scorecardresearch
Live

Today News Live Updates: ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની આશંકા, ચીનનો નોર્થ તાઇવાનના એરસ્પેસને બંધ કરવાની યોજના પર વિચાર

Today Latest news updates, 12 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news, breaking news, latest news updates
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:07 (IST) 12 Apr 2023

ચીન અને તાઇવાન વચ્ચે સતત વધી રહેલા વિવાદ વચ્ચે આ ક્ષેત્રમાં યુદ્ધની આશંકા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે ચીન નોર્થ તાઇવાનના એરસ્પેસને બંધ કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન 16થી 18 એપ્રિલ સુધી તાઇવાન પર હવાઇ પ્રતિંબંધ લગાવશે. તેનાથી આ ક્ષેત્રની આસપાસ ઉડાનો બાધિત થશે.

16:56 (IST) 12 Apr 2023
રાજ્યમાં તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવાશે, મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

રાજ્યમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તલાટીની પરીક્ષા હવે 7 મે 2023ના રોજ લેવાશે, મંત્રી ઋષિકેશ પટેલ આ જાહેરાત કરી છે. પહેલા 30 એપ્રિલે લેવાવાની વાત હતી. જોકે પરીક્ષા કેન્દ્રો ન મળતા હવે 7 મે ના રોજ પરીક્ષા યોજાશે.

16:26 (IST) 12 Apr 2023
‘રાજકીય કટોકટી હોવા છતાં, ગેહલોતએ હાજરી આપી ‘: પીએમ મોદીએ વંદે ભારત લોન્ચ દરમિયાન ગેહલોત અને પાયલટના ઝઘડા પર કર્યો કટાક્ષ

https://gujarati.indianexpress.com/national-news/pm-modi-sachin-pilot-ashok-gehlot-rajasthan-congress-bjp-vande-bharat-flag-off-delhi-jaipur-national-updates/90870/

13:55 (IST) 12 Apr 2023
પટના એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી, બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી

બિહારની રાજધાની પટના સ્થિત લોક નાયક જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકીભર્યા કોલ મળ્યા બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડને તાત્કાલિક બોલાવી હતી. હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ એરપોર્ટ પર તપાસમાં લાગેલી છે. જો કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને હાલમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આવી સ્થિતિમાં ફ્લાઇટ્સ પણ તેમના નિર્ધારિત સમયથી અહીં ઉડાન ભરી રહી છે.

https://twitter.com/ANI/status/1646059465463205889?

13:22 (IST) 12 Apr 2023
ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું નિધન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન કેશબ મહિન્દ્રાનું બુધવારે 99 વર્ષની જૈફ વયે નિધન થયું છે. INSPACeના અધ્યક્ષ પવન કે ગોયનકાએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે પુષ્ટી કરી હતી. તેમણે કેશબ મહિન્દ્રાને શ્રદ્ધાંજલી આપી હતી.

11:18 (IST) 12 Apr 2023
કોરોના વાયરસે ફરી ગતિ પકડી, એક દિવસમાં 7830 કેસ નોંધાયા, વધુ 16 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં કોરોના વાયરસના 7830 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત નીપજ્યા છે.

09:32 (IST) 12 Apr 2023
Gujarat latest News updates: મોરબી ઝૂલતા પૂલ હોનારત મામલે મોટી કાર્યવાહી

થોડા મહિનાઓ પહેલા મોરબીમાં થયેલી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાએ સુપરસીડ કરાઈ, 52 નગરસેવકોને ઘર ભેગા કરાયા છે. શહેરી વિકાસ વિભાગે બેજવાબદારી ભર્યું વલણ દાખવવા બદલ 52 નગરસેવકોને ઘર ભેગા કર્યા છે. હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.

08:49 (IST) 12 Apr 2023
મ્યાંમારની સેનાએ સબક સિખવાડવા માટે લઈ લીધો 100 લોકોનો જીવ

મ્યાંમારમાં સેનાએ પોતાના નાગરિકોના ટોળા ઉર હવાઇ હુમલો કર્યો હતો. મંગળવારે કરેલા હવાઇ હુમલામાં 100થી વધારે લોકો માર્યા ગયા છે. આ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જમા થયા હતા.

08:35 (IST) 12 Apr 2023
Gujarat latest News updates: ગુજરાતમાં ઉનાળાની અસર, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

ગુજરાતમાં આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. બીજી તરફ વરસાદની પણ આગાહી થઈ હતી. આવી કાલે એટલે કે 13 એપ્રિલના રોજ કેટલાક જિલ્લામાં માવઠું પણ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઉનાળો આકરો થયો છે. રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. અમદાવાદમાં 14 અને 15 એપ્રિલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતમાં પાટણ શહેર 41.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

08:33 (IST) 12 Apr 2023
Gujarat latest News updates: આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક

શિક્ષણ વિભાગની આજે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જ્ઞાનસેતુ શાળાઓ મામલે કેટલાક શૈક્ષણિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેના પગલે શિક્ષણ વિભાગે સમિતિ રચી હતી. જોકે, આજે મહત્વની બેઠક યોજાશે

08:21 (IST) 12 Apr 2023
બિહારના અરરિયામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે, બિહારના અરરિયા વિસ્તારમાં સવારે 5.35 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

https://twitter.com/NCS_Earthquake/status/1645945457829617665?

Web Title: Live updates breaking news today latest news 12 april 2023 aaj na taja samachar

Best of Express