today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
મહારાષ્ટ્રમાં એવા સમાચાર હતા કે એનસીપી નેતા અજિત પવાર કેટલાક ધારાસભ્યો સાથે બીજેપી સાથે હાથ મિલાવી શકે છે. જોકે આ સમાચારને અજિત પવારે ફગાવી દીધા હતા. આ મામલે એકનાથ શિંદે જૂથની શિવસેનાનું નિવેદન સામે આવ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે જો અજિત પવાર એનસીપી નેતાઓ સાથે ભાજપમાં સામેલ થશે તો એકનાથ શિંદે નેતૃત્વવાળી શિવસેના મહારાષ્ટ્ર સરકારનો ભાગ રહેશે નહીં.
માફિયા ડોન અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યાના કેસમાં પકડાયેલા શૂટર સન્ની સિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ સીજીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અસમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસની અધ્યક્ષ અંગકિતા દત્તાએ પોતાની જ પાર્ટીના નેતા શ્રીનિવાસ બીવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને આઇવાઈસીના માસચિવ વર્ધન યાદવ છ મહિનાથી પરેશાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમની સાથે ખોટી રીતે વાત કરી હતી. જેની ફરિયાદ પણ પાર્ટીના નેતૃત્વને પણ કરી ચૂકી છે.
મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.
મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.