scorecardresearch
Live

Today News Live Updates: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા વિનેશ ફોગાટ સહિત 8 પહેલવાન, ખેલ મંત્રાલયે WFIની ચૂંટણી પર રોક લગાવી

Today Latest news updates, 24 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news, breaking news, latest news updates
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:34 (IST) 24 Apr 2023
સુપ્રીમ કોર્ટ પહોંચ્યા વિનેશ ફોગાટ સહિત 8 પહેલવાન, ખેલ મંત્રાલયે WFIની ચૂંટણી પર રોક લગાવી

વિનેશ ફોગાટ સહિત સાત અન્ય પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બીજી તરફ ખેલ મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘની ચૂંટણી પર રોક લગાવી દીધી છે. આ ચૂંટણી 7 મે ના રોજ થવાની હતી. વિરોધ કરી રહેલા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એફઆઈઆર નોંધવામાં મોડું કરવામાં આવી રહ્યું છે. તેમની સામે પોક્સો સહિત ઘણા કેસ નોંધાવ્યા છે.

14:37 (IST) 24 Apr 2023
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૫ , રમેશ જોગલને લાગ્યું કે જાણે આખું ભારત આ નાના શા ખંડમાં એકઠું થઇ ગયું!

સૈન્યમાં સ્વચ્છતા એ શિસ્ત સાથે સંકળાયેલ અત્યંત મહત્વનું પાસું હતું. બેડ, બાથરૂમ, યુનિફોર્મ, બુટ અને લોકર આ બધાંનો દેખાવ દર્શાવતો હતો કે તેઓ કેવા રીક્રુટ હતાં.આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/hindustan-saurya-gatha-amar-shahid-ramesh-jogal-whole-of-india-had-gathered-in-this-small-continent/101860/
13:53 (IST) 24 Apr 2023
Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

weekly horoscope : તમામ રાશિના જાતકોનું સાપ્તાહ કેવું રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ.

તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે અહીં કિલક કરીને વાંચોઃ- https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-24-to-30-april-2023-rashi-bhavisya/

13:51 (IST) 24 Apr 2023
સત્યપાલ મલિકના 2019 પુલવામાના દાવાનો મામલો, ‘ગવર્નર હતા ત્યારે કેમ ચૂપ રહ્યા’: અમિત શાહ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ (J&K Governor) સત્યપાલ મલિક (Satya Pal Malik) ના પુલવામા હુમલા (Pulwama attack) પરના દાવા અને તેમની સીબીઆઈ (CBI) દ્વારા પુછપરછ મામલે અમિત શાહે (Amit Shah) જવાબો આપ્યા. તો જોઈએ તેમણે શું કહ્યું.

વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/claims-of-satya-pal-malik-2019-pulwama-attack-case-amit-shah-replied-to-all-the-allegations/101765/

12:27 (IST) 24 Apr 2023
Instagram users હવે તેમના બાયોમાં 5 લિંક્સ ઉમેરી શકશે, જાણો કેવી રીતે?

છેલ્લા કેટલાક વર્ષોમાં LinkTree જેવી સર્વિસમાં અપડેટ થયો છે તેનું કારણ એ છે કે Instagram અને TikTok જેવી એપ્લિકેશનોએ યુઝર્સને અન્ય વેબસાઇટ્સની લિંક્સ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/instagram-new-features-add-links-to-bio-technology-updates-business-news/101616/
11:47 (IST) 24 Apr 2023
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગના બદલે ભૌતિક વિજ્ઞાન ટોપ ચોઇસઃ GRE ડાટા

GRE એ પોસ્ટ-ગ્રેજ્યુએટ (યુએસમાં ગ્રેજ્યુએટ કહેવાય છે) પ્રોગ્રામ માટે ગેટવે પ્રવેશ પરીક્ષા છે, મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સમાં. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ GRE સ્કોર્સ સ્વીકારે છે.વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/indian-students-favour-physical-sciences-over-engineering-for-master-america/101662/
11:08 (IST) 24 Apr 2023
મશીન લર્નિંગઃ AI ટૂલ્યના વધતા ચલણથી નોકરીઓ ઉપર ‘લટકતી તલવાર

સામાન્ય રીતે વ્હાઇટ-કોલર કામદારો,અડવાન્ડ્સ ઈકોનોમીના વર્કર્સ, વિકાસશીલ દેશોમાં બ્લુ કોલર કામદારો કરતાં વધુ જોખમમાં હોવાની શક્યતા છે.આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/chatgpt-ai-tool-openai-artificial-intelligence-business-news-technology-updates/101514/
10:32 (IST) 24 Apr 2023
આઈડિયા એક્સચેન્જમાં રાઘવ ચઢ્ઢા: ‘ભાજપ રાષ્ટ્રીય સ્તરે AAPને તેના પડકાર તરીકે જુએ છે; માત્ર કેજરીવાલ જ પીએમ મોદીને ટક્કર આપી શકે છે’

આઈડિયા એક્સચેન્જમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ રાજકીય તમામ પહેલુ પર વાત કરી હતી.આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/aam-aadami-party-leader-raghav-chadha-interview-at-an-idea-exchange/101525/
09:05 (IST) 24 Apr 2023
Sachin Tendulkar Birthday :ક્રિકેટના વામનાવતાર સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટરે 3 ફૂટના બેટથી માપી લીધી ક્રિકેટની આખી દુનિયા

Sachin Tendulkar 50th birthday special : સચિન તેંડુલકર ક્રિકેટના અત્યારના સૌથી મોટા આઇકન છે. આંકડાઓથી ભરેલી આ રમતમાં સચિન તેંડુલકર પાસે લગભગ દરેક બેટિંગના રેકોર્ડ છે.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/sports/sachin-tendulkar-50th-birthday-special-icon-of-cricket-records/101515/

08:18 (IST) 24 Apr 2023
ન્યૂઝીલેન્ડની અડીને આવેલા કેર્માડેક દ્વીપમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

ન્યૂઝીલેન્ડની અડીને આવેલા એક દ્વીપ કેર્માડેક દ્વીપ ગ્રૂપમાં ભીષણ ભૂકંપ આવ્યો હતો. 7.2 કિમીની તીવ્રતા નોંધવામાં આવી હતી. ભૂકંપની કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપ સવારે 6.11 કલાકે આવ્યો હતો. જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા. જોકે, હજી સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળી રહ્યા નથી.

08:12 (IST) 24 Apr 2023
મહારાષ્ટ્રનું રાજકારણ : સીએમ શિંદેના ગઢમાં 10 મહિનામાં રાજકીય હરીફો સામે થઈ 25 FIR

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર છે. ત્યારે મુખ્યમંત્રીના ગઢમાં 10 મહિનામાં રાજકીય હરીફો સામે 25 ફરિયાદો નોંધાવાની માહિતી મળી રહી છે.

વધારે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/maharastra-cm-eknath-shinde-25-firs-against-political-rivals/101487/

07:39 (IST) 24 Apr 2023
એક્ટર સંપત જે.રામે કામ નહીં મળતા 35 વર્ષની વયે આત્મહત્યા કરી, એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા

શ્રી બાલાજી ફોટો સ્ટુડિયો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંપત જે.રામની દુ:ખદ નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/kannada-actor-sampath-j-ram-death-reason-movie-latest-news/101315/
07:38 (IST) 24 Apr 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણી : યેદિયુરપ્પાનું ચૂંટણી ના લડવું બીજેપીને કર્ણાટકમાં કેટલું નુકસાન પહોંચાડશે? આવો છે ગ્રાઉન્ડ રિપોર્ટ

હવે બીજેપી યેદિયુરપ્પા વગર આગળ વધવાનો પ્રયત્ન તો કરી રહી છે પણ એક ટ્રેન્ડ પાર્ટીની મુશ્કેલી લધારી રહ્યો છે. છેલ્લા 38 વર્ષોમાં રાજ્યમાં કોઇપણ પાર્ટીએ સરકારમાં રહ્યા પછી ફરી વાપસી કરી નથીવધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-2023-bs-yediyurappa-factor-bjp-ground-report/101411/
07:36 (IST) 24 Apr 2023
Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો આળસ અને બેદરકારીને તમારા પર હાવી ન થવા દો, નહીં તો પસ્તાશો

આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ જાણવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-24-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/101423/

Web Title: Live updates breaking news today latest news 24 april 2023 aaj na taja samachar

Best of Express