today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
શિક્ષકોના હક્કમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં શાળાઓ શરુ થાય તે પહેલા જ બદલી કેમ્પ શરુ કરાશે. અગાઉ શિક્ષકોનો બદલી કેમ્પ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે, શિક્ષકોની બદલીના નિયમો આજે જાહેર થશે. શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરાશે. સરકારના આ નિર્ણયથી અંદાજે 30 હજાર પ્રાથમિક શિક્ષકોને ફાયદો થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 12ના સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે “ઘણા મિત્રો કદાચ અપેક્ષાઓ પૂરી ન કરી શક્યા હોય. હું તેમને હિંમત ન હારવા અપીલ કરું છું. એક પરીક્ષા વ્યક્તિની ક્ષમતાને વ્યાખ્યાયિત કરતી નથી. સખત મહેનત કરતા રહો અને તમારા સપનાનો પીછો કરતા રહો. સફળતા તેમને જ મળે છે જેઓ ક્યારેય હાર માનતા નથી,”
ધોરણ 12 માટે શાળાવાર પરિણામમાં JNV એ આ વર્ષે KV શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. JNVs ની એકંદર પાસ ટકાવારી 97.51 ટકા છે. ત્યારબાદ CTSA શાળાઓ 96.77 ટકા સાથે અને KVs 92.51 ટકા સાથે ત્રીજા સ્થાને છે.
CBSE 12માના 2023ના પરિણામમાં 22,622 વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. આ સિવાય કુલ 1,12.838 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવ્યા છે.
આ વર્ષે એકંદરે પાસિંગ ટકાવારીમાં 5.38%નો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે, ધોરણ 12 માટે એકંદરે પાસની ટકાવારી 87.33 ટકા છે, જે ગયા વર્ષના પ્રદર્શન કરતા ઘટાડો છે પરંતુ રોગચાળા પહેલાના વર્ષોથી વધ્યો છે. 2022 માં, એકંદર પાસ ટકાવારી 2020 માં 88.78 ટકા અને 2019 માં 83.40 ટકાની સરખામણીમાં 92.71 ટકા હતી.
વર્ગ 12 CBSe પરિણામોમાં ટોચના 10 શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રદેશો તપાસો

ધોરણ 12 ના પરિણામમાં છોકરીઓએ છોકરાઓ કરતા 6.01 ટકા વધુ સારું પ્રદર્શન કર્યું છે. 84.67 ટકાની પાસ ટકાવારી મેળવનાર છોકરાઓની સરખામણીમાં છોકરીઓએ એકંદરે 90.69 ટકાની પાસ ટકાવારી નોંધાવી છે. થર્ડ જેન્ડર કેટેગરીમાં 60 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.
સીબીએસસી બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામાં કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ – cbse.gov.in, cbseresults.nic.in અથવા results.nic.in પર પરિણામ જોઈ શકે છે.

Cryptocurrency : બિટકોઈનિસ્ટના જણાવ્યા મુજબ, 7 મે, 2023ના રોજ, BRC-20 વ્યવહારોનું પ્રમાણ 65% ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/cryptocurrency-brc-20-token-bitcoin-blockchain-ethereum-erc-20-ordinals-protocol-json-fungible-token-rajagopal-menon-business/116090/

Stocks To Watch: અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, મેનકાઇન્ડ ફાર્મા, વીઆઇ, ભારતી એરટેલ, આરઆઇએલ, આઇશર, બીએસઇ
આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/stocks-to-watch-in-focus-adani-total-gas-transmission-mankind-pharma-vi-bharti-eicher-bse-share-market/116072/

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/sports/nhrc-sexual-harassment-panels-notice-sports-bodies-ministry/116073/
ગુજરાતમાં ઉનાળો વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. અમદાવાદમાં તાપમાન 43થી 44 ડિગ્રી રહી શકે છે. સુરતમં યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતના 12 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, પીએમ મોદી શુક્રવારે લગભગ રૂ. 4,400 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા અને 19,000 લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ફાળવણી કરવા માટે ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન, તેમાં ઉમેર્યું હતું કે, મોદી રૂ. 2,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

manipur violence, security force : રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આંકડા પ્રમાણે કટેલાક સપ્તાહથી જાતીય હિંસામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થઈ ચૂક્યા છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/manipur-violence-policeman-martyred-in-clash-with-suspected-extremists/116027/
Fastest Fifty in IPL History : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 98 રન બનાવ્યા
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/sports/yashasvi-jaiswal-slams-fastest-half-century-in-ipl-history/115990/
today Horoscope, 12 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અહિં વાંચો તમારું રાશિ ભવિષ્ય- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-12-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/115979/