today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અતીક અહમદ અને અશરફની હત્યા પછી તેના વકીલ સતત ચર્ચામાં છે. અતીક અહમદના વકીલ તેની હત્યા પાછળ મોટું ષડયંત્ર બતાવી રહ્યા છે. આ દરમિયાન મંગળવારે યુપી પોલીસે જણાવ્યું કે અતીક અહમદના એક વકીલના ઘરની પાસે એક ગલીમાં દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પ્રયાગરાજ પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કટરા વિસ્તારમાં ફેંકવામાં આવેલા આ બોમ્બના કારણે કોઇ ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. આ બોમ્બ મંગળવારે બપોરે ફેંકવામાં આવ્યો હતો.
જોકે કર્નેલગંજ વિસ્તારના એસએચઓ રામ મોહન રાયે દાવો કર્યો કે અતીકના વકીલ દયાશંકર મિશ્રા તેનો ટાર્ગેટ ન હતા. આ ઘટનાનું કારણ બે યુવાઓ વચ્ચે આપસી વિવાદ હતો. જોકે વકીલે દાવો કર્યો કે આ ભય અને આતંક ઉભો કરવાનો એક પ્રયત્ન હતો.
ઉત્તર કેલિફોર્નિયામાં કાયદા પ્રવર્તન અધિકારીઓએ સોમવારે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 17 લોકોને ધરપકડ કરવામાં આવી હતી. ગુરુદ્વારામાં થયેલા ફાયરિંગના પગલે 11 અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ પ્રમાણે 27 ઓગસ્ટ 2022એ ગુરુદ્વારા બહાર પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 23 માર્ચે સેક્રામેંટો સિખ મંદિરમાં ગોળીવારી કરી હતી.
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડ વિસ્તારમાં સોમવારે સાંજે જોરદાર પવનને કારણે લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. આ ઘટના મુંબઈ-પુણે હાઈવે પર રાવત કિવલે વિસ્તારમાં સર્વિસ રોડ પર બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “તેજ પવનને કારણે કેટલાક લોકોએ લોખંડના હોર્ડિંગ્સ નીચે આશ્રય લીધો હતો. અચાનક તેમના પર માળખું તૂટી પડ્યું, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા.
હરિયાણામાં મંગળવારે વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. હરિયાણાના કરનાલમાં સવારે 3.30 વાગ્યે શિવ શક્તિ રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. એના કાટમાળ નીચે દબાઈને ચાર મજૂરનાં મોત થયાં હતાં. જ્યારે 25 મજૂર કાટમાળ નીચે દટાયાના સમાચાર મળી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસની રફ્તાર ઘટી હોય એમ છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો હતો. આજે મંગળવારે કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કારણે નવા 7633 લોકો સંક્રમિત થયા છે. સોમવારે 911 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા જ્યારે રવિવારે 10,093 લોકો સંગ્રમિત થયા હતા. આ આંકડા જોતા લાગી રહ્યું છે કે કોવિડ-19ની ગતિ ધીમી પડી છે. અત્યારે દેશમાં કુલ 61,233 કોરોના વાયરસના એક્ટિવ કેસો છે.
ઉત્તર પ્રદેશના ડોન અતીક અહેમદ અને નેા ભાઇ અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિશાલ તિવારીની અરજી ઉપર સુનાવણી માટે 24 એપ્રીલની તારીખ નક્કી કરાઈ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ પોલીસ મનમાની તરીકે કામ કરીને કાયદાને હાથમાં લઇ રહી છે. વર્ષ 2017 બાદ 183 એન્કાઉન્ટર કર્યા છે.
અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે ઉત્તરી સીરિયામાં સોમવારે તેમના દળોના નેતૃવમાં એક હેલીકોપ્ટર હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સમૂહના એક વરિષ્ઠનું મોત થયું છે. પેન્ટાગનના એક નિવેદનમાં કહેવાયું હતું કે સીરિયા ઉપર અમેરિકી હેલિકોપ્ટરના હુમલામાં મધ્યપૂર્વ અને યુરોપમાં હુમલાની યોજના બનાવવાના આરોપી ઇસ્લામિક સ્ટેટના એક વરિષ્ટ નેતાનું મોત થયું છે. નિવેદનમાં કહેવાયું છે કે અબ્દ-અલ-હાદી મહમૂદ અલ-હાજી અલીને નિશાન બનાવીને રેડ કરી હતી.
સોમવારે સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું
બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશની કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઊભા થયા છે. અતીકના ભાઈ અશરફના વકીલે દાવો કર્યો છે કે તેમના ક્લાઇન્ટને એક પોલીસ અધિકારીએ પહેલા જ કહ્યું હતું કે 15 દિવસમાં તેની હત્યા કરવામાં આવશે.
મહાઠગ કરિણ પટેલને આજે રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાશે. ઇન્વેન્ટ કંપની સાથે 3.51 લાખની ઠગાઇ આચરી હતી.
કચ્છના ઇતિહાસમાં સૌથી ભવ્ય મહોત્સવ નરનારાયણ મહોત્સવની ઉજવણી શરુ થશે, 30 લાખ જેટલા હરિભક્તો પધારશે, મહોત્સવમાં કથા, મહાપૂજા, મહાયજ્ઞ થશે.