scorecardresearch
Live

Today News Live Updates: કિરેન રિજિજૂ પછી તેમના ડિપ્ટી એસપી બઘેલને પણ કાનૂન મંત્રાલયમાંથી હટાવ્યા, સ્વાસ્થ્ય મંત્રાલય મોકલ્યા

Today Latest news updates, 18 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

SP Singh Baghel
રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ પર રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલનો વિભાગ પણ બદલી દીધો છે (Photo: Twitter/@spsinghbaghelpr)

today Gujarat National world News latest update: નરેન્દ્ર મોદી કેબિનેટમાં સતત ફેરફારના અપડેટ આવી રહ્યા છે. કિરેન રિજિજૂ પાસેથી કાનૂન મંત્રાલય લઇ લીધા પછી હવે તેમના ડિપ્ટીને પણ કાનૂન મંત્રાલયથી હટાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ પર રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલનો વિભાગ પણ બદલી દીધો છે. તેમને કાનૂન અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના સ્થાને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે જલીકટ્ટૂને એક રમત તરીકે માન્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે તમિલનાડુના જાનવરોની સાથે ક્રૂરતા કાનૂન, 2017 જાનવરોના થનારા દર્દ અને પીડાને એક દર સુધી ઓછું કરી દે છે. સુપ્રીમ કોર્ટે 5 જજોની બેચે ગુરુવારે આ નિર્ણય આપ્યો હતો. આ બેચમાં જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, ઋષિકેશ રોય અને સીટી રવિકુમારનો સમાવેશ થયો હતો.

Read More
Read Less
Live Updates
18:43 (IST) 18 May 2023
ગુજરાત વિદ્યાપીઠે 60 કરાર આધારિત કર્મચારીઓને 31મે સુધીમાં કેમ્પસ છોડી દેવા જણાવ્યું

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એક અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે. પ્રથમ વખત 60 થી વધુ કરાર આધારિત નોન-ટીચિંગ સ્ટાફ સભ્યોને 31 મે સુધીમાં યુનિવર્સિટી કેમ્પસમાં તેમના રહેણાંક ક્વાર્ટર ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
18:25 (IST) 18 May 2023
નવા કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના દલિત ચહેરો છે, પૂર્વ અમલદાર ભાજપમાં ઝડપથી આગળ વધ્યા

સાંસદ તરીકેના પોતાના ત્રીજા કાર્યકાળમાં અર્જુન રામ મેઘવાલે એક સરળ નેતા તરીકેની પ્રતિષ્ઠા ઊભી કરી છે, પાર્ટીના એક વફાદાર અને સમર્પિત કાર્યકર્તા મેઘવાલને મોટાભાગે એવી વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે જે પાર્ટી લાઇનને આગળ વધારશે સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/new-law-minister-arjun-ram-meghwal-is-a-dalit-face-from-rajasthan/121566/
16:58 (IST) 18 May 2023
કિરેન રિજિજૂ પછી તેમના ડિપ્ટી એસપી બઘેલને પણ કાનૂન મંત્રાલયમાંથી હટાવ્યા, સ્વાસ્થ્ય મંત્રાલય મોકલ્યા

નરેન્દ્ર મોદી કેબિનેટમાં સતત ફેરફારના અપડેટ આવી રહ્યા છે. કિરેન રિજિજૂ પાસેથી કાનૂન મંત્રાલય લઇ લીધા પછી હવે તેમના ડિપ્ટીને પણ કાનૂન મંત્રાલયથી હટાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ પર રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલનો વિભાગ પણ બદલી દીધો છે. તેમને કાનૂન અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના સ્થાને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવ્યા છે.

14:43 (IST) 18 May 2023
shani jayanti 2023 : શનિ જંયતી પર બની રહ્યો છે ખાસ યોગ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને આરતી

shani jayanti 2023, puja vidhi, mantra, arti : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની શુભ દ્રષ્ટી પડી જાય તો તે શારીરિક માનસિક અને આર્થિક રૂપથી મજબૂત થઇ જાય છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/shani-jayanti-2023-puja-vidhi-mantra-arti-shub-yog-astrology/121256/

14:17 (IST) 18 May 2023
Satyaprem ki Katha Teaser: સત્યપ્રેમ કથાનું ટીઝર રિલીઝ, કિયારા અડવાણી અને કાર્તિક આર્યનનો ગજબ રોમાંસ

Satyaprem ki Katha Teaser: કિયારા અડવાણી (Kiara Advani) એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘સત્યપ્રેમ કી કથા’નું ટીઝર શેર કર્યું છે. ટીઝર ખૂબ જ સુંદર અને તાજા વાઇબ્સ વહન કરી રહ્યું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/satyaprem-ki-katha-teaser-release-date-kiara-advani-and-kartik-aaryan/121220/

14:08 (IST) 18 May 2023
જલ્લીકટ્ટૂ પ્રથાઃ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી જલ્લીકટ્ટૂની કાયદાકીય માન્યતા

સુપ્રીમ કોર્ટે જલીકટ્ટૂને એક રમત તરીકે માન્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે તમિલનાડુના જાનવરોની સાથે ક્રૂરતા કાનૂન, 2017 જાનવરોના થનારા દર્દ અને પીડાને એક દર સુધી ઓછું કરી દે છે. સુપ્રીમ કોર્ટે 5 જજોની બેચે ગુરુવારે આ નિર્ણય આપ્યો હતો. આ બેચમાં જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, ઋષિકેશ રોય અને સીટી રવિકુમારનો સમાવેશ થયો હતો.

13:36 (IST) 18 May 2023
કોણ છે બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી? ગુજરાતમાં દરબાર યોજવા પર શું છે વિવાદ અને વિરોધ? કેમ થઈ રહી આટલી ચર્ચા?

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના રાજકોટ (Rajkot) અને અમદાવાદ (Ahmedabad)ની મુલાકાતે આવે અને દરબાર (Darbar) ભરે તે પહેલા જ વિવાદ (Controversy), વિરોધ (Protest) અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો જોઈએ કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી? શું છે વિવાદ?

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/bageshwar-dham-dhirendra-krishna-shastri-gujarat-rajkot-darbar-program-protest-controversy/121100/

12:07 (IST) 18 May 2023
EU demands sanction on India : આ રીતે ભારત રશિયન તેલની આયાત કરીને પશ્ચિમી દેશોને તેની ઊર્જાની માંગ પૂરી કરવામાં મદદ કરી રહ્યું છે

EU demands sanction on India : ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલા બ્લૂમબર્ગના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ભારત મોસ્કોમાંથી વધુને વધુ તેલ આયાત કરી રહ્યું છે અને તેને ઇંધણમાં રિફાઇન કરી રહ્યું છે, જે યુરોપ અને યુએસને સપ્લાય કરવામાં આવે છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/eu-demands-sanction-on-india-for-importing-russian-oil-exports-to-europe-business-news-updates/121041/

11:56 (IST) 18 May 2023
topper tips : JEE Main 2023 ટોપર ઇશાન ખંડેલવાલ પાસેથી જાણો એડવાન્સ માટે તૈયારીની ટોપ ટીપ્સ

jee Main topper Ishan Khandelwal : ઇશાન ખંડેલવાલ JEE એડવાન્સ્ડ 2023માં પ્રવેશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારી શાળાના આચાર્ય અને ગૃહિણીના પુત્ર ખંડેલવાલને ગણિત અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં ઊંડો રસ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/jee-main-topper-ishan-khandelwal-tips-education-news-exam-tips/121091/

11:21 (IST) 18 May 2023
Gujarat latest news : ST વિભાગના કર્મચારીઓને ફરજિયાત સીસીસી પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એસટીના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી વિભાગના કર્મચારીઓને ફરજિયાત સીસીસી પરીક્ષા પાસ કરવી પડશે.

11:09 (IST) 18 May 2023
PM મોદી આજે ઓડિશાને આપશે પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ, ₹ 8000 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે ઓડિશાને મોટી ભેટ આપવાના છે. તેઓ ઓડિશાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી દેખાડશે. આ ટ્રેન પુરીથી લઇને પશ્વિમ બંગાળના હાવડા સુધી ચલાવવામાં આવશે. આ અવસર પર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજ્યપાલ ઉપરાંત કેન્દ્રી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. આ દેશની 17મી વંદે ભારત એક્સપ્રેસ હશે. આ સાથે જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ આશરે 8000 કરોડ રૂપિયાની રેલ પરિયોજનાના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

11:05 (IST) 18 May 2023
કેન્દ્રીય કેબિનેટ મંત્રાલયમાં મોટો ફેરફારઃ કિરણ રિજિજુ પાસેથી છીનવી લેવાયું કાયદા મંત્રાલય, અર્જૂન મેઘવાલને મળી જવાબદારી

modi cabinet reshuffle : કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુને કાયદા મંત્રી પદથી હટાવવામાં આવ્યા છે અને હવે તેમની જગ્યાએ અર્જૂનરામ મેઘવાલને આ જવાબદારી સોંપવામાં આવી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર કરો – https://gujarati.indianexpress.com/national-news/modi-government-cabinet-reshuffle-law-ministry-kiren-rijiju-dropped/121029/

10:27 (IST) 18 May 2023
કિરણ રિજીજુને કાયદા મંત્રીના પદથી હટાવાયા, અર્જુન રામ મેઘવાલ નવા કાયદા મંત્રી

કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને ગુરુવારે કાયદા મંત્રાલયમાંથી ખસેડવામાં આવ્યા હતા અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.

10:22 (IST) 18 May 2023
UP Recruitment : ઉત્તર પ્રદેશ સરકારે રોકાણકારો માટે IIT, IIM ગ્રેડની નિમણૂક કરી, ₹ 70,000નો પગાર

Uttar pradesh Government Recruitment for IIT, IIM : સરકારે આવા 105 વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને મુખ્યમંત્રી આદિત્યનાથ 26 મેના રોજ તેમને નિમણૂક પત્રો સોંપે તેવી શક્યતા છે. તેઓને લાભો સિવાય લઘુત્તમ 70,000 રૂપિયાનો પગાર મળશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/uttar-pradesh-hires-iit-iim-grads-to-assist-investors-bridge-gap-with-departments/120988/

09:29 (IST) 18 May 2023
રાજીવ સેનનું ડિવોર્સ બાદ નિવેદન, કહ્યું…’તે એક્સ વાઇફ ચારૂ ઓસાપાનો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે, નવા ઘરે જવા ઇચ્છે છે’

Rajeev Sen: તાજેતરમાં જ મનોરંજનની દુનિયામાં પ્રવેશેલા રાજીવે ચારુ સાથેના તેના વર્તમાન સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/rajeev-sen-ex-wief-exharu-asopas-best-friend-ants-visot-new-house/120954/

09:28 (IST) 18 May 2023
Study : અતિશય અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ લેવાથી ડિપ્રેશનનું જોખમ વધારે

Study : અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ સામાન્ય જંક અને ફાસ્ટ ફૂડ પૂરતા મર્યાદિત નથી. તેમાં મોટા પાયે ઉત્પાદિત અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા કે ડાયેટ સોફ્ટ ડ્રિંક્સ, કેટલાક ફળોના રસ અને ફ્લેવર્ડ યોગર્ટ્સ, માર્જરિન, સ્ક્રેમ્બલ્ડ ઈંડા અને છૂંદેલા બટાકા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/ultra-processed-food-depression-diet-risk-diet-mental-health-symptoms-australian-study-tips-benefits-awareness-ayurvedic-life-style/120938/

09:17 (IST) 18 May 2023
Gujarat News updates: કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય, 13 જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે

ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 13 જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાનો નિર્ણય કર્યો છે.આ જિલ્લાઓના 21તાલુકાઓમાં નવી જીઆઇડીસીઓ સ્થાપવાનો નિર્ણયની જાહેરાત મંત્રી ઋષિકેશ પહેલે કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે તપાસ અહેવાલ મેળવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.

09:05 (IST) 18 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો રહેશે, વાંચો તમારું રાશિ ભવિષ્ય

today Horoscope, 18 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનો આજનો ગુરુવારનો દિવસ કેવો રહેશે લિંક પર ક્લિક કરીને વાંચો તમારું રાશિ ભવિષ્ય – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-18-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/120659/

09:04 (IST) 18 May 2023
Gucci Cruise 2024: આલિયા ભટ્ટ ખાલી બેગ લઈને ટ્રોલ થઈ, અભિનેત્રીએ કહ્યું…ખાલી બેગનું સાચું સત્ય

Gucci Cruise Alia Bhatt: ગુચી ક્રૂઝ 2024 (Gucci Cruise 2024) શોમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) એક ટ્રાન્સપેરેંટ બેગ લઈને પહોંચી હતી. જે સંપૂર્ણપણે ખાલી હતી. જેને પગલે આલિયાને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/gucci-cruise-2024-alia-bhatt-empy-bag-trolled-photos-instagram/120943/

09:03 (IST) 18 May 2023
Breaking News: હરિયાણાના અંબાલાના ભાજપના સાંસદ રતન લાલ કટારિયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

હરિયાણાના અંબાલાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રતન લાલ કટારિયાનું ગુરુવારે નિધન થયું છે. ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

08:44 (IST) 18 May 2023
Karnataka New CM : કોંગ્રેસે સસ્પેન્શ ખોલ્યું, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાની પસંદગી, ડીકે શિવકુમાર બનશે dy cm, 20 મેના રોજ શપથગ્રહણ કરશે

Karnataka New CM latest Updates: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતાના દિગ્ગજ નેતાઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડી કે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન નિયુક્ત કરવા માટે તૈયાર હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-new-siddaramaiah-and-dk-shivakumar-new-dy-cm-congress-breaks-deadlock/120927/

08:42 (IST) 18 May 2023
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે.

શિરડી સાંઈ બાબાના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-18-may-2023-thursday/120924/

Web Title: Live updates breaking news today latest news 18 may 2023 aaj na taja samachar

Best of Express