Jammu Kashmir Terror Attack: જમ્મુ કાશ્મીરમાં રાજૌરી અને પૂંચમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ, આતંકવાદીઓને શોધવા સૈન્ય ઓપરેશન ચાલુ

J&K's Mobile Internet Suspended In Poonch And Rajouri: જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ રાજૌરી અને પુંછ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ આતંકી હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થયા હતા.

Written by Ajay Saroya
December 23, 2023 10:28 IST
Jammu Kashmir Terror Attack: જમ્મુ કાશ્મીરમાં રાજૌરી અને પૂંચમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ, આતંકવાદીઓને શોધવા સૈન્ય ઓપરેશન ચાલુ
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, J&K પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે મંગળવારે સાંજે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલ અંગેના ઇનપુટ્સને પગલે અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગદૂલ જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું. (Express photo by Shuaib Masoodi)

પૂંચ એટેકઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ જિલ્લામાં આતંકવાદી હુમલા બાદ ત્યાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે. રાજૌરીમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને બે જવાન ઘાયલ થયા હતા.

પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સેનાએ વિસ્તારની હવાઈ દેખરેખની વચ્ચે, ખાસ કરીને પૂંચ જિલ્લાના રાજૌરી સેક્ટરના ડેરા કી ગલીના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તીવ્ર બનાવ્યું છે.

Rajouri Terror Attack
રાજૌરી આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા

PAFF સંગઠન નિર્દોષ નાગરિકોની હત્યા, કેટલાક સરકારી અધિકારીઓ, ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવા, આતંકવાદી ભરતી માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને બંદૂકો, દારૂગોળો અને વિસ્ફોટકોને હેન્ડલ કરવામાં તાલીમ આપવા માટે જવાબદાર છે.

પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ જમ્મુ અને કાશ્મીરમાં બળવાખોરીમાં સક્રિય રીતે સંકળાયેલું એક આતંકવાદી સંગઠન છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ આ પહેલીવાર જોવા મળ્યું હતું. 7 જાન્યુઆરી 2023 ના રોજ, ભારતના ગૃહ મંત્રાલય દ્વારા પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) ને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું હતું.

લશ્કર-એ-તૈયબા ઉપરાંત, PAFF ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની કલમ 35 હેઠળ “આતંકવાદી સંગઠનો”ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. PAFF તેના હુમલાઓને ફિલ્માવવા માટે બોડી કેમેરાનો ઉપયોગ કરે છે. પછી આતંકવાદી જૂથ આ વીડિયોનો પ્રચાર- પ્રસાર હેતુઓ માટે ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, જમ્મુ – કાશ્મીરમાં હુમલા બાદ આતંકીઓએ સોશિયલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં તેઓ અમેરિકન બનાવટની M4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. M4 કાર્બાઇન રાઇફલ એ 1980 ના દાયકા દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદિત હળવા વજનની અને ગેસ સંચાલિત બંદૂક છે.

તે યુએસ સશસ્ત્ર દળોનું મુખ્ય શસ્ત્ર છે અને તેનો ઉપયોગ 80 થી વધુ દેશો કરે છે. M4 નજીકની લડાઇ માટે રચાયેલ છે અને તે ખૂબ જ ઘાતક છે. તે સચોટ, ભરોસાપાત્ર અને વિવિધ પ્રકારની લડાઇ પરિસ્થિતિઓ માટે પણ યોગ્ય છે. તેથી જ તેનો ઉપયોગ લશ્કરી કર્મચારીઓ કરે છે.

આ પણ વાંચો | રાજૌરી હુમલામાં આતંકવાદીઓએ અમેરિકાની બનાવટની M4 કાર્બાઈન રાઈફલનો કર્યો ઉપયોગ! જાણો આ હથિયાર કેટલું ખતરનાક?

આ પહેલીવાર નથી જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા M4 કાર્બાઈન રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 2016થી સુરક્ષા દળોએ આ વિસ્તારમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદીઓ પાસેથી સ્ટીલની ગોળીઓ સાથેની ચાર M4 રાઇફલ્સ પ્રાપ્ત કરી છે. સ્ટીલ બુલેટ વધુ નુકસાન પહોંચાડે છે અને સરળતાથી વાહનો અને અન્ય સુરક્ષા ઉપકરણોમાં ઘૂસી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ