scorecardresearch
Live

Today News Live Updates: શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ વિવાદ મામલો, મુસ્લિમ પક્ષને કોર્ટથી ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી

Today Latest news updates, 1 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news, latest news update
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
17:42 (IST) 1 May 2023
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ વિવાદ મામલો, મુસ્લિમ પક્ષને કોર્ટથી ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ વિવાદ મામલામાં મુસ્લિમ પક્ષને કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને ફરીથી નવેસરથી સુનાવણીની વાત કહી છે. એટલે કે આ મામલે હવે મથુરાના જિલ્લા જજ સામે ફરી એક વખત બન્ને પક્ષોએ પોતાની દલીલ રાખવી પડશે. આ મુસ્લિમ પક્ષ માટે ફટકો એટલા માટે છે કારણ કે તે ફરીથી દલીલ રાખવા માંગતા ન હતા.

17:27 (IST) 1 May 2023
મલ્લિકાર્જુન ખડગે પછી તેમના પુત્ર પ્રિયાંકે પીએમ મોદી કરી પર વિવાદિત ટિપ્પણી, કહ્યું – આવો નાલાયક પુત્ર હોય તો ઘર કેવી રીતે ચાલશે?

https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-2023-mallikarjun-kharge-son-priyank-kharge-calls-pm-narendra-modi-nalayak-beta/107879/

13:23 (IST) 1 May 2023
હાર્ડલુક: રખડતા ઢોરના જોખમ વિરુદ્ધ ગુજરાતની લડાઈ, કેમ જટિલ બની છે

Stray cattle problem against Gujarat fight : ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા, જોખમો વિરુદ્ધ ગુજરાત સરકાર (Gujarat goverment) અને મ્યુનિસિપલ કોર્પેરેશન (Municipal Corporation) દ્વારા કરવામાં આવેલા પ્રયાસો. શું છે અત્યાર સુધીની સ્થિતિ જોઈએ.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….. https://gujarati.indianexpress.com/gujarat/stray-cattle-problem-risks-gujarat-govt-municipal-corporation-operations-and-complicates/107708/

12:38 (IST) 1 May 2023
Kisi Ka Bhai Kisi Ki Jaan box office collection day 10: સલમાન ખાનની ફિલ્મ ભારતમાં 100 કરોડને પાર કરી ગઈ

Kisi Ka Bhai Kisi Ki Jaan box office collection day 10: એક અઠવાડિયા પછી, સલમાન ખાન-પૂજા હેગડે સ્ટારર ફિલ્મ આખરે ભારતમાં ₹ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/kisi-ka-bhai-kisi-ki-jaan-box-office-day-10-collection-salman-khan-pooja-hegde-shehnaaz-gill/107590/

12:14 (IST) 1 May 2023
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 49 તાલુકામાં વરસાદ પડ્યો

ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળામાં પણ ધમધામર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 49 તાલુકામાં વરસાદ પડ્યો હતો. હજી પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

09:36 (IST) 1 May 2023
Happy Birthday Anushka Sharma: અનુષ્કા શર્માના 3 ઈડિયટ્સના આ ઓડિશન ટેપથી આમિર ખાન અને રાજકુમાર હિરાણી થયા પ્રભાવિત

Happy Birthday Anushka Sharma: અનુષ્કા શર્મા નેટફ્લિક્સની બાયોપિક ચકડા એક્સપ્રેસ સાથે સ્ક્રીન પર પાછા આવવા માટે તૈયાર છે, આ આગામી ફિલ્મમાં તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/anushka-sharma-birthday-3-idiots-audition-first-audition-tape-virat-kohl-bollywood-news-updates/107542/

09:20 (IST) 1 May 2023
Mann Ki Baat: મન કી બાત રેડિયો શોના પડદા પાછળની કહાની, સ્ક્રિપ્ટીંગ, અનુવાદ અને ‘રાતોના ઉજાગરા’

Mann Ki Baat radio programme : વાસ્તવમાં કાર્યક્રમ સામાન્ય રીતે દર મહિનાના છેલ્લા શુક્રવારે રેકોર્ડ કરવામાં આવે છે. જે બે દિવસ પછી નિર્ધારિત સમયે AIR અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત થાય છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/mann-ki-baat-radio-programme-pm-narendra-modi-express-excusive/107556/

08:47 (IST) 1 May 2023
રસોઇ ગેસની કિંમતોમાં ભારે ઘટાડો, 172 રૂપિયા સસ્તો થયો સિલિન્ડર

દેશભરમાં એલપીજી ગેસની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આ ઘટાડો થયો છે. આ પહેલા દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2028 રૂપિયાનો હતો. હવે ઘટાડો થતાં 1856.50 રૂપિયા થયો છે.

08:42 (IST) 1 May 2023
કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક, રોડ શો દરમિયાન કાફલાની સામે ફેંકાયો ફોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વધુ એકવાર ચૂક જોવા મળી હતી. મૈસૂરમાં જ્યારે વડાપ્રધાન રોડ શો કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પોતાનો ફોન મોદીના કાફલા સામે ફેંક્યો હતો.પોલીસ તરત જ એક્શનમાં આવીને વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ફોન ફેંકનાર વ્યક્તિ પણ વડાપ્રધાન મોદીના રોડ શોનો ભાગ બનવા આવ્યો હતો. પોલીસે પૂછપરછમાં જાણાવ્યા મળ્યું કે પીએમ મોદી તરફ ફૂલ ફેંકી રહ્યો હતો પરંતુ ભૂલથી ફોન પડી ગયો હતો.

08:38 (IST) 1 May 2023
Telecom Industry : રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ અનલિમિટેડ 5G પર ટ્રાઈના રેડ ફ્લેગનો સામનો કરી શકે

Telecom Industry : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Trai) રિલાયન્સ જિયો અને ભારતી એરટેલને તેમના 5G ટેરિફ પ્લાનમાં અમર્યાદિત ડેટા ઓફર કરવાનું બંધ કરવા નિર્દેશ આપે તેવી શક્યતા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/telecom-sector-industry-business-news-updates/107534/

08:23 (IST) 1 May 2023
સંજય રાય શેરપુરિયા કેસઃ શેરપુરિયાની ચેરિટી ફર્મમાં નિવૃત્ત IAS, IPS અને સશસ્ત્ર દળોના અધિકારીઓ “સલાહકાર”

Sanjay Rai Sherpuria case : ઉત્તર પ્રદેશ પોલીસે તેની એફઆઈઆરમાં દાવો કર્યો હતો કે સંજય રાય શેરપુરિયાની ચેરિટી ફર્મના સલાહકાર બોર્ડમાં નિવૃત્ત IAS, IPS અને સશસ્ત્ર દળોના અધિકારીઓ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/sanjay-rai-sherpuria-charity-firm-ias-ips-officers-advisory-board-member/107535/

07:49 (IST) 1 May 2023
શા માટે ઘઉં ખરીદના આંકડા ખાદ્ય સુરક્ષા અને મોંઘવારી માટે સારા સમાચાર છે?

Wheat procurement : ગયા વર્ષે 18.79 મિલિયન ટનની સરકારી ઘઉંની ખરીદી 2021ની 43.34 મિલિયન ટનની સર્વકાલીન ઊંચી સપાટીથી ઓછી ન હતી, પરંતુ 2007ના 11.13 મિલિયન ટન પછીની સૌથી ઓછી હતી

વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો :- https://gujarati.indianexpress.com/world/why-wheat-procurement-figures-are-good-news-for-food-security-and-inflation/107471/

07:47 (IST) 1 May 2023
CMના ભાષણ દરમિયાન ઊંઘવા બદલ કચ્છ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર સસ્પેન્ડ

Kutch-Bhuj Corporation Chief Officer suspended : કચ્છ જિલ્લાની ભૂજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર જીગર પટેલ (Jigar Patel) સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના ભાષણમાં ઊંઘ લઈ રહ્યા હતા, આનો વીડિયો મીડિયામાં આવ્યા બાદ તેમને અયોગ્ય વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ-

https://gujarati.indianexpress.com/gujarat/kutch-municipal-corporation-chief-officer-jigar-patel-suspended-sleeping-during-cm-bhupendra-patel-speech/107480/

07:46 (IST) 1 May 2023
કર્ણાટકમાં ચૂંટણી : ભાજપે સિદ્ધારમૈયાને પછાડવાનું ષડયંત્ર રચ્યું, પુત્ર યતિન્દ્રએ તેમને અંતિમ રેખા પાર લઈ જવાનું બીડુ ઉઠાવ્યું

Karnataka elections : 2018 માં કોંગ્રેસ (Congress) માટે સતત ત્રણ વિજય – બે સિદ્ધારમૈયા માટે અને એક તેમના નાના પુત્ર યતિન્દ્ર (Yathindra) માટે – એક કેકવોક હતી, કેટલાક સ્થાનિકો કહે છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા જે આ વખતે મેદાનમાં છે, તેમના માટે આસાન નહીં હોય કારણ કે, ભાજપે (BJP) રાજ્યના મંત્રીને મેદાનમાં ઉતાર્યા છે, વી સોમન્ના (V. Somanna) , જે મોટા લિંગાયત (Lingayat) સમુદાયના છે. મતદારક્ષેત્રમાં 2.3 લાખથી વધુ મતદારો છે, જેમાં લિંગાયતો બહુમતી ધરાવે છે

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-elections-varuna-seat-constituency-yathindra-siddaramaiah-v-somanna/107493/

07:34 (IST) 1 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : મે મહિનાનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિ ભવિષ્ય

today Horoscope, 1 May 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિ ભવિષ્ય જાણવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-1-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/107432/

07:33 (IST) 1 May 2023
Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે.

લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-1-may-2023-monday/107510/

Web Title: Live updates breaking news today latest news 1 may 2023 aaj na taja samachar

Best of Express