scorecardresearch
Live

Today News Live Updates: દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લાગ્યા જોરદાર ઝટકા, સાત યાત્રી ઇજાગ્રસ્ત

Today Latest news updates, 17 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

air india
દિલ્હીથી સિડની જઇ રહેલી એર ઇન્ડિયાની બી 787-800 વિમાનમાં અચાનક લાગેલા જોરદાર ઝટકાથી સાત યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે (તસવીર – એએનઆઈ)

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
15:43 (IST) 17 May 2023
દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લાગ્યા જોરદાર ઝટકા, સાત યાત્રી ઇજાગ્રસ્ત

દિલ્હીથી સિડની જઇ રહેલી એર ઇન્ડિયાની બી 787-800 વિમાનમાં અચાનક લાગેલા જોરદાર ઝટકાથી સાત યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના મંગળવારની (16 મે) છે. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીના મતે વિમાનમાં અચાનક લાગેલા તેજ ઝટકાથી કેટલાક યાત્રીઓને ઇજા પહોંચી હતી. જોકે હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડી નથી. તેમને નજીવી ઇજા પહોંચી છે. વિમાને સિડનીમાં સુરક્ષિત લેન્ડિંગ કરી હતી.

14:48 (IST) 17 May 2023
Diabetic Neuropathy : ડાયાબિટીક ન્યુરોપથી શરીરમાં ચેતા પર ગંભીર અસરો કરી શકે છે, લક્ષણો અને સારવારની પદ્ધતિઓ જાણો

Diabetic Neuropathy : ડાયાબિટીક ન્યુરોપથીના લક્ષણો અને તેને કેવી રીતે અટકાવવું તે જાણો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/photos/news/diabetic-neuropathy-can-have-serious-effects-on-the-nerves-in-the-body-know-the-symptoms-and-treatment-methods-pvp-97-lshd-import/

14:39 (IST) 17 May 2023
murder mystery : કેરળ મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાયો, Google સર્ચ હિસ્ટ્રીએ આરોપીને દોષિત ઠેરવવામાં કરી મદદ

Kerala woman mysterious murder : કેરળની મહિલાની રહસ્યમય હત્યાનો જટીલ કેસ ઉકેલાઈ ગયો છે. પોલીસે ઓનલાઈન હિસ્ટ્રી સહિત સાયબર ફોરેન્સિક એક્સપર્ટોની મદદથી આરોપીને ઝડપી પાડી તેને સજા અપાવવામાં મદદ મળી છે. તો જોઈએ શું હતો કેસ? કેવી રીતે થઈ હત્યા અને કેવી રીતે કેસ ઉકેલાયો?

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/kerala-woman-mysterious-murder-solved-google-search-history-helps-convict-accused/120337/

14:30 (IST) 17 May 2023
તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર અસિત મોદી પર લગાવેલા આક્ષેપ મામલે કહ્યું….’હું આ પૈસાની લાલચમાં નથી કરી રહી, ન્યાય માટેની લડાઇ’

Jenifer Mistry Bansiwal: હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં જેનિફરે આસિત મોદી પર લગાવેલા આક્ષેપો અંગે ખુલીને વાત કરી છે. સાથે જ 2019ની એ ઘટના યાદ કરી છે જેને લીધે તે અંદરથી હચમચી ગઈ હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/taarak-mehta-actres-jenifer-mistry-bansiwal-wants-apology-asit-kumar-modi-case/120342/

13:30 (IST) 17 May 2023
Gujarat News updates: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, અમદાવાદમાં યોજશે દિવ્ય દરબાર

મધ્ય પ્રદેશના વતની અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે પોતાના ચમત્કારોના કારણે ચર્ચામાં રહેલા છે. હનુમંત કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતના પ્રવાશે પણ આવી શકે છે તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબાર યોજાય એવી સંભાવના છે. સુત્રોના કહેવા પ્રમાણે એકથી સવા લાખ લોકો આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

12:32 (IST) 17 May 2023
પાકિસ્તાનઃ ગર્લ્સ સ્કૂલની બહાર પોલીસકર્મીએ વિદ્યાર્થીઓ ઉપર વરસાવી ગોળિયો, એકનું મોત, સાત ઘાયલ

પાકિસ્તાનમાં ઉત્તર-પશ્વિમી પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ અધિકારીએ ગર્લ્સ સ્કૂલ બહાર ઓપન ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસ કર્મીની આ કરતૂતના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

11:48 (IST) 17 May 2023
Siddaramaiah vs DK shivakumar : કર્ણાટક મુખ્યમંત્રી મંથન, બંને દિગ્ગજોને મળ્યા રાહુલ ગાંધી, હવે આ દલિત નેતાએ કરી દાવેદારી

Karnataka New cm name : આજે રાહુલ ગાંધી ખુદ બંને દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-chief-minister-name-now-this-dalit-leader-has-made-a-claim/120089/

11:18 (IST) 17 May 2023
ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા હરિશંકર તિવારીનું નિધન, 86 વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા

ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા હરિશંકર તિવારીનું નિધન થયું છે. ગોરખપુરના રાજકારણમાં પકડ બનાવી રાખેલા હરિશંકર તિવારીએ અનેક વર્ષો સુધી રાજકારણમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હતી.

11:08 (IST) 17 May 2023
WhatsApp એ AI નો ઉપયોગ કરીને અમે ફ્લેગ કરેલા નંબરોને બ્લોક કરવામાં સહકાર આપ્યો: IT મંત્રી

WhatsApp number blocking AI : ડિસ્કનેક્ટ થયેલા નંબરોની વિગતો બેંકો, પેમેન્ટ વોલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ શેર કરવામાં આવી હતી જેથી આ નંબરોને તેમના સંબંધિત પ્લેટફોર્મ પરથી ડિસએન્જેજ કરી શકાય છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/whatsapp-number-blocking-ai-artificial-intelligence-ashwini-vaishnaw-department-of-telecommunications-astr-technology-updates/120042/

10:57 (IST) 17 May 2023
Petrol and Diesel Rate,Today : આજની પેટ્રોલ અને ડીઝલની પ્રાઈઝ ક્યા શહેરોમાં કેટલી? જાણો દિલ્હી, મુંબઈ, અન્ય શહેરોમાં રેટ

Petrol and Diesel Rate, Today: દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹ 96.72 છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલ બુધવારે ₹ 89.62 પ્રતિ લિટરના ભાવે છૂટક વેચાણ કરી રહ્યું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/petrol-price-today-rate-diesel-in-india-delhi-bangalore-chennai-mumbai-hyderabad-punjab-mumbai-market-updates/120028/

10:12 (IST) 17 May 2023
World Hypertension Day 2023 : આજે વિશ્વ હાયપરટેંશન ડે, ભારતમાં ચારમાંથી ઓછામાં ઓછા એક પુખ્ત વયના વ્યક્તિને હાયપરટેંશન પરંતુ માત્ર 10% જ કંટ્રોલમાં

World Hypertension Day 2023 : વર્લ્ડ હાઇપરટેન્શન લીગ એ હાયપરટેન્શન સોસાયટીઓ અને લીગ સાથે કામ કરતી 85 દેશોની સંસ્થાઓની છત્ર છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગ દ્વારા વર્ષ 2005માં 14મી મેના રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસની રજૂઆત કરવામાં આવી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/world-hypertension-day-2023-theme-date-significance-awareness-health-tips-ayurvedic-life-style/119956/

10:05 (IST) 17 May 2023
NIAનું મેગા સર્ચઓપરેશનઃ આતંકવાદી જૂથો-ગેંગસ્ટરોની સાંઠગાંઠ કેસમાં છ રાજ્યોમાં 122 સ્થળો પર દરોડા

terrorist-groups nexus case: NIAની ટીમોએ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં કેટલાક શંકાસ્પદ ઘરો પર દરોડા પાડ્યા હતા. લગભગ એક ડઝન અધિકારીઓની બનેલી NIA અધિકારીઓની એક ટીમ સવારે લગભગ 4 વાગ્યે આ તમામ સ્થળો પર ગઈ હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/nia-searches-122-locations-in-6-states-in-terrorist-groups-gangsters-nexus-case/120025/

09:51 (IST) 17 May 2023
Detox Water : બોડીને ડીટોક્સિફાય કરવા આ કાકડી-લીંબુ-આદુનું ડીટોક્સ વૉટર ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે, જાણો રેસિપી

Cannes Film Festival 2023: 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની આ હસ્તીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો. જેની તસવીરો હવે સામે આવી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/cannes-2023-sara-ali-khan-and-esha-gupta-photos-bollywood-news/119983/

09:41 (IST) 17 May 2023
Gujarat News Updates : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો આવ્યો

કચ્છમાં મંગળવારે મોડી રાત્રે આશરે 1.9 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટલ સ્કેલ પર 4.2ની તીવ્રતા નોધાઈ હતી. ખાવડાથી 39 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું હતું.

09:38 (IST) 17 May 2023
Gujarat News Update : ગુજરાતમાં કાળઝાર ગરમીમાં પાણીની તંગી

ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. 13 ડેમમાંથી 2 ડેમમાં 20 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે બાકીના તમામ જળાશયો હાલ ખાલીખમ છે.અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ 40 ટકાથી ઓછુ પાણી છે.

09:29 (IST) 17 May 2023
NIAનું આતંકવાદી જૂથો-ગેંગસ્ટરોની સાંઠગાંઠ કેસમાં 6 રાજ્યોમાં 122 સ્થળો પર સર્ચ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારે પાકિસ્તાન અને કેનેડા સહિત વિદેશી દેશોમાં સ્થિત ગેંગસ્ટરો, ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદી જૂથો વચ્ચેના કથિત સાંઠગાંઠ પર તેની કાર્યવાહીના ભાગરૂપે છ રાજ્યોમાં 122 સ્થળોએ સર્ચ કરી રહી છે. અત્યાર સુધીની પ્રાપ્ત વિગતો મુજબ NIAની ટીમોએ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં કેટલાક શંકાસ્પદ ઘરો પર દરોડા પાડ્યા હતા. લગભગ એક ડઝન અધિકારીઓની બનેલી NIA અધિકારીઓની એક ટીમ સવારે લગભગ 4 વાગ્યે આ તમામ સ્થળો પર ગઈ હતી.

09:23 (IST) 17 May 2023
Cannes Film Festival: સારા અલી ખાન સહિત આ સેલેબ્સે રેડ કાર્પેટ પર આકર્ષક અંદાજમાં ચમક્યા, જુઓ તસવીર

Cannes Film Festival 2023: 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની આ હસ્તીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો. જેની તસવીરો હવે સામે આવી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/cannes-2023-sara-ali-khan-and-esha-gupta-photos-bollywood-news/119983/

09:20 (IST) 17 May 2023
Karnataka New CM, કર્ણાટક નવા મુખ્યમંત્રી માટે મંથન : રાહુલ અને ખડગેની મુલાકાત, કોઇ સહમતિ નહીં, CM પર મડાગાંઠ

karnataka New chief minister Suspense : કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં કર્ણાટકના બે બાહુબલી નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર મેદનામાં છે. પરંતુ આ બંનેમાંથી કોને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા એ અંગે હજી સુધી કોંગ્રેસ હાઇકમાન અને ઉચ્ચ નેતાઓમાં મંથન લાચી રહ્યું છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-new-chief-minister-name-suspense-rahul-and-kharge-meet-no-consensus/119976/

09:18 (IST) 17 May 2023
Gujarat News update: ખેડાના ઠાસરામાં બે બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

ખેડા જિલ્લાના ઠાસરામાં કંથરાઇ નવાકુવા રોડ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ પણ મોતને ભેટ્યો હતો. પિતા પુત્ર નવાપુરાના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે.

07:57 (IST) 17 May 2023
ઓસ્ટ્રેલિયાના પીએમ કહે છે કે આવતા અઠવાડિયે સિડનીમાં ક્વાડ મીટિંગ આગળ નહીં વધે

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓની ક્વાડ મીટિંગ આવતા અઠવાડિયે સિડનીમાં આગળ વધશે નહીં.

07:37 (IST) 17 May 2023
શાહરૂખ ખાને કેમ છોડી ડોન 3? જાણો કારણ, કિંગ ખાનના સ્થાને હવે આ નામોની જોરશોરથી ચર્ચા

Shah Rukh Khan Don 3: હવે ‘ડોન-3’માં પ્રિયંકા ચોપરા (Priyanka Chopara) ની રી એન્ટ્રી પણ હવે શક્ય બની છે. ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પ્રિયંકા જ શાહરુખની હિરોઈન હતી. જો કે તે વખતે બંને વચ્ચે અફેર ચાલતું હોવાનું કહેવાય છે. શાહરુખની પત્ની ગૌરીએ શાહરુખને બ્રેક અપ કરવાની ફરજ પાડી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-quit-don-3-hirithik-roshan-and-ranveer-singh-in-race/119936/

07:36 (IST) 17 May 2023
પહાડની ટોચ પર આવેલું છે સુંદર પિચાઇનું 328 કરોડનું ‘લક્ઝુરિયસ હોમ’, ગૂગલના CEOનો પગાર જાણી ચોંકી જશો

Google CEO Sundar pichai : ગૂગલના સીઇઓ સુંદર પિંચાઇની ગણતરી દુનિયાના સૌથી વધારે પગાર મેળવતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરમાં થાય છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/sundar-pichai-luxurious-home-all-about-google-ceo-life-journey-and-net-worth/119846/

07:34 (IST) 17 May 2023
કર્ણાટકના પરિણામોથી મહા વિકાસ અઘાડી પ્રોત્સાહિત, 2024માં સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું

Maharashtra : કર્ણાટક ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ત્રણ MVA ભાગીદારો માને છે કે શિંદે સેના-ભાજપને 2024ની ચૂંટણીમાં સખત લડત આપવાનો એકમાત્ર રસ્તો વિશ્વસનીય વિકલ્પ તરીકે મજબૂત, સંયોજક વિપક્ષી મોરચો બનાવવાનો છે

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/boosted-by-karnataka-results-mva-shifts-gears-to-2024-seat-sharing/119857/

07:33 (IST) 17 May 2023
આઇટી બાદ ટેલીકોમ સેક્ટરમાં છટણી; વોડાફોન 3 વર્ષમાં 11,000 કર્મચારીઓને છુટા કરશે

Vodafone jobs cut: આઇટી -ટેક સેક્ટર બાદ બાદ બ્રિટિશ ટેલીકોમ કંપની વોડાફોન એ 11,000 કર્મચારીઓની છટણી કરવાની ઘોષણા કરી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો-https://gujarati.indianexpress.com/business/vodafone-jobs-cut-lay-off-11000-employees-in-next-3-years/119852/

07:33 (IST) 17 May 2023
Today Horoscope: આજનું રાશિફળ જાણો, તુલા રાશિના જાતકોને જીવનસાથીના પ્રયાસોથી કોઈ મોટી ડીલ થઈ શકે છે

today Horoscope, 17 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે… અહીં વાંચો તમારું રાશિ ભવિષ્ય – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-17-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/119730/

07:32 (IST) 17 May 2023
આજનો ઇતિહાસ 17 મે : વર્લ્ડ ટેલીકોમ ડે; વિશ્વ હાઇપરટેન્શન દિવસ – હાઈ બ્લડ પ્રેશરની બીમારી યુવાઓને પણ ભરડામાં લઇ રહી છે

Today history 17 May : આજે 17 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ અને વર્લ્ડ ટેલીકોમ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસના ઇતિહાસ વિશે જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-17-may-world-hypertension-day-world-telecom-day-know-today-important-events/119877/

07:30 (IST) 17 May 2023
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

સિદ્ધિવિનાયક બાપાના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-17-may-2023-on-wednesday/119929/

Web Title: Live updates breaking news today latest news 17 may 2023 aaj na taja samachar

Best of Express