Live

Today News Live Updates: કોરોના વાયરસ અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 લોકો કોરોનાની અડફેટે ચડ્યા

Today Latest news updates, 15 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : April 15, 2023 13:19 IST
Today News Live Updates: કોરોના વાયરસ અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 લોકો કોરોનાની અડફેટે ચડ્યા
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Live Updates

"જો હું ચોર છું તો દુનિયામાં કોઇ ઇમાનદાર નથી" અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે મનિષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે 14 ફોન તોડી દીધા, પછી ઇડી કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેમની પાસે છે. સીબીઆઈ કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા છે તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારુ કૌભાંડ થયું છે.

કર્ણાટક ચૂંટણીના માહોલમાં બીજુ દૂધ યુદ્ધ : અમૂલ, નંદિની વિવાદ વચ્ચે રાજ્યમાં કેરળ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની એન્ટ્રી

કોરોના વાયરસ અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 લોકો કોરોનાની અડફેટે ચડ્યા

કોરોના વાયરસની રફ્તાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 10,753 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો 53,720 થયો છે. ઉલ્લેખનીય છે કે 11,109 લોકો કોવિડ પોઝિટિવ થયા હતા.

અસદ એન્કાઉન્ટરઃ દફનાવામાં આવી અસદ અહમદની લાશ, નાના બોલ્યા, ખુબ જ પ્રેમથી ઉછેર્યો હતો

ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા એનકાઉન્ટરમાં ઠાર મરાયેલા અતીક અહમદના પુત્ર અસદના અંતિમ સંસ્કાર કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદની લાશને દફનાવતા સમયે કડક સુરક્ષા વચ્ચે પ્રયાગરાજના કબ્રસ્તાન લઇ જવાયો હતો. મોહમ્મદ અરશદ મૌલાનાએ જણાવ્યું કે અતીક અહમદના પિતાના પણ અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અસદના પરિવારના સભ્ય અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહ્યા હતા.

હેલ્થ ટિપ્સ: જમ્યાપછી સુસ્તી ટાળવા અને તમારા ગ્લુકોઝ લેવલને સ્થિર રાખવા તમારે આ કરવું જોઈએ

જાપાનમાં વડાપ્રધાન કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ, મચ્યો હડકંપ, શકમંદની ધરપકડ

જાપાનમાં વડાપ્રધાન કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ

જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ શનિવારે વડાપ્રધાન ફૂમિયો કિશિદા કો વાકાયામાથી નીકળી ગયા હતા. જાપાની સમાચાર સેવા જિજીએ કહ્યું હતું કે 15 એપ્રિલે વાકાયામા શહેરમાં એક ભાષણ દરમિયાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.

મહારાષ્ટ્રના રાયગઢમાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, અનેક લોકો ઘાયલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

મહારાષ્ટ્રના રાયગઢમાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, અનેક લોકો ઘાયલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લામાં શનિવારે સવારે ખીણમાં બસ ખાબકી હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં પુણે-રાયગઢ સીમા ઉપર સવારે 4.30 વાગ્યે ઘટી હતી. જ્યારે બસ પુણેથી પિંપલ ગુરાવથી ગોંરેગાંવ જઈ રહી હતી. દુર્ઘટના સમયે બસમાં 41 યાત્રીઓ સવાર હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.

Gujarat News latest Updates: કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન, નુકસાનની અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે, કેરીની હરાજી વહેલા શરુ થશે

ઉનાળાની શરુઆતમાં ગુજરાતમાં થયેલા માવઠાના પગલે કેરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે કેરીના પાક અંગે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે કે નુકસાનની અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. 18 એપ્રીલથી તાલાળા એપીએમસીમાં કેસર કેરીની હરાજી શરું થશે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે હરાજ વહેલી શરુ થશે.

Gujarat News latest Updates: કુર્મી પાટીદારોની બિઝનેસ સમિટ યોજાશે

મહેસાણાના વિસનગરમાં કુર્મી પાટીદારોની બિઝનેસ સમિટ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Gujarat News latest Updates: ગુજરાતમાં ગરમી વધતા અમદાવાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય

ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે વધતો જાય છે ત્યારે ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી પણ કરવામાં આવી છે. ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિ પોલીસ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહવનો નિર્ણય કર્યો છે. નિર્ણય પ્રમાણે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે. બપોરે 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે. હાલ શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા છે.

Guajrat Covid update : ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં શુક્રવારે કોરોના સંક્રમણના 392 નવા કેસ અને 1 દર્દીનું મોત

રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરવાનું શરૂ કર્યું, સોનિયા ગાંધીના નિવાસસ્થાને સામાન લઇ જવાયો

અસદ અહમદ એન્કાઉન્ટર : ઉત્તર પ્રદેશમાં 6 વર્ષમાં એન્કાઉન્ટરમાં 183 ગુનેગારને ઠાર કરાયા, શું ‘ઓપરેશન લંગડા’?

આજનો ઇતિહાસ 15 એપ્રિલ : ટાઇટેનિક જહાજ દરિયામાં ડૂબી જતા 1500 લોકોએ જીવ ગુમાવ્યો હતો

Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકો માટે કોઈ વાતને લઈને જીદ્દી રહેવાથી મુશ્કેલીઓ વધી શકે છે

Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ