scorecardresearch

Delhi LG vs Govt: એલજી વીકે સક્સેનાએ આપ્યું DISCOM બોર્ડથી AAP નેતાઓને હટાવવાનો આદેશ, નિયુક્તિને ગેરબંધારણીય ગણાવી

lg vs delhi government : એલજી વીકે સક્સેનનાએ આપ પ્રવક્તા જૈસ્મીન શાહ, નવીન એનડી ગુપ્તા (આપ સાંસદ એનડી ગુપ્તાના પુત્ર) અને અન્ય વ્યક્તિઓને ખાનગી સ્વામિત્વ વાળી ડિસ્કોમ BYPL, BRPL અને NDPDCLના બોર્ડમાં સરકારી નોમિનીના રૂપમાં તત્કાલ હટાવવાનો આદેશ આપ્યો છે.

DISCOM board Delhi, Delhi LG VK Saxena, Delhi LG on DISCOM
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર અને ઉપ રાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શુક્રવારે 10 ફેબ્રુઆરીએ એલજીએ વધુ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. એલજી વીકે સક્સેનનાએ આપ પ્રવક્તા જૈસ્મીન શાહ, નવીન એનડી ગુપ્તા (આપ સાંસદ એનડી ગુપ્તાના પુત્ર) અને અન્ય વ્યક્તિઓને ખાનગી સ્વામિત્વ વાળી ડિસ્કોમ BYPL, BRPL અને NDPDCLના બોર્ડમાં સરકારી નોમિનીના રૂપમાં તત્કાલ હટાવવાનો આદેશ આપ્યો છે.

એલજી સક્સેનાએ દિલ્હી સરકાર દ્વારા નામાંકિત લોકોને દૂર કરવાનો આદેશ આપ્યો છે

એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હીની બે મોટી પાવર કંપનીઓના બોર્ડમાંથી દિલ્હી સરકાર દ્વારા નામાંકિત લોકોને હટાવી દીધા છે. સરકારના નોમિની તરીકે ખાનગી લોકોની નિમણૂકને સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય ગણાવીને એલજીએ આ લોકોને બોર્ડમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમાંથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ એન.ડી. ગુપ્તા, વાઇસ ચેરમેન, ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન, દિલ્હી, AAP પ્રવક્તા જસ્મીન શાહ, ઉમેશ ત્યાગી અને જે.એસ. દેસવાલનો સમાવેશ થાય છે.

કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવી નથી: એલજી વીકે સક્સેના

એલજી સક્સેના અનુસાર, ડિસ્કોમ બોર્ડમાં AAP નેતાઓનું નામાંકન દરેક રીતે ગેરકાયદેસર હતું કારણ કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એલજીએ આ નિર્ણય 26 સપ્ટેમ્બર 2022ના રોજ દિલ્હી વિદ્યુત વિભાગ અને મુખ્ય સચિવ દ્વારા સુપરત કરાયેલ તપાસ રિપોર્ટ પર ફરિયાદના આધારે લીધો છે. એલજી વીકે સક્સેનાએ આ લોકોને હટાવવા અને તેમની જગ્યાએ વરિષ્ઠ સરકારી અધિકારીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જેમ કે ભૂતકાળમાં કરવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નરના આ પગલાથી દિલ્હી સરકાર અને એલજી સક્સેના વચ્ચે ફરી એકવાર ખેંચતાણ વધી શકે છે.

આ સુપ્રીમ કોર્ટના આદેશની મજાક છે – AAP

એલજી સક્સેનાના આ આદેશ પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે જસ્મીન શાહ અને નવીન ગુપ્તાને ડિસ્કોમના બોર્ડમાંથી હટાવવાનો એલજીનો આદેશ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. એલજી પાસે આવા આદેશો જારી કરવાની સત્તા નથી, માત્ર ચૂંટાયેલી સરકારને જ વીજળી અંગે આદેશ જારી કરવાની સત્તા છે. આ સુપ્રીમ કોર્ટના આદેશની મજાક છે.

Web Title: Lg vk saxena orders removal of aap leaders from discom board

Best of Express