Jammu And Kashmir Shopian terrorist Encounter : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. બે આતંકવાદીઓની ઓળખ શોપિયાંના લતીફ લોન અને અનંતનાગના ઉમર નઝીર તરીકે થઈ છે. લતીફ લોન કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ અને ઉમર નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને બેરિકેડ કરીને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દીધું છે. આ એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં થયું હતું. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી AK-47 સહિતના હથિયારો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ-2022માં શોપિયાના ચોટીપુરા ગામમા કાશ્મીરી પંડિત સુનિલ કુનારની તેમના ઘરની નજીક જ આતંકીઓએ ગોળી મારી હત્યા કરી હતી, આ હુમલામાં તેમના ભાઈ પિતાંબરનાથ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમને જણાવી દીએ કે, સુનિલ કુમાર ચાર દીકરીઓના પિતા હતા, અને ચરમપંથીઓએ તેમની હત્યા કરતા પરિવારને ભારે આઘાત લાગ્યો હતો.
બીબીસીના અહેવાલ અનુસાર, ચોટીપુરા ગામમાં કાશ્મીર છોડીને ક્યારે ન જનાર ત્રણ કાશ્મીર પંડિત પરિવાર રહે છે, જેમાં 16 સભ્યો છે. આ હત્યા બાદ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો, કાશ્મીર પંડિતના અંતિમ સંસ્કારમાં મુસ્લીમો પણ જોડાયા હતા.
આ પણ વાંચો – ભારતીય વડા પ્રધાનની જીવનશૈલી: વાજપેયી, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવથી લઈ નરેન્દ્ર મોદી, ખાવાનો કોને કેવો શોખ?
કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ઓક્ટોબરમાં પણ શોપિયાના ચૌદરીગુંડમાં કાશ્મીરી પંડિતોને આતંકવાદીઓ હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતુ. જેઓ સ્વતંત્રતા દિવસ પર ઘાટીમાં નીકળેલી તિરંગા યાત્રાથી ઉશ્કેરાયેલા હતા. ઘાટીમાં આ મામલા સામે લોકોમાં પહેલેથી જ ગુસ્સો છે.