scorecardresearch
Live

Today News Live Updates: જીતન રામ માંઝીએ નીતિશ કુમારને આપી ચેતાવણી, કહ્યું – અમે પોતાનો વાયદો તોડી પણ શકીએ છીએ

Today Latest news updates, 16 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

CBI riad on medical graduates in himachal pradesh/ CBI raid news
સીબીઆઈના દરોડા

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:39 (IST) 16 May 2023
સિક્કિમ સ્થાપના દિવસ : આઝાદીના બે દાયકા બાદ સિક્કિમના ભારતમાં વિલીનીકરણની કહાણી, ઇન્દિરા ગાંધી અને ‘RAW’એ ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

https://gujarati.indianexpress.com/national-news/sikkim-foundation-day-indira-gandhi-raw-action-plan-for-integrate-sikkim-into-india/119668/

17:24 (IST) 16 May 2023
જીતન રામ માંઝીએ નીતિશ કુમારને આપી ચેતાવણી, કહ્યું – અમે પોતાનો વાયદો તોડી પણ શકીએ છીએ

હિન્દુસ્તાની આવામ મોરચાના સંરક્ષક અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ નીતિશ કુમારને લઇને ફરી નિવેદન કર્યું છે. જેનાથી લાગે છે કે નીતિશ કુમારને લઇને માંઝીનું મન બદલી રહ્યું છે. જીતન રામ માંઝીએ કહ્યું કે અમે નીતિશ કુમાર સાથે રહેવાના સોગંધ ખાતા છે પણ રાજનીતિમાં કોઇ સોગંધ હોતા નથી. આ દરમિયાન તેમણે નીતિશ કુમારની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે મને ઘણું સન્માન આપ્યું છે. તેમણે મને મુખ્યમંત્રી બનાવ્યો હતો.

14:53 (IST) 16 May 2023
Karnataka CM Race: શિવકુમાર કે સિદ્ધારમૈયા? ખડગેના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં મંથન શરૂ

Karnataka CM Race : કર્ણાટકના નવા મુખ્યમંત્રી (Karnataka New CM) કોણ બનશે? સિદ્ધારમૈયા (siddaramaiah) કે ડીકે શિવકુમાર (dk shivakumar)? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) ના ઘરે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત કોંગ્રેસ (Congress) નેતાઓ મંથન કરવા ભેગા થયા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-cm-race-shivakumar-or-siddaramaiah-rahul-gandhi-reached-kharge-house-brainstorming-started-in-congress/119311/

13:48 (IST) 16 May 2023
લેન્ડ ફોર જોબ કેસમાં દિલ્હી, પટના સહિત 9 જગ્યાએ સીબીઆઈના દરોડા, લાલુના નજીકના પ્રેમચંદ ગુપ્તા સામે એક્શન

જમીનના બદલે નોકરી કૌભાંડમાં એકવાર ફરીથી લાલુના નજીકના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સીબીઆઇ દ્વારા આ લોકોના સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ આ મામલે દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને પટના સહિત નૌ ઠેકાણાં ઉપર છાપેમારી કરી રહી છે. સૂત્રો પ્રમાણે પટના અને આરામાં રાજદ ધારાસભ્ય કિરણ દેવી અને પૂર્વ રાજદ ધારાસભ્ય અરુણ યાદવના પૈતૃક આવાસ સહિત સ્થળો પર સીબીઆઈ રેડ કરી રહી છે.

12:50 (IST) 16 May 2023
કર્ણાટકના મુખ્યમંત્રીના નામ પર આજે થશે જાહેરાત, ડીકે શિવકુમાર પહોંચ્યા દિલ્હી

કર્ણાટકના નવા મુખ્યમંત્રી પસંદ કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ત્રણ ઓબ્ઝર્વર, પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સાથે બેઠક કરી હતી. આ વચ્ચે ડીકે શિવકુમારના ભાઈ અને લોકસભા સાંસદ ડીકે સુરેશ પણ પાર્ટી અધ્યક્ષને મળ્યા હતા.

12:46 (IST) 16 May 2023
Accident : Accident : સુરેન્દ્રનગરમાં કાર પલટી મારતા 2ના મોત, નર્મદા નદીમાં બોટ દુર્ઘટનામાં ભાવનગરના પરિવારે કુળદિપક ગુમાવ્યો

Gujarat Accident in death : ગુજરાતના બે પરિવાર અકસ્માતનો ભોગ બન્યા. સુરેન્દ્રનગર કાર અકસ્માત (surendranagr car accident) માં દંપત્તિનું મોત (Death of a couple), તો એમપી (MP) માં નર્મદા નદી (Narmada River) માં બોટ પલટી (Boat Accident) મારતા ભાવનગર (Bhavnagar) ના બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનું મોત, અને એક લાપતા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/gujarat/gujarat-accident-2-killed-surendranagar-car-overturning-gujarat-bhavnagar-devotee-boat-overturning-child-mp-one-missing/119132/

12:28 (IST) 16 May 2023
National Dengue Day 2023 : વિશ્વભરમાં ડેન્ગ્યુના ચેપમાં ઝડપી વધારો, તેના લક્ષણો, કારણો અને નિવારણ શું હોઈ શકે?

National Dengue Day 2023 : ડેન્ગ્યુ ( Dengue) વાયરસ એડીસ એજીપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે.ડેન્ગ્યુથી સંક્રમિત દર ચારમાંથી એક વ્યક્તિ બીમાર થવાની સંભાવના છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/national-dengue-day-2023-dengue-cases-in-india-symptoms-causes-prevention-health-tips-awareness-ayurvedic-life-style/119131/

12:23 (IST) 16 May 2023
Artificial Intelligence : શું AI માનવ સંહારમાં પરિણમી શકે? આ ટેક્નોલોજીમાં ફાયદાકારક અને પડકારરૂપ બંને બનવાની ક્ષમતા

Artificial Intelligence : માર્કેટ રિસર્ચએ અનુમાન લગાવ્યું છે કે AI સાયબર-અટેકમાં ચેનલ કરી શકાય છે અને નોકરીની તકોને વિક્ષેપિત કરી શકે છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/artificial-intelligence-ai-elon-musk-the-white-house-twitter-safety-democracy-privacy-spiceworks-ziff-davis-information-technology/119058/

12:13 (IST) 16 May 2023
મધ્ય પ્રદેશમાં સ્થાનિક ક્રાઇમ શોથી પ્રેરિત 3 સગીરોએ તેમના 12 વર્ષના મિત્રની હત્યા કરી

ત્રણ છોકરાઓ જેમાંથી સૌથી નાનો 11 વર્ષનો હતો, તેમણે કથિત રીતે તેમના 12 વર્ષીય મિત્રની હત્યા કરી હતી, જેણે મધ્યપ્રદેશના સિવની જિલ્લાના એક ગામમાં એક આરોપી સાથે તેની મોટી બહેનના અહેવાલ સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેયએ છોકરાનું સાયકલ ચેઇન વડે ગળું દબાવી દીધું હતું અને બાદમાં તેનું માથું પથ્થરથી તોડી નાખ્યું હતું અને રવિવારે તીક્ષ્ણ છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું.

11:49 (IST) 16 May 2023
શહબાજ શરીફની કડક એક્શનની તૈયારી, 3.30 વાગ્યે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક, લાહોરમાં 7 દિવસ સુધી કલમ 144 લાગુ

pakistan former PM imram khan arrested case : નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને ઇમરાનને યહૂદી એજન્ટ ગણાવ્યા છે. હમરાન ખાન અને તેમના સમર્થક વિરુદ્ધ આર્મી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનાથી ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/world/imran-khan-arrested-shahbaz-sharif-prepares-for-strict-action-national-security-council-meeting/119075/

11:13 (IST) 16 May 2023
શહબાજ શરીફની કડક એક્શનની તૈયારી, 3.30 વાગ્યે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠખ, લાહોરમાં 7 દિવસ સુધી કલમ 144 લાગુ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અત્યારે પીએમ શહબાજ શરીફે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. અત્યારની હાલત જોતા શરબાજ શરીફે બપોરે 3.30 વાગ્યે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. જેમાં અત્યારે હાજર ચીફ જસ્ટીસના રાજીનામાની માંગ કરી છે. લાહોરમાં આગામી સાત દિવસ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને ઇમરાનને યહૂદી એજન્ટ ગણાવ્યા છે. હમરાન ખાન અને તેમના સમર્થક વિરુદ્ધ આર્મી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનાથી ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

10:55 (IST) 16 May 2023
Umesh Pal Murder : વિદેશ નહીં ભાગી શકે અતીકની પત્ની શાઇસ્તા, ગુડ્ડુ મુસ્લિમ અને સાબિર યુપી પોલીસે રજૂ કરી લુકાઉટ નોટિસ

ઉમેશ પાલ હત્યાકાંડને આશરે ત્રણ મહિના થયા છે પરંતુ માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, ગુડ્ડુ મુસ્લિમ અને સાબિરને ઉત્તર પ્રદેશ એસટીએફને કોઈ પુરાવો મળ્યો નથી. આ ત્રણે લોકોની વિદેશ ભાગી જવાની આશંકા વચ્ચે ત્રણેય સામે લુકઆઉટ નોટિસ વ્યક્ત કરી છે. એસટીએફને આશંકા છે કે ત્રણેય વિદેશ ભાગી શકે છે. ત્રણેની શોધમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી પકડથી દૂર છે. ઉત્તર પ્રદેશ પોલીસે શાઇસ્તા પરવીન પર 50 હજાર રૂપિયાનું ઇનામ પહેલાથી જ જાહેર કરી દીધું છે.

10:46 (IST) 16 May 2023
WhatsApp New Feature : વ્હોટ્સએપે પ્રાઇવેટ ચેટને સુરક્ષિત રાખવા માટે ચેટ લોક ફીચર ઉમેર્યું

WhatsApp New Feature : વ્હોટ્સએપને યુઝર્સની પ્રાઇવસી વધુ વધારવા માટે વ્યક્તિગત ચેટ્સને લૉક કરવાનો ઓપ્શન મળ્યો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/how-to-use-whatsapp-chat-lock-enable-technology-updates/119013/

10:43 (IST) 16 May 2023
યુકેમાં અભ્યાસનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારી તક, આ યુનિવર્સિટી આપી રહી છે સ્કોલરશીપ

study in uk, scholarship : યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર 2023થી શરૂ થતા ત્રણ વર્ષના અભ્યાસ માટે ટ્યુશન ફીના 50 ટકા સાથે પૂર્ણ-સમયના અંડરગ્રેજ્યુએટ કોર્સનો અભ્યાસ કરવા માટે ફેરર ફ્યુચર ગ્લોબલ સ્કોલરશિપ 2023 ઓફર કરી રહી છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/university-of-hull-invites-applications-for-fairer-future-global-scholarship-for-indian-students/119026/

10:31 (IST) 16 May 2023
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલ્મેટ કાયદાનો ભંગ થતાં પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Amitabh Bachchan: મુંબઇ પોલીસ અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-and-anushka-sharma-against-police-action-for-taking-bike-ride/119018/

09:51 (IST) 16 May 2023
Gujarat weather Updates: ગુજરાતમાં ગરમીથી રાહત મળશે, મોચા વાવાઝોડું નબળું પડતા પવનની દિશા બદલાશે

ગુજરાતમાં ઉનાળો અત્યારે ચરમસીમાએ છે જોકે, હવે ગુજરાતમાં ગરમીથી થોડી રાહત મળશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠે ઊભું થયેલું મોચા વાવાઝોડું નબળું પડતા પવનની દિશા બદલાશે જેથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનું તાપમાન ઘટવાનું અનુમાન છે.

09:29 (IST) 16 May 2023
Beetroot Cucumber Raita : આ રેસીપીમાં માત્ર 109 કેલરી છે, જે વજન ઘટાડવા માટે યોગ્ય છે

Beetroot Cucumber Raita : શું તમે વજન ઘટાડવા મદદગાર થાય એવી આ સ્વાદિષ્ટ-લીસિયસ રેસીપી અજમાવવા માંગો છો?

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/beetroot-cucumber-raita-easy-snacks-curd-recipes-filling-weight-loss-diet-health-tips-benefits-awareness-ayurvedic-life-style-fitness/118998/

09:27 (IST) 16 May 2023
કુનો નેશનલ પાર્ક ચિત્તાના મોત : ચિત્તાઓમાં મુશ્કેલ પ્રજનન પરંતુ તેમના મોતને ટાળી શકાયા હોત, અહીં જાણો કેમ?

Kuno National Park cheetah dead : નર ચિત્તાઓ માટે માદાઓ પ્રત્યે હિંસક વર્તન દર્શાવવું સામાન્ય છે અને જાતિઓને એકસાથે કેદમાં રાખવી કુનોમાં પ્રથા છે જે હંમેશા જોખમી હોય છે.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://indianexpress.com/article/explained/cheetahs-are-difficult-breeders-but-kuno-death-was-avoidable-heres-why-8611118/

08:47 (IST) 16 May 2023
કર્ણાટકના મુખ્યમંત્રીના નામની આજે થશે જાહેરાત, ડીકે શિવકુમાર પણ જઇ રહ્યા છે દિલ્હી

કર્ણાટકની કમાન કોના હાથમાં જશે એ અંગે હજી પણ સસ્પેન્શ બનેલું છે. રાજ્યમાં કોંગ્રેસની ધમાકેદાર જીત બાદ 135 ધારાસભ્યો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારમાંથી મુખ્યમંત્રી પસંદ કરવાની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સાંજ સુધીાં પાર્ટી નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેશે. રાજ્ય સભા સાંસદ અને કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સાંજ સુધીમાં પાર્ટી જાહેરાત કરી દેશે.

08:30 (IST) 16 May 2023
કર્ણાટકના નવા મુખ્યમંત્રી પર મંથન: જનતાના નેતા તરીકે સિદ્ધારમૈયાનું પલ્લુ મજબૂત, તો શિવકુમાર પણ આપી રહ્યા છે કડક ટક્કર

New chief minister of karnataka : કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે જનતાના નેતા કહેવાતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજકીય દુનિયામાં મજબૂત પકડ બનાવેલા અત્યારના કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારના નામ ચર્ચાઇ રહ્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-new-chief-minster-name-siddaramaiah-and-dk-shivkumar-election-result/118980/

08:27 (IST) 16 May 2023
અક્ષય કુમારને મળ્યો પ્રેમમાં દગો, સાંભળો ‘ક્યાં લોગે તુમ’ ગીત

Akshay Kuamr Kya loge Tum Song: અક્ષય કુમારે ગઇકાલે સોમવારે તેના નવા રોમેન્ટિક ટ્રેક ‘ક્યા લોગ તુમ’નું અનાવરણ કર્યું. આ ગીતમાં અક્ષય કુમાર અને અભિનેત્રી અમાયરા દસ્તુર છે.

ગીત સાંભળવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/akshay-kumar-praaks-kya-loge-tum-song-instagram-new-movie/118968/

07:57 (IST) 16 May 2023
Weather Updates: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમામ, ચોમાસું વહેલું આવવાના સંકેત

હવામાનશાસ્ત્રીએ ચોમાસા અંગે અનુમાન લગાવ્યું છે. તેમના અનુમાન પ્રમાણે ચોમાસું વહેલું આવવાના સંકેત છે. વાદળો ચોમાસાનો શુભ સંકેત આપતા હોવાનો દવો કર્યો છે.

07:53 (IST) 16 May 2023
National News update : મધ્ય પ્રદેશણાં નર્મદા નદીમાં બોટ પલટી, બાળકનું મોત, ભાવનગરના લોકો હતા સવાર

મધ્ય પ્રદેશમાં નર્મદા નદીમાં બોટ પલટ્યાના સમાચાર મળી રહ્યા છે. બોટ પલટી જતાં એક બાળકનું મોત નીપજ્યું છે. બોટમાં સવાર તમામ લોકો ભાવનગરના હતા. જોરદાર પવનના કારણે બોટ પલટી ગઈ હતી. અને બોટલમાં એક જ પરિવારના લોકો સવાર હતા. ચાર લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે.

07:41 (IST) 16 May 2023
Gujarat News updates : સાયલા-ચોટીલા હાઇવે પર કાર પલટી, દંપતિનું મોત, પાંચ ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા-ચોટીલા હાઇવે પર કારનું ટાયર ફાટતા કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતક દંપતિ સાયલાના ધાંધલપુર ગામના વતની હતી. 5 ઘાયલ લોકો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

07:36 (IST) 16 May 2023
સુધા મૂર્તિએ શાહરૂખ ખાન અંગે કહી આ મોટી વાત, આ કારણથી આખુ વર્ષ જોવી પડતી હતી ફિલ્મો

Sudha Murty: ઈન્ફોસિસના સ્થાપક સુધા મૂર્તિએ પણ કપિલ શર્મા શો (Kapil Sharma Show) માં ફિલ્મો પ્રત્યેના તેમના પ્રેમની ચર્ચા કરી હતી. તેણે જણાવ્યું કે તે કેવી રીતે ફિલ્મોની શોખીન છે અને તેણે 365 ફિલ્મો જોઈ છે. આ દરમિયાન તેણે શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે એક મોટી વાત પણ કહી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો– https://gujarati.indianexpress.com/entertainment/sudha-murty-said-only-shah-rukh-khan-can-make-act-like-dilip-kumar/118940/

07:36 (IST) 16 May 2023
આજનો ઇતિહાસ 16 મે : સિક્કિમ સ્થાપના દિવસ – રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો

Today history 16 May : આજે 16 મે 2023 (16 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સિક્કિમ સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (16 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસનો ઇતિહાસ વિશે જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-16-may-sikkim-foundation-day-know-today-important-events/118914/

07:34 (IST) 16 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો ગુપ્ત શત્રુઓ અને ઇર્ષ્યાવાળા સાથીઓથી સાવચેત રહો

today Horoscope, 16 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, અહિં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-16-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/118735/

07:33 (IST) 16 May 2023
Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

કષ્ટભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-16-may-2023-tuesday/118936/

Web Title: Live updates breaking news today latest news 16 may 2023 aaj na taja samachar

Best of Express