today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે માફિયા અતીક અહમદના પુત્ર અસદ અહમદના એન્કાઉન્ટર પર ભાજપા સરકાર પર પ્રહાર કર્યો છે. અખિલેશે ટ્વિટ કર્યું કે ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. ભાજપ કોર્ટ પર વિશ્વાસ કરતું નથી. આજના અને હાલના એન્કાઉન્ટરોની તપાસ થાય અને દોષિતોને છોડવામાં ન આવે. સાચા ખોટોના નિર્ણયનો અધિકાર સત્તાનો હોતો નથી. ભાજપ ભાઇચારાની વિરુદ્ધ છે.
https://twitter.com/yadavakhilesh/status/1646448267499020288
ન્યૂઝ બ્રોડકાસ્ટર બીબીસીની મુશ્કેલીઓ વધી શકે છે. પ્રવર્તન નિદેશાલયએ એફઇએમએ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. કંપની પર ફોરેન એક્સચેન્જ ઉલ્લંઘન આરોપ લગાવ્યો હતો.
અતિક અહમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશ એસટીએફે ઠાર માર્યો છે. એસટીએફે અસદનું એન્કાઉન્ટર કર્યું છે. ઝાંસી પાસે થયેલા એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ પણ માર્યો ગયો છે. ન્યૂઝ એન્જસી એએનસી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના ટીમના નેતૃવ નાયબ એસપી નવેંદુ અને નાયબ એસી વિમલ કરી રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં રખડતા ઢોર નિયમંત્રણ માટે નવી પોલિસી બનાવાઈ.
અજાણ્યા હુમલાખોરો દ્વારા ભારતીય સૈન્યના ચાર સૈનિકો ઊંઘમાં માર્યા ગયાના કલાકો પછી પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે અન્ય એક સૈનિકનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ મામલો “કથિત રીતે આત્મહત્યાના પ્રયાસનો લાગે છે”.
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 45 હજારની નજીક પહોંચ્યો છે.
માફિયા ડોન અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાં બુધવારે સાંજે લાવવામાં આવ્યો હતો. આજે તેને ઉમેશ પાલ હત્યાંકાડ મામલે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા જ અતીક અહમદની જેલમાં તબિયત લથડી હતી.
બરોડા ડેરીમાં આજે ચૂંટણી થવા જઇ રહી છે. ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના નામનું મેન્ડેટ આપશે. 2 મહિના માટે પ્રમુખ અને ઉપ પ્રમુખ બનાવાશે.
તાજેતરમાં ઉનામાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ કર્યું હતું. જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉના સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે.