Krishna Janmabhoomi : મુસ્લિમ પક્ષને ફટકો! સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો

Krishna Janmabhoomi : ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં વિવાદિત જગ્યાનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ માટે ત્રણ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે

Written by Ashish Goyal
December 15, 2023 14:58 IST
Krishna Janmabhoomi : મુસ્લિમ પક્ષને ફટકો! સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો
મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સંકુલ અને શાહી ઇદગાહ મસ્જિદ. (ANI/ફાઇલ)

Krishna Janmabhoomi Land Dispute Case : મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદને લઈને મુસ્લિમ પક્ષને પણ સુપ્રીમ કોર્ટ તરફથી ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઇદગાહ સંકુલના કોર્ટ મોનિટરિંગ હેઠળ એડવોકેટ કમિશનરની ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રારંભિક સર્વેની મંજૂરી આપવામાં આવી છે . હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં વિવાદિત જગ્યાનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ માટે ત્રણ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહનો મામલો વર્ષોથી કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થળનો સર્વે કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે આ સંદર્ભમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટ કમિશનર વિવાદિત જગ્યાનો સર્વે કરશે.

આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય સાત લોકો દ્વારા એડવોકેટ હરીશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે મસ્જિદની નીચે ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર છે.

આ પણ વાંચો – મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદમાં પણ ASI સર્વે થશે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય

આ મહત્વપૂર્ણ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે. શ્રી કૃષ્ણ વિરાજમાન વતી આ અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આવેદનમાં એડવોકેટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી બાદ જસ્ટિસ મયંક કુમાર જૈને 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કમળના આકારનો સ્તંભ હતો જે હિંદુ મંદિરોની વિશેષતા છે અને શેષનાગની પ્રતિકૃતિ છે, જે હિંદુ દેવતાઓમાંના એક છે જેમણે જન્મની રાત્રે ભગવાન કૃષ્ણનું રક્ષણ કર્યું હતું. અરજદારોએ વિનંતી કરી હતી કે નિર્ધારિત સમય મર્યાદામાં સર્વેક્ષણ પછી તેનો અહેવાલ સુપરત કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે કમિશનની રચના કરવામાં આવે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ