scorecardresearch
Live

Today News Live Updates: રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં નવા 19 જિલ્લા બનાવવાની જાહેરાત કરી

Today Latest news updates, 17 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
19:19 (IST) 17 Mar 2023
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં નવા 19 જિલ્લા બનાવવાની જાહેરાત કરી

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં 19 નવા જિલ્લાઓ બનાવી દેવાની જાહેરાત કરી છે. સીએમ ગેહલોતે જે નવા 19 જિલ્લાઓની ઘોષણા કરી તેમાં જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, અનૂપગઢ, બાલોતરા, બ્યાવર, ડીગ, દૂદૂ, ગંગાપુર સિટી, કેકડી, કોટપુતલી, બહરોડ, ખેરતલ, નીમકથાના, સાંચોર, ફલોદી, સલુંબર, શાહપુરા સામેલ છે. આ સાથે જ રાજસ્થાનમાં

કુલ 52 જિલ્લાઓ થઇ જશે. રાજસ્થાન ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે મોટું પગલું ભર્યું છે.

16:46 (IST) 17 Mar 2023
અસમના સીએમ હિમંતા બિશ્વા સરમાએ કહ્યું- નવા ભારતમાં મદરેસા ના જોઈએ, કોંગ્રેસ આજની નવી મુઘલ

અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમા પોતાના નિવેદનથી હંમેશા ચર્ચામાં રહે છે. કર્ણાટકના બેલગાવીમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. હિમંતા બિશ્વા સરમાએ કોંગ્રેસને આજની નવી મુઘલ ગણાવી છે. સાથે કહ્યું કે મુઘલોએ દેશને દુર્બલ કર્યો હતો તે કામ આજે કોંગ્રેસ કરી રહી છે. જો ક્યાંક રામ મંદિર બને તો તેમને આપત્તિ થાય છે. તમે શું મુઘલના બાળક છો. તેમણે કહ્યું કે નવા ભારતમાં મદરેસા ના જોઇએ.

13:31 (IST) 17 Mar 2023
India vs Australia 1st ODI 2023: ભારતે ટોસ જીત્યો, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરે છે

India vs Australia 1st ODI 2023, IND vs AUS Live Scorecard: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા 4 ફાસ્ટ બોલર અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. પ્રથમ વનડેમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ડેવિડ વોર્નર સંપૂર્ણ રીતે ફિટ નથી. મિશેલ માર્શ ઓપનિંગ કરશે. તે જ સમયે, એલેક્સ કેરી ખરાબ તબિયતના કારણે ઘરે પરત ફર્યા છે.

13:28 (IST) 17 Mar 2023
Adani મુદ્દે સંસદમાં વિરોધ, રાહુલ-સોનિયા પણ સામેલ – JPC તપાસની માંગ

અદાણી મુદ્દે સંસદમાં વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં વિપક્ષના સાંસદો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. અદાણી મુદ્દે ચાલી રહેલા વિરોધમાં આમ આદમી પાર્ટીએ પણ ભાગ લીધો હતો.

જણાવી દઈએ કે લંડનના નિવેદન પર ભાજપ રાહુલ ગાંધી પાસેથી માફી માંગે તેવી પણ માંગ કરી રહી છે. શુક્રવારે સવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને રાહુલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી, જ્યારે તમે ભારતના આંતરિક મામલામાં બીજા દેશની દખલગીરીની માંગ કરો છો, ત્યારે તમારો ઈરાદો શું છે? કોઈપણ અન્ય દેશ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવી એ ભારતની સાર્વભૌમત્વ પર હુમલો છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે યુરોપ અને અમેરિકા તરફથી ભારતના ઘરેલુ મામલામાં દખલ કરવા પાછળ તેમનો શું હેતુ છે?”

11:50 (IST) 17 Mar 2023
Karnataka Elections: ભાજપમાં ખળભળાટ! સાંસદે કહ્યું- સીએમ માટે ટિકિટ મેળવવી પણ મુશ્કેલ; યેદિયુરપ્પાની મુલાકાત અટકાવી પડી

કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી ભાજપની અંદર ટિકિટ માટેનો જંગ તેજ બની છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાને ગુરુવારે ચિક્કામગાલુરુ જિલ્લાના મુદિગેરે ખાતે તેમની વિજય સંકલ્પ યાત્રા રોકવાની ફરજ પડી હતી કારણ કે પક્ષના કાર્યકરોએ વર્તમાન ધારાસભ્ય સાંસદ કુમારસ્વામી સામે વિરોધ કર્યો હતો.

10:39 (IST) 17 Mar 2023
Uttar Pradesh: 72 કલાકની હડતાળ પર ગયા વીજળી કર્મચારી, ઉર્જા મંત્રી બોલ્યા ગડબડી કરી તો રાસુકા અને ESMA લગાવીશું

ઉત્તર પ્રદેશમાં વીજળી કર્મચારીઓએ ગુરુવાર (16 માર્ચ) રાતથી 72 કલાકની હડતાળ શરૂ કરી છે. વીજ કર્મચારીઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ હડતાળ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સરકારે આ મુદ્દે કડક વલણ દાખવ્યું છે.

09:38 (IST) 17 Mar 2023
અંબાજી મંદિરમાં આજથી ફરી મોહનથાળનો પ્રસાદ મળશે

ગુજરાતની ટોચ પર બીરાજમાન અંબાજી માતાના મંદિરમાં અંબે માના પ્રસાદમાં મોહનથાળનો પ્રસાદ આજથી આપાશે. તાજેતરમાં વર્ષોથી અપાતા રાજભોગ મોહનથાળના પ્રસાદને બંધ કરતા ભક્તોમાં સરકારમે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, ભારે વિરોધ બાદ મંત્રીઓ અને સમિતિ વચ્ચેની બેઠકમાં ચક્કીના બદલે મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવા માટે નિર્ણય લેવાયો હતો. અંબાજી મંદિરમાં આજથી મોહનથાળનો પ્રસાદ આપવાનો શરૂ કરાશે. આખરે 12 દિવસ બાદ સરકારે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા સંમતિ આપતાં ભક્તજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.આજે એટલે કે શુક્રવાર સવારથી મંદિરમાં દર્શને આવતા ભક્તોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાશે. પ્રથમ દિવસે 3250 કિલો મોહનથાળ બનાવાશે.

09:09 (IST) 17 Mar 2023
સેના વધારે મજબૂત થશે, ખરદાશે 70 હજાર કરોડના હથિયારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી

ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય સંરક્ષણ દળો માટે રૂ. 70,000 કરોડમાં વિવિધ હથિયાર પ્રણાલી ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સંરક્ષણ મંત્રાલય રાજનાથ સિંહે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ભારતીય નૌકાદળ માટે 60 મેડ ઈન ઈન્ડિયા યુટિલિટી હેલિકોપ્ટર અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

09:00 (IST) 17 Mar 2023
ગુલામ નબી આઝાદે માન્યુંઃ કાશ્મીર ઘાટીમાં આતંકી ઘટનાઓમાં આવ્યો ઘટાડો

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના વડા ગુલામ નબી આઝાદે ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની ગતિવિધિઓને મદદ કરે અને તેને વેગ આપે.

08:19 (IST) 17 Mar 2023
દેશમાં ફરી કોરોનાએ ગતિ પકડી, ચાર મહિના બાદ 700થી વધારે નવા કેસો

ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. કોવિડના નવા કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. એક દિવસમાં કોરોના સંક્રમણના 754 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,92,710 થઈ ગઈ છે. લગભગ ચાર મહિના પછી, દેશમાં ચેપના દૈનિક 700 થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,623 થઈ ગઈ છે.

08:17 (IST) 17 Mar 2023
Gujarat News latest updates: MS યુનિવર્સિટીમાં કાલે દિક્ષાંત સમારોહ

સંસ્કારી નગરીની જાણિતી એમ.એસ.યુનિવર્સિટી આવતી કાલે દિક્ષાંત સમારોહ યોજાશે. આ દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહ હાજર રહેશે. યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે સુરક્ષા એજન્સીઓએ વિસ્તાર કોર્ડન કર્યો હતો.

08:10 (IST) 17 Mar 2023
દેશમાં ફરી કોરોનાએ ગતિ પકડી, ચાર મહિના બાદ 700થી વધારે નવા કેસો, સતર્ક રાખવા સૂચના

ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. કોવિડના નવા કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. એક દિવસમાં કોરોના સંક્રમણના 754 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,92,710 થઈ ગઈ છે. લગભગ ચાર મહિના પછી, દેશમાં ચેપના દૈનિક 700 થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,623 થઈ ગઈ છે.

Web Title: Live updates breaking news today latest news 17 march 2023 aaj na taja samachar

Best of Express