Karnataka:કર્ણાટકમાં એક બસ સ્ટેશનને ભારતીય જનતા પાર્ટીના સાંસદે મસ્જિદ ગણાવી છે અને તેને પાડી દેવાની માંગણી કરી છે. બીજેપી સાંસદે એ પણ કહ્યું કે જો મસ્જિદને તોડવામાં નહીં આવે તો તે પોતે તોડવા માટે જેસીબી મશીન લઇને જશે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇએ ઘણી વખત કર્ણાટકમાં ઉત્તર પ્રદેશની જેમ બુલડોઝરના ઉપયોગની વાત કહી હતી. આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેને લઇને કર્ણાટકમાં બુલડોઝરની એન્ટ્રી થઇ ગઇ છે. બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ મસ્જિદ જેવા દેખાતા મૈસુરના બસ સ્ટેશનને તોડી પાડવાની માંગણી કરી છે. બીજેપી સાંસદે કહ્યું કે જો તે તોડવામાં નહીં આવે તો તે પોતે બુલડોઝર લઇને તેને તોડી નાખશે.
રાજ્યમાં નવો વિવાદ ઉભો થયો
બીજેપી સાંસદના આ નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ ઉભો થયો છે. બીજેપી સાંસદે એ પણ કહ્યું કે તેમણે એન્જીનિયરોને આવનાર 2-3 દિવસોમાં આ બસ સ્ટેશનને તોડવા માટે કહ્યું છે. જો કામને સમય દરમિયાન કરવામાં નહીં આવે તો તે પોતે જેસીબી લઇને જશે. બીજેપી સાંસદના આ વિવાદિત નિવેદન પર કર્ણાટક કોંગ્રેસના નેતા સલીમ અહમદે કહ્યું તે જો આવું છે તો કર્ણાટકમાં જેટલી પણ સરકારી ઓફિસો પર ગુંબજ બનેલા છે બધાને તોડી નાખવા જોઈએ.
આ પણ વાંચો – ‘નેહરુ નહીં સુભાષ ચંદ્ર બોઝ હતા અખંડ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી’, શું છે રક્ષા મંત્રીના નિવેદનની સચ્ચાઇ?
હિજાબ વિવાદ દરમિયાન પણ ચર્ચામાં આવ્યા હતા બીજેપી એમપી
બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હા વિવાદમાં આવ્યા હોય તેવો પ્રથમ બનાવ નથી. આ પહેલા હિજાબ વિવાદ દરમિયાન મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે જે વિદ્યાર્થિનીઓને સ્કૂલોમાં આવવું હોય તે હિજાબ પહેરીને ના આવે, તેમને મદરેસામાં જવું જોઈએ. આ દરમિયાન કહ્યું હતું કે કેટલાક લોકો કોલેજમાં અભ્યાસ માટે આવે છે તો કેટલાક લોકો કોલેજોમાં હિજાબ, બુરખો અને ટોપીનું પ્રદર્શન કરવા માટે આવે છે.





