કેરળમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કેરળમાં એક ટ્રાન્સજેન્ડર કપલ પ્રેગનન્ટ થયું હોવાની ઘટના હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો આ ટ્રાન્સજેન્ડર કપલમાં સ્ત્રીમાંથી પુરૂષ બનેલો વ્યક્તિ જે પતિ છે તે પ્રેગનન્ટ થયો છે. કોઝિકોડમાં રહેતા આ કપલ ઝિયા પવલ (21) અને સહદ પવલે (23) સોશિયલ મીડિયા પર ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમના બાળકનો જન્મ માર્ચમાં થવાની શક્યતા છે.
ત્રણ વર્ષથી સાથે રહે છે ટ્રાન્સજેન્ડર કપલ
આ ટ્રાન્સજેન્ડર કપલ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે. આ કપલે જણાવ્યું કે જ્યારે અમે ત્રણ વર્ષ પહેલા સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. મોટાભાગના ટ્રાન્સજેન્ડર કપલોને સમાજ તેમજ તેમના પરિવારો દ્વારા બહિષ્કૃત કરવામાં આવે છે. ક્લાસિકલ ડાન્સ ટીચર પવલે કહ્યું, “અમને એક બાળક જોઈતું હતું, કારણ કે, જ્યારે આ દુનિયામાંથી પરત ફરવાનો સમય આવે ત્યારે અમે અહીયા કંઈક મુકતા જઇ શકીએ.
પવલે જણાવ્યું હતું કે, ટ્રાન્સ મેન અને ટ્રાન્સ વુમન બનવાની અમારી સફર ચાલુ રહેશે. હું ટ્રાન્સ વુમન બનવા માટે હજી પણ હોર્મોન ટ્રીટમેન્ટ પર છું. ડિલિવરી થયા બાદ છ મહિના અથવા એક વર્ષ પછી, સહદ પણ ટ્રાન્સ મેન બનવા માટે ફરીથી સારવાર શરૂ કરાશે.

તમને જણાવી દઇ કે, પવલ કોઝિકોડનો રહેવાસી છે, જ્યારે સહદ તિરુવનંતપુરમમાં રહે છે. મેટરનીટી લીવ પર જવાની પહેલા તેણે એકાઉન્ટન્ટ નોકરી કરી છે. બંનેએ પોતાની ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ ઉભી કર્યા બાદ પરિવારને છોડી દીધા હતા.
‘ઘણા પ્લાનિંગ બાદ લેવાયો નિર્ણય’
પવલેએ કહ્યું કે તેઓએ ખૂબ વિચાર કર્યા બાદ બાળકને જન્મ આપનો નિર્ણય કર્યો છે. “સહદના બંને સ્તનો પહેલેથી જ કાઢી નાખવામાં આવ્યા હતા અને અમે બંને હોર્મોન ટ્રિટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છીએ. પવલે કહ્યું કે તેણીને કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોકટરોની મદદ મળી છે, જ્યાં સાહદ આવતા મહિને તેના બાળકને જન્મ આપવાની છે. પાવલે કહ્યું કે ડોકટરોએ અમને ગર્ભાધાન પ્રક્રિયા વિશે વધારે માહિતી ન આપવ જણાવ્યું છે. સહદે બંને સ્તનો કાઢી નાખ્યા હોવાથી મેડિકલ કોલેજમાં બ્રેસ્ટ મિલ્ક બેંકમાંથી બાળકને દૂધ આપવામાં આવે તેવી આશા રાખીયે છીએ.