scorecardresearch
Live

Today News Live Updates: એપ્રિલમાં ભારત આવશે પાકિસાનના રક્ષા મંત્રી, શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા મોકલ્યું નિમંત્રણ

Today Latest news updates, 15 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
20:05 (IST) 15 Mar 2023
એપ્રિલમાં ભારત આવશે પાકિસાનના રક્ષા મંત્રી, શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા મોકલ્યું નિમંત્રણ

ભારતે એપ્રિલમાં નવી દિલ્હીમાં યોજાનાર શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને નિમંત્રણ મોકલાવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે ખ્વાજા આસિફે ભારત સરકારના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. ભારત વર્તમાનમાં એસસીઓની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતે મે માં યોજાનાર એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને પણ નિમંત્રણ મોકલ્યું છે.

16:05 (IST) 15 Mar 2023
લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસાને રાહત, કોર્ટે લેન્ડ ફોર જોબ મામલામાં આપ્યા જામીન

જમીનના બદલે નોકરીના મામલામાં લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉત એવેન્યૂ કોર્ટે બુધવારે તેમને જામીન આપ્યા છે. ઇડીએ લાલુ અને તેમના પરિવાર સહિત 14 લોકોને સમન્સ મોકલાવ્યું હતું.

14:14 (IST) 15 Mar 2023
મૂસાવાલા હત્યા, સલમાનનો ઘમંડ, હું રાષ્ટ્રવાદી છું… જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ ખુલાસો કર્યો રહસ્યો

પંજાબી સિંગર સિદ્ધુ મૂસાવાલા મર્ડર કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં કેદ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે આ ઈન્ટરવ્યુ જેલમાંથી જ આપ્યો છે. આ દરમિયાન તેણે સિંગરની હત્યા સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે મુસેવાલાની હત્યાના પ્લાનિંગ અને બોલિવૂડ અભિનેતા સલમાનને ધમકી આપવાની પણ વાત કરી હતી.

14:00 (IST) 15 Mar 2023
Budget session: અદાણી કેસ પર વિરોધ પક્ષોની માર્ચ, હવે JPC તપાસ બાદ EDને ફરિયાદ કરશે

અદાણી ગ્રુપ સામે વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો છે. સંસદથી લઈને રોડ સુધી વિપક્ષ આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ પણ ઈડી ઓફિસ સુધી માર્ચ કાઢવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષી પાર્ટીઓ વિજય ચોકથી આગળ વધતા જ દિલ્હી પોલીસે તેમને રોકી દીધા. આ પહેલા બુધવારે સંસદ ભવનમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં યોજાયેલી બેઠકમાં વિપક્ષના અનેક સાંસદોએ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતા તમામ સાંસદોની સહી કરેલો પત્ર EDને સોંપશે.

માર્ચ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે અદાણી કૌભાંડમાં મેમોરેન્ડમ આપવા માટે ડાયરેક્ટર EDને મળવા જઈ રહ્યા છીએ. પરંતુ સરકાર અમને વિજય ચોક પાસે ક્યાંય જવા દેતી નથી, તેઓએ અમને રોક્યા છે. લાખો રૂપિયાનું કૌભાંડ છે, એલઆઈસી, એસબીઆઈ અને અન્ય બેંકો બરબાદ થઈ ગઈ છે.

13:58 (IST) 15 Mar 2023
Budget session: અદાણી કેસ પર વિરોધ પક્ષો મોરચો, હવે JPC તપાસ બાદ EDને ફરિયાદ કરશે

અદાણી ગ્રુપ સામે વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો છે. સંસદથી લઈને રોડ સુધી વિપક્ષ આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ પણ ઈડી ઓફિસ સુધી માર્ચ કાઢવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષી પાર્ટીઓ વિજય ચોકથી આગળ વધતા જ દિલ્હી પોલીસે તેમને રોકી દીધા. આ પહેલા બુધવારે સંસદ ભવનમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં યોજાયેલી બેઠકમાં વિપક્ષના અનેક સાંસદોએ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતા તમામ સાંસદોની સહી કરેલો પત્ર EDને સોંપશે.

માર્ચ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે અદાણી કૌભાંડમાં મેમોરેન્ડમ આપવા માટે ડાયરેક્ટર EDને મળવા જઈ રહ્યા છીએ. પરંતુ સરકાર અમને વિજય ચોક પાસે ક્યાંય જવા દેતી નથી, તેઓએ અમને રોક્યા છે. લાખો રૂપિયાનું કૌભાંડ છે, એલઆઈસી, એસબીઆઈ અને અન્ય બેંકો બરબાદ થઈ ગઈ છે.

11:16 (IST) 15 Mar 2023
Gujarat News latest Updates : માવઠા અંગે મોટી આગાહી, 14 જિલ્લામાં પડી શકે માવઠું

ગુજરાતમાં 14 જિલ્લામાં પડી શકે છે માવઠું, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની કરી આગાહી

09:04 (IST) 15 Mar 2023
Corona Update: કોરોનાએ ફરી ગતિ પકડી, 24 કલાકમાં કેસ બમણા થયા, દિલ્હીથી મુંબઈ સુધી કેસ વધ્યા

દેશમાં કોરોનાએ ફરી જોર પકડવાનું શરૂ કર્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ અને હિમાચલ સુધી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં માત્ર 24 કલાકમાં કોરોના કેસની ઝડપ બમણી થઈ ગઈ છે. હિમાચલની પણ એવી જ હાલત છે. હિમાચલમાં 42 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પછી આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. હોસ્પિટલોમાં પુરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. NHMના ડાયરેક્ટર હેમરાજ બૈરવાએ જણાવ્યું કે શરદી, ઉધરસ અને શરદીના દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

08:01 (IST) 15 Mar 2023
Gujarat News latest Updates : અમદાવાદના સિંધુભવન રોડ પર અકસ્માત

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.

Web Title: Live updates breaking news today latest news 14 march 0 3 aaj na taja samachar

Best of Express