નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ એનસીપીમાં ઘમાસાણ મચી ગયું હતું. પાર્ટીના નેતા જીતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓ પણ પવારના નિર્ણય બાદ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ એનસીપીના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ કરી રહ્યા છે.
કાર્યકર્તાઓ કરી રહ્યા છે શરદ પવારને મનાવવાની કોશિશ
શરદ પવારના એક સમર્થકે તેમને લોહીથી લખેલો પત્ર અધ્યક્ષ પર રહેવા માટે કહ્યું હતું. કેટલાક કાર્યકર્તાઓ ધરણા પર બેશી ગયા છે. મંગળવારે એનસીપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જ્યંત પાટિલ અને પાર્ટીના નેતા જિતેન્દ્ર ચવ્હાણ પવારની ઘોષણા બાદ રોડ પર આવી ગયા હતા. પાર્ટી સાંસદ પ્રફુલ પટેલે હાથ જોડીને શરદ પવાર તેમનો નિર્ણય પરત લેવાની વિંનતી કરી હતી.
કોણ હશે એનસીપીના નવા અધ્યક્ષ?
અજીત પવારના ઘરે એનસીપી નેતાઓની બેઠક થઈ રહી છે. હવે ધારણાઓ લગાવવામાં આવી રહી છે કે શરદ પવારના રાજીનામા બાદ પાર્ટીની કમાન કોણ સંભાળશે. મંગળવારે શરદ પવારે એક પુસ્તકના લોંચિગ સમયે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે એનસીપી સભ્યોની એક કમિટી બનાવાશે. જે આગામી અધ્યક્ષની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, ભત્રીજો અજીત પવાર અને એનસીપી નેતા જ્યંત પાટિલ પાર્ટી અધ્યક્ષની રેસમાં સામેલ છે.
શરદ પવારના રાજીનામાનો એનસીપી કાર્યકર્તા ભારે વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પવાર સાથે તેમનો નિર્ણય પુનર્વિચાર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
શરદ પવારના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે સમય માંગ્યો
મંગળવારે એનસીપીના નેતા અજીત પવારે કહ્યું કે સાહેબ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરાવા માટે તૈયાર છે. તેમણે બે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનને શાંત ન થતાં જોઇને શરદ પવારે એક સંદેશ રજૂ કર્યો હતો.
તેમણએ સંદેશમાં પવારને કહ્યું કે મેં એક નિર્ણય લીધો છે. પરંતુ તમારા બધાના કારણે હું એકવાર ફરીથી વિચાર કરીશ. મને બેથી ત્રણ દિવસનો સમય જોઈએ છે. કાર્યકર્તા પોતાના ઘરે જાઓ. જો રાજીનામા પડી રહ્યા હોય તો તે તરત રોકવામાં આવે.