાપિત થયા પછી ફારયિંગ શરું થયું છે.
આર્મીના નોર્ધન કમાન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર તેના જવાનો જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાનના ટોટા ગલી વિસ્તારમાં આર્મીની ટ્રક પર ઓચિંતા હુમલામાં સામેલ આતંકવાદીઓના જૂથને ખતમ કરવા માટે “અથાક ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન ચલાવી રહ્યા છે.
ગયા મહિને “.” સમાચાર એજન્સી પીટીઆઈએ પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદને ટાંકીને જણાવ્યું હતું કે, “રાજૌરી સેક્ટરના કાંડી ફોરેસ્ટમાં ચાલી રહેલા ઓપરેશનમાં આજે 115 કલાકે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.”
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગીચ જંગલવાળા વિસ્તારમાં સૈનિકો દ્વારા ઘેરાયેલા આતંકવાદીઓએ શુક્રવારે સવારે વિસ્ફોટ કર્યો ત્યારે સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા થયેલા વિસ્ફોટમાં એક અધિકારી પણ ઘાયલ થયો હતો.
વરિષ્ઠ સુરક્ષા અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી આતંકવાદીઓને ખદેડવાની કામગીરી ચાલી રહી હતી. નવી દિલ્હીના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સેનાના ચુનંદા વિશેષ દળો પણ ઓપરેશનમાં સામેલ હતા.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો