today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે બુધવારે મનીષ સિસોદીયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે 5 એપ્રિલ સુધી તિહાડ જેલમાં રહેવું પડશે. સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાએ જેલમાં વાંચવા માટે વધારે પુસ્તકો આપવાની એપ્લિકેશન આપી હતી. કોર્ટે કહ્યું કે તે જે પુસ્તકો ઇચ્છે છે તેમને આપવામાં આવે.
કેન્દ્ર અને એલજીની ટક્કર બાદ છેવટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે. દિલ્હીનું 78,800 કરોડ રૂપિયાનું ભારે ભરખમ બજેટ રજૂ કરાયું છે. જેમાં સ્વચ્છ અને આધુનિક દિલ્હી પર ભાર આપવામાં આવ્યું છે. પરિવહન વ્યવસ્થાને વધારે સારી બનાવવાની જોગવાઈઓ કરવામાં આવી છે.
ભારતમાં નવા ઇન્ટરનેશનલ ટેલીકમ્યુનિકેશન યુનિયનના એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ત્યારે ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યા છે તો આપણી પ્રાથમિક્તાઓમાં એક ક્ષેત્રીય વિભાજનને ઓછું કરવાનું છે.
અમૃતપાસની તપાસમાં પંજાબથી લઇને આંતરરાષ્ટ્રીય સીમા સુધી તપાસ ચાલું છે. પંજાબ પોલીસ અનેક શહેરોમાં તડામાર છાપેમારી કરી રહી છે. પરંતુ અમૃતપાલનો કોઈ પત્તો મળ્યો નથી. આ વચ્ચે તપાસમાં સામે આવ્યું હતું કે અમૃતપાલે પોતાનો લૂક પણ બદલી દીધો છે. ગુપ્ત એજન્સીઓને આશંકા છે કે તે પાકિસ્તાન અથવા નેપાળના રસ્તાથી ફરાર થયો છે. દરેક આંતરરાષ્ટ્રીય સીમાઓ પર નજર વધારી લીધી છે. આ પરિસ્થિતિ વચ્ચે ખુલાસો થયો હતો કે અમૃતપાસ બાઇક પર જેની સાથે ભાગ્યો હતો તેની ઓળખ પપ્પલપ્રી સિંહના રૂપમાં થઈ છે.
દિલ્હી વિધાનસભામાં બુધવારે 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટને હવે ગૃહમંત્રાલય દ્વારા અનુમોદિ કરવામાં આવશે. નાણામંત્રી કૈલાશ ગહેલોત દ્વારા દિલ્હી વિધાનસભામાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરાશે. બજેટ આ પહેલા મંગળવારે સવારે રજું થવાનું હતું. પરંતુ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે આના પર બ્રેક લગાવી દીધી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના બંને એક-બીજા પર બજેટ રોકવા અંગે આરોપ લગાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રમાં મોડી રાત્રે ભૂકંપના ભારે ઝટકા મહેસૂસ થયા હતા. રિકેટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી. ભૂકંપના ઝાટકા એટલા તેજ હતા કે ભારતમાં દિલ્હી-એનસીઆર સુધી આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનમાં 9 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અફઘાનિસ્તાનમાં 10 લોકોના મોતની પુષ્ટી થઈ હતી. ટોલો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં 160 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનમાં ભૂકંપથી 9 લોકોના મોત
100થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર
હોસ્પિટલમાં 100 લોકો સારવાર હેઠળ