Live

Karnataka Exit Poll Result 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ, જાણો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસને મળી રહી છે કેટલી સીટો

Karnataka Election 2023 Exit Poll Result Live: આ એક્ઝિટ પોલથી અંદાજો લગાવી શકાય કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. તે સાચા પરિણામ નથી. કર્ણાટકમાં કોની સરકાર બનશે તેની સાચી ખબર તો 13 મે ના રોજ પરિણામના દિવસે જ ખબર પડશે

Written by Ashish Goyal
Updated : May 10, 2023 21:38 IST
Karnataka Exit Poll Result 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ, જાણો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસને મળી રહી છે કેટલી સીટો
Karnataka Exit Poll 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ

Karnataka Assembly Election 2023, Exit Poll Result Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આજે (10 મે) મતદાન પુરું થતા જ અલગ-અલગ એજન્સીઓ અને ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. આ એક્ઝિટ પોલથી અંદાજો લગાવી શકાય કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. તે સાચા પરિણામ નથી. કર્ણાટકમાં કોની સરકાર બનશે તેની સાચી ખબર તો 13 મે ના રોજ પરિણામના દિવસે જ ખબર પડશે.

Read More
Live Updates

અલગ-અલગ ટીવી ચેનલ અને એજન્સીઓના એક્ઝિટ પોલના પરિણામ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 – મતદાનની અપડેટ માટે અહીં ક્લિક કરો

ટાઇમ્સ નાઉ-ઇટીજી એક્ઝિટ પોલ - કોંગ્રેસની સરકાર બનવાનો અંદાજ

ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ

આજતક-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી

આજતક-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 122થી 140 સીટો મળવાનો અંદાજ છે. ભાજપને 62 થી 80 સીટો મળવાનો અંદાજ છે. જેડીએસના ખાતામાં 20 થી 25 સીટો જશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 - એક્ઝિટ પોલ પરિણામ

એબીપી-સી વોટર એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ

એબીપી-સી વોટર એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને 100થી 112, બીજેપીને 83થી 95, જેડીએસને 21 થી 29 અને અન્યને 2-6 સીટો મળવાનો અંદાજ છે.

ઇન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ

ઇન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ પ્રમાણે કોસ્ટલ કર્ણાટકમાં બીજેપીને 15-17 સીટો, કોંગ્રેસને 2-4 સીટ, જેડીએસને 00 સીટો મળશે. સેન્ટ્રલ કર્ણાટકમાં બીજેપીને 7-9, કોંગ્રેસને 11-13, જેડીએસને 0-2 સીટ મળવાનો અંદાજ છે. હૈદરાબાદ-કર્ણાટક ક્ષેત્રમાં બીજેપીને 8-10 સીટ, કોંગ્રેસને 27-31 સીટ અને જેડીએસને 0-2 સીટ મળવાનો અંદાજ છે. ગ્રેટર બેંગલુરુમાં બીજેપીને 13-15 સીટ, કોંગ્રેસને 16-18 સીટ અને જેડીએસને 1-2 સીટ મળવાનો અંદાજ છે.

આજ તક-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ - મધ્ય કર્ણાટકમાં કોંગ્રેસ આગળ

આજ તક-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે મધ્ય કર્ણાટકમાં કોંગ્રેસને સૌથી વધારે 41 ટકા વોટ મળી શકે છે. બીજેપીને 35 ટકા અને જેડીએસને 17 ટકા વોટ મળવાનો અંદાજ છે. મધ્ય કર્ણાટકમાં કોંગ્રેસને 12, બીજેપીને 10 અને જેડીએસને 0-2 સીટો મળવાનો અંદાજ છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 - એક્ઝિટ પોલના આંકડા

ન્યૂઝ નેશન-સીજીએસ એક્ઝિટ પોલ - બીજેપીની સરકારનો દાવો

ન્યૂઝ નેશન-સીજીએસના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 114 સીટો મળવાનો અંદાજ. કોંગ્રેસને 86, જેડીએસને 21 અને અન્યને 3 સીટો મળવાનો અંદાજ છે.

એબીપી-સી વોટર એક્ઝિટ પોલ - ગ્રેટર બેંગલુરુમાં બીજેપી આગળ

એબીપી-સી વોટર એક્ઝિટ પોલ પ્રમાણે ગ્રેટર બેંગલુરુમાં બીજેપીને 15-19, કોંગ્રેસને 11-15 અને જેડીએસને 1-4 સીટ મળવાનો અંદાજ છે.

એબીપી-સી વોટર એક્ઝિટ પોલ પ્રમાણે ઓલ્ડ મૈસુરમાં કોંગ્રેસ આગળ

એબીપી-સી વોટર એક્ઝિટ પોલ પ્રમાણે ઓલ્ડ મૈસુરમાં કોંગ્રેસને સૌથી વધારે 38 ટકા વોટ શેર મળવાની સંભાવના. કોંગ્રેસને 28-32 સીટ, બીજેપીને 0-4 સીટ અને જેડીએસને 19-23 મળવાનો અંદાજ છે.

Zee News Matrize Agency એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર

ભાજપ : 79-94

કોંગ્રેસ : 103-118

જેડીએસ : 25-33

TV 9 Bharatvarsh-Polstrat એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ

ભાજપ : 88-98

કોંગ્રેસ : 99-109

જેડીએસ : 21-26

Republic TV-P MARQ એક્ઝિટ પોલના મતે કોઇને સ્પષ્ટ બહુમતી નહીં

ભાજપ : 85-100

કોંગ્રેસ : 94-108

જેડીએસ : 24-32

આજતકનો એક્ઝિટ પોલ

આજતકના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકના કરાતલ તટીય ક્ષેત્રમાં બીજેપીને 16 સીટો, કોંગ્રેસને 3 સીટો મળવાનો અંદાજ.

Karnataka Exit Poll Result : કર્ણાટક વિધાનસભા ચૂંટણી : 2018માં કેવા રહ્યા હતા એક્ઝિટ પોલના તારણો, જાણો

13 મે ના રોજ પરિણામ

આ એક્ઝિટ પોલથી અંદાજો લગાવી શકાય કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. તે સાચા પરિણામ નથી. કર્ણાટકમાં કોની સરકાર બનશે તેની સાચી ખબર તો 13 મે ના રોજ પરિણામના દિવસે જ ખબર પડશે

મતદાન પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આજે (10 મે) મતદાન પુરું થતા જ અલગ-અલગ એજન્સીઓ અને ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ