today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
મહારાષ્ટ્રમાં મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ પદ છોડવાની શરદ પવારની જાહેરાત પછી રાજનીતિમાં હલચલ વધી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ આશા વ્યક્ત કરી છે કે શરદ પવાર સાર્વજનિક જીવનમાં આજીવન યથાવત્ રહેશે. મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમને ખબર નથી કે પવારે આવો નિર્ણય કેમ લીધો છે. આ તેમનો અને તેમની પાર્ટીનો આંતરિક મામલો છે. તેમના રાજીનામાંથી એમવીએ ગઠબંધનમાં કોઇ ફરક પડશે નહીં. જોકે નાના પટોલેએ કહ્યું કે એનસીપીના નવા અધ્યક્ષ પાર્ટીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં બનાવી રાખશે.

Sharad Pawar : શરદ પવાર (Sharad Pawar ) ની ઘોષણા પછી, NCPના ઘણા નેતાઓ અને કાર્યકરો તેમના પગ પર ઉભા થયા અને NCP સુપ્રીમો તેમના નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/sharad-pawar-resigns-ncp-mumbai-maharashtra-national-latest-news-updates/108462/

The Kerala Story Controversy: ધ કેરળ સ્ટોરીનું 2 મિનિટ 45 સેકન્ડનું ટ્રેલર જોઇને કોઇના પણ પગ નીચેથી જમીન સરકી જાય. આ સ્ટોરીમાં ISIS દ્ધારા 32,000 મહિલાઓને ગુમરાહ કરીને તેમને કેદી બનાવવાની સ્ટોરી બતાવવામાં આવી છે.
વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/the-kerala-story-controversy-supreme-court-stop-released-movie-trailer/108467/

Arun-Gandhi pass away : અરુણ મણિલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલના પુત્ર હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં થયો હતો.
આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/arun-gandhi-grandson-of-mahatma-gandhi-passed-away-in-kolhapur/108463/

Aryan Khan Brand: આર્યન ખાને જે ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી તેની વેબસાઈટ પર જે કપડાં મળે છે. તેની કિંમત જોઈને લોકોનું માથું ચકરાવે ચડી ગયું છે. કારણ કે, 24,000 રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે.
આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-son-aryan-khan-brand-dyavol-x-clothes-price-website-news/108419/

GSEB 12 Science Result 2023 District wise : ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) નું પરિણામ 65.58 ટકા આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 2022માં 72.02 ટકા પરિણામ આવ્યું હતુ. આ વર્ષે 7 ટકા ઓછુ પરિણામ જોવા મળ્યું છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર કરો… https://gujarati.indianexpress.com/gujarat/gujarat-board-class-12-science-result-2023-district-wise-result-7-percent-less-result-than-last-year/108410/
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગણા છેલ્લા સમયથી બીમાર હતા. કોલ્હાપુરમાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે પિતાના અંતિમ સંસ્કાર આજે ક્લોહાપુરમાં કરવામાં આવશે.
નેશલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જાહેરાત કરી કે તે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે. શરદ પવારે કહ્યું કે “રાજ્યસભામાં મારો ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. હું હવેથી ચૂંટણી લડીશ નહીં,” એનસીપીના વડા જેમણે 1999 માં પાર્ટીની સ્થાપના કરી હતી, તેમની આત્મકથા 'લોક માઝે સંગાતિ'ની બીજી આવૃત્તિના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું. “મેં મારી રાજકીય કારકિર્દી 1 મે, 1960ના રોજ શરૂ કરી હતી. ગઈકાલે અમે મે દિવસની ઉજવણી કરી હતી. આ લાંબી રાજકીય કારકિર્દી પછી ક્યાંક અટકવાનું વિચારવું જ જોઈએ. વ્યક્તિએ લોભી ન હોવો જોઈએ.”
દિલ્હી દારુ કૌભાંડના મામલે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. મનીષ સિસોદિયા બાદ હવે રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાનું નામ પણ સામે આવ્યું છે. ઇડીએ બીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં રાઘવ ચઠ્ઠાનું નામ છે. ઈડીની બીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં કહ્યું હતું કે મનીષ સિસોદિયાના સચિવે રાઘવ ચડ્ડાનું નામ લીધું છે. જ્યારે મહેન્દ્રૂએ આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધી હતું.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 43મી મેચમાં ક્રિકેટ પ્રશંસક એ સમયે હૈરા થઈ ગયા જ્યારે રોયલ ચેલેજન્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપરજાયન્ટ્સના મેંટર ગૌતમ ગંભીર વચ્ચે તીખી નોકઝોક થતી જોવા મળી હતી. મામલો એટલો આગળ વધ્યો કે ખેલાડીઓને વચ્ચે પડ્યું હતું. ક્રિકેટનું આ શર્મનાક ઘટનાને જોતા આરસીબીએ લખનૌ સામે મેચ જીત લીધી હતી. મેચ ખતમ થયા બાદ મેદાન પર બબાલ થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને સજા ફટકારી હતી.

wanted criminal arrested Surat : સુરત પોલીસે (Surat Police) અનેક ગુનાઓમાં સામેલ એવા મોસ્ટ વોન્ટેડ આરોપી જુનૈદ શેખની ધરપકડ કરી છે. આરોપી 130થી વધુ કેસમાં સામેલ છે, તો 31 નવા કેસમાં વોન્ટેડ છે. પોલીસથી બચવા વેશ ધારણ કરતો, અને કારમાં જ સુઈ જતો
આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/mumbai-gujarat-wanted-criminal-arrested-from-surat-involved-130-crimes-wanted-31-cases/108396/
ઉત્તર ભારતમાં ખરાબ હવામાનના કારણએ ચારધામ યાત્રામાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે ચારધામ પૈકી એક કેદારનાથ માટે નોંધણી 6 મે સુધી બંધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 92 હજાર યાત્રાળુઓએ દર્શન કર્યા છે. જ્યારે પહેલી મેના રોજ 14 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા.
અમેરિકાની અડીને આવેલા દેશ મેક્સિકોમાં મોટી દુર્ઘટના ઘટી હતી. મેક્સિકોમાં એક બસ 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા.
અત્યારે ચાલી રહેલા સુદાન ક્રાઇસિસ વચ્ચે ભારત સરકાર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સુદાનથી 231 ગુજરાતીઓ પરત ફર્યા છે. સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ પહોંચ્યા છે અને અમદાવાદથી પોત પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી.
ગુજરાત રાજ્યમાં ટાટની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. નવી શિક્ષણ નિતિ મુજબ પરીક્ષા લેવાશે અને 4 જૂનના રોજ પિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જ્યારે 18 જૂને મુખ્ય પ્રીક્ષા લેવાશે. આજથી જ ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થઈ છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/alia-bhatt-met-gala-2023-photos-instagram-upcoming-movie-news/108330/

World Asthma Day 2023: ઇન્હેલરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી દવા ફેફસાં સુધી પહોંચે અને લક્ષણોને હળવા કરવામાં મદદ કરે છે.
વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/world-asthma-day-how-to-properly-use-an-inhaler-health-tips-awareness-ayurvedic-life-style/108275/
કર્ણાટક ચૂંટણી 2023 લાઇવ અપડેટ્સ (મે 2): ભાજપે તેના ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)નું વચન આપ્યાના એક દિવસ પછી કોંગ્રેસ પાર્ટીએ ખાલી પડેલી તમામ મંજૂર સરકારી જગ્યાઓ ભરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જણાવવામાં આવ્યું છે કે 2006 પછી નિયુક્ત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) હેઠળ પેન્શન મળશે.
ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની તિહાડ જેલમાં હત્યા કરવામાં આવી હતી. ટિલ્લૂ પર રોહિણી કોર્ટમાં જિતેન્દ્ર ગોગીની હત્યાનો આરોપી હતી. બીજી ગેંગેના સભ્ય યોગેશ ટુંડાએ તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને દિલ્હી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Aryan Khan Brand: આર્યન ખાને જે ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી તેની વેબસાઈટ પર જે કપડાં મળે છે. તેની કિંમત જોઈને લોકોનું માથું ચકરાવે ચડી ગયું છે. કારણ કે, 24,000 રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/aryan-khan-brand-dyavol-x-clothes-price-website-latest-news/108231/
પગલું 1: તમારા ફોન પર 6357300971 નંબરને GSEB સંપર્ક તરીકે સાચવો
પગલું 2: તમારા સ્માર્ટફોન પર WhatsApp એપ્લિકેશન ખોલો
પગલું 3: GSEB ચેટ બોક્સ ખોલો
સ્ટેપ 4: તમારો બોર્ડ સીટ નંબર ટાઈપ કરો અને સેન્ડ પર ક્લિક કરો
પગલું 5: તમારી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે
ગુજરાત બોર્ડ એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે તમામ વિષયોમાં અને એકંદરે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાની જરૂર છે. જો કોઈ વિદ્યાર્થી એક અથવા વધુ પરીક્ષાઓમાં નાપાસ થાય છે તો તેને પૂરક પરીક્ષામાં બેસવાની તક મળશે

Premium Segment :બજારના વલણોનું વિશ્લેષણ કરનારા અને અર્થશાસ્ત્રીઓ સૂચવે છે કે આ વિસ્તરતી અસમાનતાનું સૂચક હોઈ શકે છે જેણે પેંડેમીક પછીની રિકવરી પ્રક્રિયાને ચિહ્નિત કરી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/car-sales-post-pandemic-premium-business-news-luxury-2022-market-technology-news-updates/108228/

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/today-history-2-may-world-asthma-day-know-today-important-events/108172/

Morinda Gurdwara sacrilege case : પંજાબના મોરિંડા બેઅદબીના આરોપી જસવીર સિંહ ઉર્ફે જસ્સીનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. જસવીર માનસા તમકોટ જેલમાં બંધ હતો. પોલીસ સુત્રો પ્રમાણે છાતીમાં દુઃખાવાની ફરિયાદના પગલે ને માનસા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે, સરાવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.