joshimath sinking : જોશીમઠથી 82 કિમી દૂર કર્ણપ્રયાગમાં પણ ડરામણો માહોલ, ઘર ખાલી કરવા મજૂબર લોકો

joshimath sinking updates : જોશીમઠથી 82 કિલોમીટર દૂર ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગની બહુગુણા કોલોનીમાં બે ડઝનથી વધારે મકાનોમાં તિરાડો જોવા મળી છે.

Written by Ankit Patel
Updated : January 12, 2023 11:06 IST
joshimath sinking : જોશીમઠથી 82 કિમી દૂર કર્ણપ્રયાગમાં પણ ડરામણો માહોલ, ઘર ખાલી કરવા મજૂબર લોકો
જોશીમઠ જેવી હાલત કર્ણપ્રયાગમાં પણ જોવા મળી

અવનિશ મિશ્રા : આખા દેશમાં અત્યારે જોશીમઠની ઇમારતોની ચર્ચા થઈ રહી છે. જોશીમઠની ઇમારતોમાં પડેલી તિરાડો પછી અસરગ્રસ્ત પરિવારોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. હવે જોશીમઠ જેવી હાલત કર્ણપ્રયાગમાં પણ જોવા મળી રહી છે. જોશીમઠથી 82 કિલોમીટર દૂર ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગની બહુગુણા કોલોનીમાં બે ડઝનથી વધારે મકાનોમાં તિરાડો જોવા મળી છે.

અહીં પહેલી તિરાડ એક દાયકા પહેલા જોવા મળી હતી

બહુગુણા કોલોનીના આ મકાનોમાં પહેલી તિરાડ લગભગ એક દાયકા પહેલા જોવા મળી હતી. પરંતુ હવે આ તિરાડો એટલી પહોળી અને લાંબી થઈ ગઈ છે કે ખતરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લોકોને તિરાડો સાથે મકાનો ખાલી કરવાની ફરજ પડી છે, મકાનમાલિકોને તેમના ઘરો છોડીને ભાડે અથવા મ્યુનિસિપલ આશ્રયસ્થાનોમાં રહેવાની ફરજ પડી છે.

બહુગુણા કોલોનીમાં રહેતી તુલા દેવી બિષ્ટ કહે છે કે તેણે વર્ષ 2010માં આ ઘર બનાવ્યું હતું. ત્રણ વર્ષ પછી તેમની નજીક એક મંડી બનાવવામાં આવી હતી. ત્યારથી દિવાલો પર તિરાડો દેખાય છે. તેણે કહ્યું કે વર્ષ 2013 સુધી બધું બરાબર હતું. શરૂઆતમાં અમે તિરાડો પર ધ્યાન આપ્યું નહોતું પરંતુ હવે મોટાભાગના રૂમમાં રહેવું જોખમી છે. તેના ઘરની મોટાભાગની દિવાલોમાં તિરાડો દેખાય છે. આ તિરાડોને પ્લગ કરવાના તમામ પ્રયાસો નિરર્થક સાબિત થયા છે કારણ કે થોડા દિવસોમાં આ તિરાડો ફરી દેખાય છે.

ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં અચાનક આ તિરાડો ઘણી વધી ગઈ હતી

તુલા દેવી બિષ્ટની પાડોશમાં રહેતી કમલા રતુરીના ઘરમાં પણ તિરાડો પડી ગઈ છે. પોતાનું ઘર બતાવતા તેણે કહ્યું, “આ ઘર વર્ષ 2000માં બનાવવામાં આવ્યું હતું. તેમાં 6 રૂમ છે. ભાડૂઆતોએ ગયા વર્ષે ચાર રૂમ ખાલી કર્યા હતા. લગભગ બે મહિના પછી જ્યારે તિરાડો વધુ વધી ત્યારે અમે બંને રૂમ પણ ખાલી કરી દીધા. વર્ષ 2013માં અમારા ઘરમાં પહેલીવાર તિરાડ પડી હતી. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં અચાનક આ તિરાડો ઘણી વધી ગઈ હતી અને છત વાંકાચૂકી થઈ ગઈ હતી. ત્યારે અમારા ભાડૂતોએ રૂમ ખાલી કરી દીધો હતો.”

હરેન્દ્રસિંહના ઘરની પણ આવી જ હાલત છે. હરેન્દ્રસિંહના ઘરમાં હજુ પણ સામાન છે. તેના ડ્રોઈંગ રૂમમાં લાંબી તિરાડો પડી છે. ઘરનો એક થાંભલો બે ટુકડા થઈ ગયો છે. હરેન્દ્રસિંહના ઘરના બે ફ્લોટર વાંકાચૂંકા બની ગયા છે. કોલોનીમાં રહેતા ભગવતી પ્રસાદ સતી પણ મંડી બિલ્ડિંગ અને તેની આસપાસના બાંધકામને જવાબદાર માને છે.

વહીવટીતંત્ર શું કહે છે?

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ચમોલી જિલ્લાના ડીએમ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે તેઓ સમસ્યાથી વાકેફ છે. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે હંગામી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલા તેમના તરફથી IIT રૂડકીને આ વિસ્તારનો અભ્યાસ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ