Jammu Kashmir Terrorist Army Operation : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 4 જવાનો શહીદ થયા છે. આ એન્કાઉન્ટર દરમિયાન સેનાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સારી રીતે પ્રશિક્ષિત આતંકવાદીઓ, પડકારરૂપ પ્રદેશ, ગાઢ જંગલો અને ખરાબ હવામાનની ભૂમિકા રહી છે. એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ (કર્નલ મનપ્રીત સિંહ અને 19 રાષ્ટ્રીય રાઈફલ્સના મેજર આશિષ ધોનચકડોન અને જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ અધિક્ષક હિમાયુ ભટ) શહીદ થયા હતા. એક સૈનિક ગુમ છે અને બે સુરક્ષાકર્મી ઘાયલ છે.
ગુફામાં આતંકીઓ છુપાયેલા છે
આતંકવાદીઓ કોકરનાગના ગડુલ જંગલોમાં ટેકરીની ટોચ પર એક ગુફામાં છુપાયેલા છે, જે તેમને સુરક્ષા પૂરી પાડે છે. તેઓ તેમની આસપાસ રહેલી સેના અને પોલીસ ટીમની ગતિવિધિઓ વિશે પણ સંપૂર્ણ નજર રાખી શકે છે. ગુફા તરફ જતો સાંકડો રસ્તો, જેમાં કોઈ આવરણ નથી અને એક તરફ ઢોળાવ છે, જેના કારણે ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યો.
સારી રીતે પ્રશિક્ષિત આતંકવાદીઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પાસે શસ્ત્રો, દારૂગોળો અને ખાદ્યપદાર્થોનો પૂરતો સ્ટોક છે, જેનો પુરાવો એ હકીકતથી મળે છે કે તેઓ લગભગ 90 કલાક સુધી લડાઈ કરવા સફળ રહ્યા છે. આતંકવાદીઓની સંખ્યા પણ બે-ત્રણથી વધુ હોવાની શક્યતા છે. ગુફામાં છુપાયેલા આતંકવાદીઓમાં તાજેતરમાં લશ્કર-એ-તૈયબાના સભ્ય ઉઝૈર ખાનનો પણ સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે, તે વિસ્તારને સારી રીતે જાણે છે અને તેનો ફાયદો આતંકીઓને મળી રહ્યો છે.
એક સૂત્રએ કહ્યું કે, “સામાન્ય આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી એન્કાઉન્ટરને ખેંચી શકતા નથી. તેઓ ખૂબ જ સારી રીતે પ્રશિક્ષિત છે અને તેમની પાસે સારા હથિયારો છે. એવું પણ શક્ય છે કે કોઈ બાતમીદારે સેના સાથે દગો કર્યો હોય અથવા કોઈએ તેમની પ્રવૃત્તિઓ લીક કરી હોય.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોની શહાદતના બદલામાં સેના દ્વારા આતંકીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ રહી છે, જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પણ શોધીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેનાનું ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
2018 બાદ સેનાનું મોટું ઓપરેશન
અહીં એ સમજવું જરૂરી છે કે, અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું આ સૌથી મુશ્કેલ ઓપરેશન છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે, વર્ષ 2018 પછી આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું આ સૌથી મોટું અને નિર્ણાયક મિશન છે.
અનંતનાગમાં કેમ આતંકીઓને કતમ કરવા સરળ નથી રહેતા
અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવું બિલકુલ આસાન નથી, ત્યાંની પહાડીઓ એવી છે કે, આતંકવાદીઓ તેની મદદથી સેના પર હુમલો કરી રહ્યા છે. જંગલોમાં કેટલા આતંકવાદીઓ છુપાયા છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સેનાએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને ડ્રોન વડે હુમલો પણ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો – Asia cup 2023 India all Match Highlights : એશિયા કપ 2023, ભારત ની તમામ મેચની હાઈલાઈટ્સ, એક જ Click માં
સેનાએ શું કાર્યવાહી કરી?
સેનાની કાર્યવાહીના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. તે વીડિયોમાં આતંકીઓ ભાગતા જોવા મળે છે, જ્યારે સેના સતત બોમ્બમારો કરી રહી છે. આ બોમ્બ વિસ્ફોટના કારણે અનંતનાગમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. મોટી વાત એ છે કે, આ વખતે સેના દ્વારા આતંકીઓને ખતમ કરવા માટે રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓના તમામ ઠેકાણાઓને નષ્ટ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સેનાનું કહેવું છે કે, આતંકવાદીઓને પાકિસ્તાની સેના તરફથી સતત મદદ મળી રહી છે, તેમને હથિયારો અને અન્ય સંસાધનોની સપ્લાય કરવામાં આવી રહ્યા છે.





