શું મુખ્યમંત્રીની રેસમાં આગળ નીકળ્યા સિદ્ધારમૈયા? ડીકે શિવકુમારને નડી શકે છે આ 3 મજબૂરીઓ

Karnataka Election Results 2023 : જાણકારોનું માનવું છે કે ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે એક મજબૂત સીએમ ચહેરો બની શકે છે પરંતુ કેટલીક મજબૂરીઓ છે જે નજીકના ભવિષ્યમાં પરેશાન કરી શકે છે

Written by Ashish Goyal
May 15, 2023 17:52 IST
શું મુખ્યમંત્રીની રેસમાં આગળ નીકળ્યા સિદ્ધારમૈયા? ડીકે શિવકુમારને નડી શકે છે આ 3 મજબૂરીઓ
ડીકે શિવકુમાર આ વખતે કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માંગે છે. તેમના સમર્થકો નારેબાજી કરીને માહોલ બનાવી રહ્યા છે (તસવીર - ડીકે શિવકુમાર ફેસબુક)

Karnataka Election Results 2023 : કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય જીત પછી બધાના મનમાં એક સવાલ છે કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે. સિદ્ધારમૈયા દિલ્હીના પ્રવાસે છે. તેમની સાથે ઘણા સમર્થકો પણ છે. તો બીજી તરફ ડીકે શિવકુમાર છે હજુ સુધી કર્ણાટકમાં છે અને તેમના મનમાં મૂંઝવણ જોવા મળી રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે તે સાંજ સુધીમાં દિલ્હી જઈ શકે છે, પરંતુ હવે તેમની ગેરહાજરી પણ ઘણું બધું કહી જાય છે.

ડીકે શિવકુમાર આ વખતે કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માંગે છે. તેમના સમર્થકો નારેબાજી કરીને માહોલ બનાવી રહ્યા છે, તે પણ ઘણુ બધુ કહી રહ્યું છે. પરંતુ આ દરમિયાન સિદ્ધારમૈયાનું દિલ્હી આગમન અને ડીકેનું ના જવું મતલબ રાખે છે. જાણકારોનું માનવું છે કે ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે એક મજબૂત સીએમ ચહેરો બની શકે છે પરંતુ કેટલીક મજબૂરીઓ છે જે નજીકના ભવિષ્યમાં પરેશાન કરી શકે છે.

મજબૂરી નંબર 1

ડીકે શિવકુમારને લઈને કોંગ્રેસની સૌથી મોટી મજબૂરી એ છે કે તેઓ ઘણા કેસોમાં ફસાયેલા છે. આ તમામ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે, એક વખત જેલમાં પણ ગયા છે. દરોડા તો સમય-સમય પર પડી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તેઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ આવી કાર્યવાહી કરવામાં આવે તો સમગ્ર દેશમાં પાર્ટીની ખરાબ છાપ પડશે. આમ પણ 2014 પછી ભાજપે ભ્રષ્ટાચારનો મુદ્દો અલગ રીતે ઉઠાવ્યો છે, જેનો સીધો ફાયદો ઘણી ચૂંટણીઓમાં પાર્ટીને મળ્યો છે.

આ બધાની ઉપર સીબીઆઈના નવા ડિરેક્ટર પ્રવીણ સૂદને ડીકે શિવકુમારની સાથે છત્રીસનો આંકડો હોવાનું માનવામાં આવે છે. ડીકે શિવકુમારે તેમના વિશે એવા નિવેદનો આપ્યા છે કે બંનેના ખરાબ સંબંધોને નજરઅંદાજ ન કરી શકાય.

મજબૂરી નંબર 2

વહીવટમાં અનુભવની કમી પણ ડીકે શિવકુમારને આ વખતે મુખ્યમંત્રીની રેસમાં પાછળ છોડી રહી છે. સિદ્ધારમૈયાએ અનેક વખત રાજ્યનું નેતૃત્વ કર્યું છે, તેમની પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. જોકે ડીકે શિવકુમારની વાત આવે છે તો તેમણે પાર્ટીને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી છે. પરંતુ જ્યારે રાજ્યની સ્થિતિની વાત આવે અને ત્યારે તેમના પર સંકટ આવે તો પાર્ટીને કેવી રીતે સંભાળશે. આ સવાલ પણ પાર્ટીના મનમાં આવી રહ્યો છે. કર્ણાટક ઘણું મોટું રાજ્ય છે, તેને મિની દેશ પણ કહી શકાય. કોંગ્રેસને આ રાજ્યમાં માત્ર મોટી જીત જ નથી મળી પરંતુ આ જીતની સાથે જ એક મોટી જવાબદારી પણ આવી ગઈ છે. આ જવાબદારી હવે ડીકે શિવકુમારના માર્ગમાં મોટા અવરોધ તરીકે કામ કરી રહી છે.

આ પણ વાંચો – જ્યારે ડીકે શિવકુમારે નવા સીબીઆઈ પ્રમુખ પ્રવીણ સૂદનો કર્યો હતો વિરોધ, ‘તેમની ધરપકડ થવી જોઈએ

મજબૂરી નંબર 3

કોંગ્રેસની એક મોટી મજબૂરી એ છે કે કર્ણાટકમાં સિદ્ધારમૈયાને ડીકે કરતા વધુ લોકપ્રિય માનવામાં આવે છે. ડીકે શિવકુમાર 80ના દાયકાથી રાજ્યના રાજકારણમાં સક્રિય છે પરંતુ સિદ્ધારમૈયા વાળો કરિશ્મા મિસિંગ છે. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસના બે સૌથી મોટા નેતા બીએસ યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયાને માનવામાં આવે છે. એટલે કે આ લિસ્ટમાં ડીકે શિવકુમારનું નામ કોઈ લેતું નથી. આ બધાની ઉપર સિદ્ધારમૈયાને ડીકે કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તેથી જ્યારે સીએમ રેસની વાત આવે છે ત્યારે ડીકેનો પક્ષ થોડો નબળો હોઈ શકે છે.

બધી નબળાઈઓ પર ભારે સંકટમોચકની છાપ?

મજબૂરી તો હોય જ છે પરંતુ કેટલીક વાતો ડીકે શિવકુમારના પક્ષમાં પણ જાય છે. પહેલી વાત એ છે કે રાજકારણની સાથે સાથે તેમની પાસે મની પાવર પણ છે. અત્યારે ઘણા રાજ્યોમાં ચૂંટણી છે, ફંડની જરૂર પડવાની છે, આવી સ્થિતિમાં ડીકેની ઈચ્છા પૂરી થઈ શકે છે અને તેનો ઉપયોગ બીજા ઘણા કામોમાં પાછળથી થઈ શકે છે. આ સિવાય ડીકે શિવકુમારને કોંગ્રેસ પાર્ટીના સંકટમોચક માનવામાં આવે છે તેમણે ઘણા સમયે પાર્ટીને સંકટમાંથી બહાર કાઢી છે. પછી ભલે તે ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવાની વાત હોય કે ચૂંટણીમાં રણનીતિ બનાવવાની હોય તેમનો કોઈ જવાબ નથી.

હવે કોંગ્રેસ પક્ષ કઈ દલીલોને વધુ મહત્વ આપે છે તેના પર નિર્ભર કરશે કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ બનશે. જોકે વિધાયક દળની બેઠક બાદ આ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડી દેવામાં આવ્યો છે. ખડગે કહી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સીએમ નક્કી કરવા જઈ રહ્યું છે. એટલે કે રેસ રસપ્રદ છે, રાજ્ય મોટું છે તેથી બે-ત્રણ દિવસમાં નિર્ણય આવી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ