scorecardresearch
Live

Today News Live Updates: અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ તરીકે ચાલું રહેશે

Today Latest news updates, 14 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news, breaking news, latest news updates
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
16:35 (IST) 14 Mar 2023
અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ તરીકે ચાલું રહેશે

અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહે

12:43 (IST) 14 Mar 2023
‘અમને બાબરી મસ્જિદ નથી જોઈતી, અમે ઈચ્છીએ છીએ…’ આસામના મુખ્યમંત્રી સરમાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા

કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં સત્તા કબજે કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે (13 માર્ચ, 2023) ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાત લીધી હતી. કનકગિરીમાં 'વિજય સંકલ્પ' રેલીને સંબોધતા આસામના મુખ્યમંત્રીએ લોકોને ભાજપને સત્તામાં લાવવા અપીલ કરી હતી. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આપણે અહીં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવાની છે. અમને હવે બાબરી મસ્જિદની જરૂર નથી, અમારે રામ જન્મભૂમિ જોઈએ છે.

12:28 (IST) 14 Mar 2023
Umesh Pal Murder Case: ઉમેશ પાલના હત્યારા પર 5-5 લાખનું ઈનામ, અતીકનો પુત્ર અસદ પણ બન્યો મોસ્ટ વોન્ટેડ

ઉત્તર પ્રદેશ પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપીઓ પર ઈનામની રકમ બમણી કરી દીધી છે. ગેંગસ્ટર અને પૂર્વ સાંસદ અતીક અહેમદનો પુત્ર અસદ પણ આ કેસમાં આરોપી છે અને હાલમાં ફરાર છે. અસદ સહિત પાંચ લોકોની માહિતી માટે સોમવારે ઈનામની રકમ બમણી કરીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

10:39 (IST) 14 Mar 2023
લાલુ પરિવાર પર ED-CBIની કાર્યવાહી બાદ મનોજ ઝાએ કહ્યું- આગામી દિવસોમાં ઘણી વસ્તુઓ જાહેરમાં લાવવામાં આવશે

રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ નોકરી માટે જમીન કૌભાંડમાં લાલુ યાદવના પરિવાર અને RJDના કેટલાક નેતાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI દ્વારા કરાયેલી તાજેતરની કાર્યવાહીને બદલાની રાજકીય કાર્યવાહી ગણાવી છે. આરજેડી નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પટનામાં પડકાર ફેંક્યો છે કે દરોડા પછી તૈયાર કરાયેલી સીઝર યાદીને સાર્વજનિક કરવામાં આવે.

જ્યારે RJDના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા મનોજ ઝાએ સોમવારે (13 માર્ચ) Jansatta.comને આ માહિતી આપી, ત્યારે અમે તેમને પૂછ્યું કે શા માટે તેજસ્વી પોતે તેને સાર્વજનિક નથી કરતા અથવા મીડિયાને જણાવતા નથી? મનોજ ઝાએ આ અંગે કાયદાને ટાંક્યો હતો. આ પહેલા તેમણે આરોપ લગાવ્યો હતો કે દરોડામાં રિકવરી અંગે મીડિયામાં જે પણ સમાચાર આવ્યા છે તે લગાવવામાં આવ્યા છે. તેમણે આને રાજકીય લડાઈ ગણાવી હતી અને કહ્યું હતું કે આવનારા દિવસોમાં ઘણી બધી બાબતોને પબ્લિક ડોમેનમાં લાવવામાં આવશે.

10:36 (IST) 14 Mar 2023
Terror Funding Case: જમ્મુ-કાશ્મીરમાં NIAના અનેક સ્થળોએ દરોડા, ટેરર ​​ફંડિંગ સામે સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી

NIA Raids: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટાર્ગેટ કિલિંગને લઈને એક સાથે કાશ્મીરના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા ટેરર ​​ફંડિંગ અને અન્ય આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. જાણકારી અનુસાર, NIAની ટીમે એક સાથે શોપિયન જિલ્લાના વાચી વિસ્તાર, નેહમા, પુલવામા જિલ્લાના લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે.

શા માટે થઈ રહ્યા છે દરોડા?

NIAનો આ દરોડો અલ્પસંખ્યકો અને સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવાના મામલામાં કરવામાં આવી રહ્યો છે. આ મામલા આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAને માહિતી મળી છે કે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથોના સંપર્કમાં રહેલા હેન્ડલર્સ દ્વારા આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

09:20 (IST) 14 Mar 2023
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આજથી શરુ, આશરે 16 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ધોરણ 10-12ના કુલ 16.55 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56,633 બ્લોકમાં પરીક્ષા લેવાશે. સ્ટેટ લેવલે પરીક્ષાના બે દિવસ પહેલા 24 કલાકનો કંટ્રોલરૂમ શરૂ કરાશે અને દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ બનશે.

09:16 (IST) 14 Mar 2023
ગુજરાતમાં H3N2 વાયરસથી પહેલું મોત, વડોદરામાં વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહેલા મહિલાનું મોત

દેશ અને ગુજરાતમાં H3N2 વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાત માટે ખરાબ સમાચાર આવી ગયા છે. રાજ્યમાં આ વાયરસના કારણે પહેલું મોત નીપજ્યું હતું. બીજી તરફ સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજુ જ્યારે ગુજરાતમાં પ્રથમ મોત નોંધાયું છે. વડોદરામાં 58 વર્ષના મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા. તેઓ એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. રાજ્યમાં એસએસજી હોસ્પિટલમાં નવા વાયરસથી પ્રથમ મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે.

09:10 (IST) 14 Mar 2023
કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીનું હાર્ટ એટેકના કારણે નિધન

સોમવારે મોડી રાત્રે રાજપૂ કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું જયપુરની હોસ્પિટલમાં નિધન થયું હતું. કાલવીનુ મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. લોકેન્દ્ર કાલવી લાંબા સમયથી બીમાર હતા. જૂન 2022માં બ્રેન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આપને જણાવી દઈએ કે, અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. જે બાદ કાલવીના અંતિમ સંસ્કાર નાગૌર જિલ્લાના તેમના પૈતૃક ગામમાં મંગળવારે બપોરે 2.15 કરવામાં આવશે.

Web Title: Live updates breaking news today latest news 14 march 2023 aaj na taja samachar

Best of Express