કાશ્મીરમાં ઓછી હિમવર્ષા ખતરાની ઘંટી! હજુ પણ ઘૂસણખોરીના માર્ગો ખુલ્લા, ભારતીય સેના હાઈ એલર્ટ

જમ્મુ કાશ્મીરની ઘાટીમાં શિયાળામાં ઓછી હિમવર્ષા ભારતીય સેના માટે ચિંતાનું કારણ બની, આતંકવાદીઓની ઘુસણખોરીનો ખતરો વધ્યો, જેથી ભારતીય સેના હાઈ એલર્ટ પર રહી છે.

Written by Kiran Mehta
January 30, 2024 10:54 IST
કાશ્મીરમાં ઓછી હિમવર્ષા ખતરાની ઘંટી! હજુ પણ ઘૂસણખોરીના માર્ગો ખુલ્લા, ભારતીય સેના હાઈ એલર્ટ
ભારતીય સેના, ભારત પાકિસ્તાન બોર્ડર

આ વખતે કાશ્મીર ઘાટીમાં ઓછી હિમવર્ષા થઈ છે. ઓછી હિમવર્ષાને કારણે, ઘૂસણખોરીના માર્ગો હજુ પણ એલઓસી પર ખુલ્લા છે, જેના દ્વારા આતંકવાદીઓ સામાન્ય રીતે ઉનાળામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આ કારણથી ભારતીય સેનાએ આ વખતે કાશ્મીરમાં આવા વિસ્તારોમાં શિયાળામાં પણ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ વખતે ઓછી હિમવર્ષાને કારણે LoC પર ઘૂસણખોરીના તમામ માર્ગો ખુલ્લા છે અને તેથી જ આ માર્ગો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો સતત થઈ રહ્યા છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ કહે છે કે, એલઓસીની બીજી બાજુ મોટી સંખ્યામાં આતંકીઓ આ તકનો લાભ લેવા માટે તૈયાર છે.

કાશ્મીરમાં ઓછી હિમવર્ષા, આતંકવાદી ઘુસણખોરી નો ખતરો વધારે

કાશ્મીર ખીણમાં સામાન્ય રીતે શિયાળાની મોસમમાં ભારે હિમવર્ષા થાય છે. જેના કારણે એલઓસી પર અવરજવર મુશ્કેલ બની જાય છે અને આતંકવાદીઓની ઘૂસણખોરીના માર્ગો પણ બંધ થઈ જાય છે. ઘૂસણખોરીનું જોખમ, જે સામાન્ય રીતે શિયાળાની મોસમમાં ઓછુ હોય છે, બરફના વધારાને કારણે કંઈક અંશે ઘટે છે. વાસ્તવમાં, હિમવર્ષાને કારણે, LoC પર હાજર વૃક્ષોને કારણે ઉપલબ્ધ આવરણ પણ ઘટે છે અને તેથી સર્વેલન્સ ઉપકરણોનો ઉપયોગ કરીને રાત્રે પણ ઘૂસણખોરોને શોધવાનું સરળ બને છે.

ભારતીય સેના હાઈ એલર્ટ પર

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય સેના સામાન્ય રીતે શિયાળામાં એલઓસી પર તૈનાત તેના કેટલાક સૈનિકોને પાછી ખેંચી લે છે અથવા તેના બદલે સૈનિકોની સંખ્યા ઘટાડે છે અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેનો ઉપયોગ કરે છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે આવું શક્ય બન્યું નથી અને ઘૂસણખોરીની સમસ્યા ઉનાળામાં જેટલી ગંભીર હોય છે, તેટલી જ અત્યારે શિયાળામાં પણ ગંભીર રહી છે.

શિયાળાની ઋતુમાં, આતંકવાદીઓ પણ ઉંચી ઉંચાઈવાળા વિસ્તારોમાં તેમના છુપાયેલા ઠેકાણાઓથી વસ્તીવાળા વિસ્તારોમાં તેમના ઠેકાણાઓ તરફ જતા રહે છે, જેના કારણે ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન અને તેમની સાથે એન્કાઉન્ટરની શક્યતાઓ વધી જાય છે. સૈન્ય અધિકારીએ વધુમાં કહ્યું કે, હિમવર્ષાના દિવસોમાં આતંકવાદીઓને લોજિસ્ટિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ સ્થાનિક લોકો પર નિર્ભર બની જાય છે. કોઈપણ હિલચાલ માટે તેમને રસ્તા અને ટ્રેકનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે મોબાઈલ ચેકપોસ્ટ પર એન્કાઉન્ટરની શક્યતા વધી જાય છે.

એલઓસી પર ઘૂસણખોરીના ક્યાં રસ્તા ખુલ્લા છે?

ઓછી હિમવર્ષાને કારણે, ટ્રાન્સ-પીર પંજાલના રસ્તાઓ હજુ પણ ખુલ્લા છે, તેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા માટે સૈનિકોની તૈનાતી જાળવવાની જરૂર છે. આ માર્ગ દ્વારા આતંકવાદીઓ પુંછ-રાજૌરી પટ્ટાથી કાશ્મીર ખીણમાં પહોંચે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં સૈનિકોની સતત તૈનાતીના કારણે શિયાળાની કામગીરીને અસર થઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ