scorecardresearch
Live

Today News Live Updates: ઓસ્ટ્રેલિયામાં વિભિન્ન કંપનીઓના સીઈઓથી મળ્યા વડાપ્રધાન મોદી, આજે 20 હજાર ભારતીયોને કરશે સંબોધિત

Today Latest news updates, 23 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

PM modi in Austrelia
ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન મોદી Photo credit – ANI twitter

today Gujarat National world News latest update: જાપાનથી શરુ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની યાત્રા અંતિમ ચરણમાં છે. મંગળવારે 23 મે 2023ને વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા છે. તેમણે વિભિન્ન કંપનીઓના સીઈઓથી મીટિંગ કરી. તેઓ પોતાના બે દિવસીય પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને મોટા ઇનફ્લૂએસર્સથી મુલાકાત કરશે. ત્યારબાદ સિડનીના ઓલંપિક પાર્કમાં સુપર શો થશે. જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા 20 હજાર ભારતીયોને સંબોધિત કરશે.

Read More
Read Less
Live Updates
14:47 (IST) 23 May 2023
સુરતમાં બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, કેવો છે કાર્યક્રમ અને વ્યવસ્થા?

Dhirendra Shastri in Surat : બાગેશ્વર ધામ (Bageshwar Dham) મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસના ગુજરાત (Gujarat0 પ્રવાસે આવી રહ્યા, તેઓ સુરતમાં દરબાર યોજશે. જેમાં ભાજપ (BJP) ના નેતાઓ સહિત વીવીઆઈપી (VVIP) લોકો હાજરી આપશે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/bageshwar-dham-maharaj-dhirendra-shastri-surat-organize-two-day-durbar-whats-program-arrangement/124794/

14:46 (IST) 23 May 2023
UPSC Civil Services Exam Result 2022 : યુપીએસસી અંતિમ પરિણામ જાહેર, ઇશિતા કિશોર પરીક્ષામાં ટોપ પર

UPSC Civil Services result : વ્યક્તિત્વ કસોટીમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પણ મહિલાઓએ ટોચના સ્થાનો પર પ્રભુત્વ જમાવ્યું હતું.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/upsc-civil-services-result-latest-updates-ishita-kishore-securing-air-1-women-on-top-3-ranks/124846/

14:05 (IST) 23 May 2023
SSC board Exam Result : આ દિવસે જાહેર થશે ધોરણ 10 બોર્ડનું પરિણામ, વોટ્સ એપ નંબરથી જાણો પરિણામ

ssc board exam result : ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર 25-5-2023ના રોજ સવારે 8 વાગ્યે જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/gseb-result-of-class-10-board-declared-result-from-whats-app-number/124823/

12:30 (IST) 23 May 2023
ઓસ્ટ્રેલિયામાં વિભિન્ન કંપનીઓના સીઈઓથી મળ્યા વડાપ્રધાન મોદી, આજે 20 હજાર ભારતીયોને કરશે સંબોધિત

જાપાનથી શરુ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની યાત્રા અંતિમ ચરણમાં છે. મંગળવારે 23 મે 2023ને વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા છે. તેમણે વિભિન્ન કંપનીઓના સીઈઓથી મીટિંગ કરી. તેઓ પોતાના બે દિવસીય પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને મોટા ઇનફ્લૂએસર્સથી મુલાકાત કરશે. ત્યારબાદ સિડનીના ઓલંપિક પાર્કમાં સુપર શો થશે. જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા 20 હજાર ભારતીયોને સંબોધિત કરશે.

11:53 (IST) 23 May 2023
કચ્છ: આંગડિયા પેઢીમાં 1.5 કરોડની લૂંટ, બીજી વખત માલિકને નિશાન બનાવ્યા, પોલીસ દોડતી થઈ

Angadia firm Robbery : કચ્છ (Kutch) ના ગાંધીધામ (Gandhidham) માં એક આંગડિયા પેઢીમાં ઘુસી લૂટારૂઓએ 1.5 કરોડની લૂંટ ચલાવી. કચ્છ પોલીસે (Kutch police) સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી લૂટારીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/angadia-firm-rs-1-5-crore-robbery-in-kutch-gandhidham-police-went-to-work-to-nab-the-robbers/124726/

11:30 (IST) 23 May 2023
કાળઝાર ગરમીમાંથી મળશે રાહત, આ જગ્યાએ આજથી પાંચ દિવસ સુધી પડશે ભારે વરસાદ

રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે છે. મૌસમ વિભાગ પ્રમાણે મંગળવાર સાજંથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હવામાન બદલી શકે છે. અને તાપમાનમાં ભારે ઘટાડો થશે.આ સાથે જ હળવા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે થોડા દિવસો સુધી લોકોને ભીષણ ગરમી અને લૂમાંથી રાહત મળી શકે છે. સોમવારે પણ દિલ્હી – એનસીઆરના લોકો કાળઝાર ગરમીમાં શેકાયા હતા.

11:20 (IST) 23 May 2023
કચ્છના હડપ્પાના કબ્રસ્તાનમાં, ટીમ એક રહસ્ય ખોલવા કરી રહી કામ: દફનાવેલા લોકોનું જીવન અને સમય

Kutch Harappan graveyard : કચ્છના ખાટિયા ગામ (khatiya village) નજીક લગભગ 5000 વર્ષ જૂની સ્મશાન ભૂમિ મળી આવી છે. આ કબ્રસ્તાન હડપ્પન સંસ્કૃતિના પૂર્વ શહેરી તબક્કાનું હોવાનું અનુમાન.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/graveyard-harappa-kutch-team-working-unravel-mystery-lives-times-of-the-buried/124710/

11:10 (IST) 23 May 2023
2000 Rupee Currency Ban : બેંકોમાં આજથી બદલી શકાશે 2000ની નોટ, જાણો શું રહેશે પ્રક્રિયા અને કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

2000 Rupee Note Exchange : આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન કોઈ પણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટો જમા અને બદલાવી શકશે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/2000-rupee-note-exchange-and-deposit-currency-ban-shaktikanta-das-rbi-guidelines/124637/

11:06 (IST) 23 May 2023
Summer Special : કેરી ખાવાના કારણે ઝિટ અને પિમ્પલ્સ થવાની શક્યતા છે? શું છે મિથ અને ફેક્ટ ? જાણો અહીં

Summer Special : કેરીથી ખીલ થતા નથી, પરંતુ કેટલીકવાર છાલમાં એલર્જી પેદા કરતા પદાર્થો જોવા મળે છે. વધુમાં, ફોર્ટિફાઇડ જ્યુસમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ખીલ-ગ્રસ્ત ત્વચામાં ફાટી નીકળવાનું કારણ બની શકે છે.’

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/mango-summer-season-cause-zits-acne-skincare-health-tips-benefits-awareness-ayurvedic-life-style/124638/

09:04 (IST) 23 May 2023
વાયનાડના સાંસદને યુપીથી મેં જ રવાના કર્યા, હવે અહીં ના રહે એટલા માટે તમારે…. રાહુલ ગાંધી પર સ્મૃતિ ઇરાનીએ સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એકવાર ફરીથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર નિશાન શાધતા વાયનાડની જનતાને ચેતવ્યા હતા. જો તેઓ અહીં રહેશે તો અમેઠી જેવી જ હાલત અહીંની પણ બનાવી દેશે.તેમણે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધી અમેઠીમાં રહ્યા ત્યાં સુધી વિજળી, ફાયર સ્ટેશન, મેડિકલ કોલેજ અને કેવી સ્કૂલ જેવી સુવિધાઓ અહીંના લોકોને મળી નથી. તેમણે રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા એ પણ કહ્યું કે તેમના કારણે તેઓ ઉત્તર પ્રદેશથી વાયનાડ પહોંચ્યા છે.

08:44 (IST) 23 May 2023
WhatsApp Update : WhatsApp હવે તમને તમારા મોકલેલા મેસેજને એડિટ કરવાની આપશે મંજૂરી

WhatsApp Update : વોટ્સએપ હવે યુઝર્સને મેસેજ મોકલ્યા પછી 15 મિનિટ સુધી એડિટ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરશે.જો કે ત્યાં એક એડિટ મેસેજ લેબલ હશે, કંપનીના જણાવ્યા મુજબ, ત્યાં કોઈ એડિટ હિસ્ટ્રી દર્શાવવામાં આવશે નહીં.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/whatsapp-edit-message-feature-rolls-out-feature-limit-history-label-technology-updates/124598/

08:35 (IST) 23 May 2023
‘અન્ય ઘણી છોકરીઓની જેમ, આ માણસને કારણે મને આટલા વર્ષો ચૂપચાપ સહન કરવું પડ્યું… શા માટે બ્રિજ ભૂષણનું રક્ષણ કરવામાં આવ્યું તે કોઈને અંદાજ નથી’ : વિનેશ ફોગાટ

Vinesh Phogat Idea exchange : રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી અંગે ફરિયાદ કરી હોવા છતાં આવું થયું છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/sports/brij-bhushan-sexual-harassment-vinesh-phogat-idea-exchange-why-are-wrestlers-protesting/124613/

07:46 (IST) 23 May 2023
Zomato: ફૂડ ડિલિવરી કરતી એપ ઝોમેટોની રેવન્યુમાં સુધારો થવાની અપેક્ષા

Zomatoએ Q4FY23માં `20.6 બિલિયનની આવક નોંધાવી છે, જે અંદાજ મુજબ 5.5% qoq (Quarter on quarter) /70% વધારે છે. બ્લિંકિટે આવક વૃદ્ધિ તરફ દોરી, 21% qoq વધી છે. મોસમી અને મેક્રો ઇકોનોમિક પરિબળોને કારણે ખાદ્ય વિતરણની આવકમાં 2% qoq (GOV -2% qoq) ની સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/zomato-food-delivery-app-q4-industry-growth-news-updates/124572/

07:22 (IST) 23 May 2023
અમિતાભ બચ્ચન દર રવિવારે ફેન્સ માટે શું વિચારે છે? બ્લોગ પોસ્ટમાં જણાવી તેમની હકીકત

Amitabh bachchan: અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ઓછી સંખ્યામાં લોકો આવે છે જેને ‘રવિવાર દર્શન’ તરીકે ઓળખવામાં આવે છે. “જોકે હું જોઉં છું કે સંખ્યા ઓછી છે અને ઉત્સાહ ઓછો થઈ ગયો છે અને આનંદની ચીસો હવે મોબાઈલ કેમેરામાં ફેરવાઈ ગઈ છે

અમિતાભ બચ્ચનની બ્લોગ પોસ્ટ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-blog-fans-continue-to-home-jalsa-sunday-news/124562/

07:18 (IST) 23 May 2023
2000ની નોટ વટાવવા લોકોનો પેટ્રોલ પંપ પર ધસારો, મોટા મૂલ્યની નોટમાં ચૂકવણી ગુજરાતમાં 50 ટકા અને દેશમાં 90 ટકા વધી

Fuel payments in 2000 notes : પેટ્રોલ પંપ પર અગાઉ ઇંધણ માટે 2000ની નોટમાં ચૂકવણીનું પ્રમાણ માત્ર 10 ટકા જ હતું, જો કે ગત શુક્રવારે રિઝર્વ બેંકની ઘોષણા બાદ તે 90 ટકા સુધી વધી ગયું છે.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો — https://gujarati.indianexpress.com/business/petrol-pump-fuel-payments-2000-rupee-notes-rbi/124538/

07:17 (IST) 23 May 2023
અજય દેવગણની ‘દ્રશ્યમ’ની હવે કોરિયન રિમેક બનશે, અત્યાર સુધી કુલ 7 ભાષામાં બની છે મૂવી

Ajya Devgan: અજય દેવગણની હિન્દી રિમેક ‘દૃશ્યમ’ (Drashyam) હવે કોરિયન ભાષામાં બનશે. આ માટે હિન્દી ફિલ્મ નિર્માતા તથા કોરિયન ફિલ્મ સ્ટુડિયો વચ્ચે કરાર થયા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/ajay-devgan-drashyam-korean-remake-latest-bollywood-news/124551/

07:16 (IST) 23 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો બહારની વ્યક્તિની વાતમાં પડ્યા વિના તમારા નિર્ણયને સર્વોપરી રાખો

today Horoscope, 23 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિ ભવિષ્ય વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-23-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/124406/

07:16 (IST) 23 May 2023
Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

કષ્ટભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-23-may-2023-tuesday/124558/

Web Title: Live updates breaking news today latest news 23 may 2023 aaj na taja samachar

Best of Express