scorecardresearch

ઓક્ટોબરમાં વરસાદ એ સામાન્ય વાત નથી, જાણો ઋતુચક્રમાં થઇ રહેલા ફેરફાર કેવી સ્થિતિ લાવશે…

monsoon patterns change Impact : ક્લાયમેન્ટ ચેન્જની ચેતવણી વચ્ચે ભારતમાં ચોમાસામાં વરસાદ પડવાની પેટર્ને ચિંતા વધારી દીધી છે. તેની માનવજીવન, કૃષિ ક્ષેત્ર અને દેશના સમગ્ર અર્થતંત્ર પર ઉંડી અસર થશે.

ઓક્ટોબરમાં વરસાદ એ સામાન્ય વાત નથી, જાણો ઋતુચક્રમાં થઇ રહેલા ફેરફાર કેવી સ્થિતિ લાવશે…

ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં દિલ્હી અને ઉત્તર તેમજ ઉત્તરપશ્ચિમ ભારતના અન્ય કેટલાક ભાગોમાં સતત પડી રહેલા વરસાદે ભારતીય ઉપખંડમાં ચોમાસાની બદલાતી પેટર્નનો વધુ એક પુરાવો આપ્યો છે.

અગાઉ માત્ર જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના સુધી ચાલતી ચોમાસાની સીઝન હવે ઓક્ટોબર સુધી ખેંચાઇ રહી છે. જેમાં વરસાદની અનિશ્ચિત પેટર્ન, કેટલાંક વિસ્તારોમાં તીવ્રથી અતિભારે તો ક્યાંક અત્યંત ઓછા વરસાદની સ્થિતિએ ચિંતા ઉભી કરી છે.

હવામાન વિભાગે ભારતમાં ચોમાસાની ઋતુની બદલાઇ રહેલી પેટર્ન અંગે અગાઉથી ચેતવણી આપી હતી. ત્રણ વર્ષ પહેલાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના કેટલાક પ્રદેશો માટે ચોમાસાની શરૂઆત અને વિદાય થવાની અંદાજીત તારીખોમાં ફેરફાર કર્યો હતો. ઉત્તર, ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાયની તારીખો છેલ્લા 50 વર્ષોમાં જોવા મળેલા વલણોને ધ્યાનમાં રાખીને એકથી બે અઠવાડિયા પાછળ ધકેલવામાં આવી હતી.

આમ તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં જે રીત વરસાદ પડ્યો છે તેનાથી હવે કોઈને પણ આશ્ચર્ય ન થવું જોઈએ. હકીકતમાં તેને અપવાદ રૂપ ગણવાના બદલે વધુને વધુ ઝીણવટપૂર્વક જોવું જોઈએ.

ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં પડેલા વરસાદ વિશે જણાવતા મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના પૂર્વ સચિવ એમ. રાજીવને કહ્યું કે, ‘લોકો એ તેની આદત પાડવી પડશે. આ વિચિત્ર ઘટના નથી. આપણે આગામી વર્ષોમાં પણ આવું થતું જોઇશું.’

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઓક્ટોબર 2021માં પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો, જે દિલ્હી માટે છેલ્લા 120 વર્ષમાં વધુ વરસાદવાળો ચોથો ઓક્ટોબર મહિનો બની રહ્યો હતો. ચાલુ મહિનાના પ્રથમ 10 દિવસમાં પડેલા ભારે વરસાદને ધ્યાનમાં લેતાં તે સામાન્ય કરતાં આઠ ગણો વધારે છે અને તે ગત વર્ષના ઓક્ટોબર કરતા પણ વધારે વરસાદ નોંધાવી શકે છે.

વરસાદની લંબાતી સીઝન

પરંપરાગત રીતે ચોમાસાની વિદાય થવાની તારીખ બાદ પણ ઑક્ટોબર મહિનામાં વરસાદ એ
કોઈ પણ સંજોગોમાં સામાન્ય વાત નથી. પાછલા વર્ષોમાં પણ ચોમાસાની સીઝન સમાપ્ત થયા બાદ પણ ભારે વરસાદ પડ્યો હોય તેવી ઘટનાઓ બની છે. પરંતુ તે વર્ષોમાં વરસાદ મોટાભાગે વિવિધ કારણો – ઘણીવાર સ્થાનિક અને વાતાવરણીય ઘટનાઓને આભારી હતો.

તાજેતરના વર્ષોમાં જે જોવા મળી રહ્યું છે તે ચોમાસાની ઋતુ સ્પષ્ટપણે લંબાવાના સંકેત આપે છે. જેમ કે, વરસાદની પ્રકૃતિ ખૂબ જ અલગ છે – તે ટૂંકા ગાળાનો ભારે વરસાદ નથી, પરંતુ કેટલાંક દિવસો સુધી સતત પડતો વરસાદ છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદની તાજેતરની પેટર્ન વેસ્ટર્ન ડિસ્ટ્રબર્ન્સ સાથે પૂર્વથી પશ્ચિમ તરફ જતા ચોમાસાના પવનોની ગતિવિધિનું પરિણામ છે. ચોમાસાની ઋતુમાં આવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે.

શું આ ક્લાયમેન્ટ ચેન્જ છે?

વૈશ્વિક હવામાન પેટર્નમાં જોવા મળતા મોટાભાગના ફેરફારોની જેમ, ભારતીય ચોમાસાની ઋતુની બદલાતી પેટર્ન પણ મુખ્યત્વે ક્લાયમેન્ટ ચેન્જને આભારી છે. વિશ્વના મોટાભાગના અન્ય દેશોની જેમ ભારતમાં વરસાદ અત્યંત ઓછો અથવા ભારે પ્રમાણમાં પડી રહ્યો છે. ભારે વરસાદની ઘટનાઓની તીવ્રતા અને પ્રમાણ બંનેમાં વધારો થઇ રહ્યો છે.

ડો. રાજીવને જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના પરિણામ સ્વરૂપે ચોમાસાની સીઝન લંબાતી દેખાઇ રહી છે.

“ચોમાસાની સીઝન લંબાવવાના કારણો અને અસરોને જાણવા માટે એક ઉંડો સંશોધન હજૂ બાકી છે, પરંતુ ઓક્ટોબર સુધી ચોમાસાની સીઝન લંબાવવા પાછળનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે મહાસાગરો (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) હવે પહેલા કરતા વધારે ગરમ થઇ રહ્યા છે.”

“દરિયાના પાણીના તાપમાનમાં વધારો વરસાદી પવનોના નિર્માણમાં મદદ કરે છે. અગાઉ, ચોમાસાની ઋતુમાં વરસાદથી સમુદ્રનું તાપમાન ઘટતું હતું. પરંતુ હાલ સંભવતઃ ગ્લોબલ વોર્મિંગને કારણે પરંપરાગત ચોમાસાની ઋતુ સમાપ્ત થયા પછી પણ મહાસાગરો ગરમ રહે છે. આમ ગરમ મહાસાગરો ચોમાસાની સીઝન સમાપ્ત થયા બાદ પણ વરસાદ ચાલુ રાખવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.’

ગ્લોબલ વોર્મિંગ ઘણી બધી રીતે પણ વરસાદની પેટર્નને અસર કરી રહ્યું છે. ગરમ વાતાવરણમાં પાણીને પકડી રાખવાની ક્ષમતા વધારે હોય છે. આથી જ્યારે આ પાણી વરસાદ સ્વરૂપે નીચે પડે છે, ત્યારે તે ઘણીવાર અપેક્ષિત કરતાં વધુ ભારે વરસાદમાં પરિણમે છે, જે ભારે વરસાદની ઘટનાઓના વધતા કિસ્સાઓ માટે જવાબદાર છે.

ચોમાસાની બદલાતી પેટર્નની આર્થિક અસરો

ચોમાસું એ માત્ર હવામાન ઘટના નથી, તે ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ચાલક પરિબળ છે. ભારતમાં ખેતીનો હજી પણ એક મોટો હિસ્સો સિંચાઈ માટે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. પીવાના પાણીની સપ્લાય અને વીજળીનું ઉત્પાદન પણ ચોમાસા સાથે જોડાયેલું છે.

ચોમાસાના સમયગાળા અને પેટર્નમાં ફેરફાર અગમચેતીના ભાગરૂપે આ ક્ષેત્રો માટે આગોતરા પગલાં લેવાની ફરજ પાડે છે. જેમાં કોઇ એક કૃષિ પાકની વાવણી માટે સમયની પસંદગી જ નહીં પરંતુ સમગ્ર પાક ચક્ર અને પાકની પસંદગી પણ બદલવાની જરૂર પડી શકે છે.

જળાશયો અને પાણીના ડેમની મેનેજમેન્ટ સિસ્ટમ પર પણ અસરો થાય છે. દેશના ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના જળાશયો સપ્ટેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ પણે ભરાઇ જાય તેવી ઇચ્છા રાખવામાં આવે છે, કારણ કે ત્યારબાદ વરસાદ પડવાની અપેક્ષા હોતી નથી. પરંતુ જો ચોમાસાની સીઝન ઓક્ટોબરમાં પણ ચાલુ રહે, જેમ હાલ આગાહી કરવામાં આવી રહી છે તેમ, તો આ મેનેજમેન્ટ સિસ્ટમમાં પણ ફેરફાર કરવાની જરૂર પડશે.

Web Title: Lingering monsoon season monsoon pattern changes and impact of india

Best of Express