Hemant Soren : શું પત્નીને મુખ્યમંત્રી બનાવશે હેમંત સોરેન? બુધવારે ઝારખંડમાં ધારાસભ્ય દળની બેઠક

Jharkhand News : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અત્યાર સુધીમાં હેમંત સોરેનને 7 નોટિસ મોકલી છે અને હવે તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હેમંત સોરેન પહેલાથી જ રાજ્યની સત્તા પોતાની પત્નીને સોંપી શકે છે

Written by Ashish Goyal
Updated : January 02, 2024 17:16 IST
Hemant Soren : શું પત્નીને મુખ્યમંત્રી બનાવશે હેમંત સોરેન? બુધવારે ઝારખંડમાં ધારાસભ્ય દળની બેઠક
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Express File Photo)

Hemant Soren Wife Kalpana Soren : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 3 જાન્યુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક બુધવારે સાંજે 4.30 કલાકે રાંચીના કાંકે રોડ પર આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અત્યાર સુધીમાં હેમંત સોરેનને 7 નોટિસ મોકલી છે અને હવે તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જો હેમંત સોરેન EDની તપાસમાં સામેલ નહીં થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. આવી સ્થિતિમાં હેમંત સોરેન પહેલાથી જ રાજ્યની સત્તા પોતાની પત્નીને સોંપી શકે છે.

ધારાસભ્ય સરફરાઝ અહેમદનું રાજીનામું

સોરેનની પાર્ટીએ તેના ધારાસભ્ય સરફરાઝ અહેમદનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. સરફરાઝ અહેમદ ગાંડેય ક્ષેત્રથી ધારાસભ્ય હતા. હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન હજુ સુધી વિધાનસભાના સભ્ય નથી. આવી સ્થિતિમાં જો તે રાજ્યનો હવાલો સંભાળે તો તેમણે 6 મહિનામાં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડશે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે આગામી 6 મહિનામાં ગાંડેય વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે અને કલ્પના સોરેન અહીંથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો – પાકિસ્તાન વાતચીત માટે આતંકવાદને આધાર બનાવતું હતું, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું – અમે તેના આ ટૂલને નિષ્ક્રિય કરી દીધું

સમગ્ર ઘટના પર ભાજપની નજર

ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીનું ઉદાહરણ આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ઝારખંડમાં પણ બિહારના જંગલરાજના જમાનાનો ઇતિહાસ પુનરાવર્તન થઇ રહ્યો છે. ચારા કૌભાંડ લાલુ પ્રસાદ યાદવના બધા પેંતરા નિષ્ફળ ગયા તો રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવીને લાલુ જી જેલમાં ગયા હતા. એક પછી એક સજા થઈ. તેમનું આખું જીવન જેલમાં જઈને પસાર થઈ ગયું.

બાબુલાલ મરાંડીએ અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે રાજ્યમાં બંધારણની મજાક ઉડાવવામાં આવી રહી છે. જેલમાં જતા પહેલા સીએમ પોતાની પત્નીને સીએમ બનાવવા માંગે છે. હવે રાજ્યમાં પેટાચૂંટણી થઈ શકે નહીં. રાજ્યની બદલતી રાજકીય પરિસ્થિતિઓમાં રાજ્યપાલ ન્યાયશાસ્ત્રીઓ સાથે પરામર્શ કરીને કાનૂની નિર્ણયો લે છે જેથી બંધારણીય અધિકારોનું રક્ષણ કરી શકાય.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ