scorecardresearch
Live

Today News Live Updates: નવું સંસદ ભવનઃ રાહુલ ગાંધી બોલ્યા અહંકારની ઈંટોથી નથી બનતી સંસદ, ઓવૈસીએ કહ્યું દેશને નવા સંસદ ભવનની જરૂરત

Today Latest news updates, 24 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Modi surname case
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

today Gujarat National world News latest update: રવિવારે 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસંદ ભવનનું ઉદ્ઘાટનને લઇને વિરોધ પક્ષ સતત હુમલાઓ કરી રહ્યું છે. કોંગ્રેસ,ટીએમસી, આપ સહિત 19 વિપક્ષી દળોએ બુધવારે કહ્યું કે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર હુમલો કરીને લખ્યું હતું કે તેમણએ ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બોલાવવામાં આવવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઉદ્ઘાટન વડાપ્રધાન નહીં પરંતુ રાષ્ટ્રપતિ પાસે કરાવવું જોઈએ.

રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓ તરફથી બહિષ્કારનું એલાન બાદ ટ્વીટ કરીને લખ્યું હતું કે રાષ્ટ્રપતિના સંસદના ઉદ્ઘાટન ન કરાવવા અને તેમને સમારોહમાં ન બોલાવવા, આ દેશના સર્વોચ્ચ બંધારણ પદનું અપમાન છે. સંસદ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બને છે.

Read More
Read Less
Live Updates
15:10 (IST) 24 May 2023
ગજકેસરી યોગ બનવાથી આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, મળશે અઢળક ધન અને દરેક ક્ષેત્રમાં સફળતા

Gajkesari rajyoga 2023 zodiac effects : આ યોગમાં કરવામાં આવેલા દરેક કાર્યોમાં સફળતા મળે છે. ગજ કેસરી યોગ આજે સવારે 8.27 વાગ્યાથી શરુ થઈ ચૂક્યો છે જે 26 મે રાત્રે 8.50 મિનિટ પર સમાપ્ત થશે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/gajkesari-rajyoga-2023-zodiac-impact-mithun-mesh-and-tula-effect/125753/

14:58 (IST) 24 May 2023
નવું સંસદ ભવનઃ રાહુલ ગાંધી બોલ્યા અહંકારની ઈંટોથી નથી બનતી સંસદ, ઓવૈસીએ કહ્યું દેશને નવા સંસદ ભવનની જરૂરત

રવિવારે 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસંદ ભવનનું ઉદ્ઘાટનને લઇને વિરોધ પક્ષ સતત હુમલાઓ કરી રહ્યું છે. કોંગ્રેસ,ટીએમસી, આપ સહિત 19 વિપક્ષી દળોએ બુધવારે કહ્યું કે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર હુમલો કરીને લખ્યું હતું કે તેમણએ ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બોલાવવામાં આવવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઉદ્ઘાટન વડાપ્રધાન નહીં પરંતુ રાષ્ટ્રપતિ પાસે કરાવવું જોઈએ.

રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓ તરફથી બહિષ્કારનું એલાન બાદ ટ્વીટ કરીને લખ્યું હતું કે રાષ્ટ્રપતિના સંસદના ઉદ્ઘાટન ન કરાવવા અને તેમને સમારોહમાં ન બોલાવવા, આ દેશના સર્વોચ્ચ બંધારણ પદનું અપમાન છે. સંસદ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બને છે.

14:25 (IST) 24 May 2023
Summer Special : જો તમે અવારનવાર એસિડિટીથી પીડાતા હોવ અથવા બ્લોટિંગ થતું હોય, તો તાલફળી ફાયદાકારક સાબિત થઇ શકે

Summer Special : આ ફળ શરીર માટે કુદરતી શીતક છે અને ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/tadgola-or-ice-apple-benefits-summer-special-fruits-health-tips-awareness-ayurvedic-life-style/125574/

14:03 (IST) 24 May 2023
UPSC Result : યુપીએસસી પરિણામોમાં મહિલાઓનો દબદબો, એક તૃતીયાંશથી વધુ રેકોર્ડ હિસ્સો મહિલાઓનો, ટોપ ફોરમાં મહિલાઓ

upsc 2022 topper : નિમણૂક માટે ભલામણ કરાયેલા 933 ઉમેદવારોમાંથી એક તૃતીયાંશ (320) મહિલાઓ છે. માત્ર બે દાયકા પહેલા પસંદગીના ઉમેદવારોમાં મહિલાઓનો 20% હિસ્સો માત્ર હતો.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/upsc-results-women-record-their-highest-share-ever-take-top-four-ranks-too/125657/

12:38 (IST) 24 May 2023
Gujarat Weather updates: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે, કડાકાભડાકા સાથે પડી શકે છે વરસાદ

ગુજરાતમાં ઉનાળામાં માવઠું થઈ શકે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે એક અઠવાડિયા દરમિયાન માવઠું થઈ શકે છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી છે ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે. આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતાઓ શેવી હતી

12:10 (IST) 24 May 2023
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટનઃ ચાર વિરોધ પક્ષો કરશે સમારોહનો બહિષ્કાર, અન્ય પક્ષોને પણ રહી શકે છે ગેરહાજર

new parliament building inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મી મે, રવિવારના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. જોકે, આ પ્રસંગ પહેલાજ વિરોધ પક્ષોમાં વિરોધનો સૂર ઊભો થયો છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/four-opposition-parties-to-skip-pm-narendra-modi-parliament-inauguration/125575/

12:00 (IST) 24 May 2023
Study : જો ભૂખ લાગી હોય તો, તમારા ફોન પર આવતી ફૂડ ઇમેજ કરી શકે મદદ

Study : એક નવો અભ્યાસ સૂચવે છે કે વારંવાર ફૂડ ઇમેજ જોવાથી કંઈપણ ખાધા વિના તમારી ભૂખ સંતોષી શકાય છે. પરંતુ તે લાગે છે તેટલું આશ્ચર્યજનક ન હોઈ શકે.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/food-images-hunger-appetite-satiated-research-study-technology-updates/125502/

11:48 (IST) 24 May 2023
India Population Census : ભારતમાં વસ્તી ગણતરી સમયસર થાય તે કેટલું મહત્વનું છે? વિલંબને કારણે નુકસાન

india Population census : ભારતમાં વસ્તી ગણતરી 2021 માં કરવામાં કરવામાં આવવાની હતી, પરંતુ કોવિડ મહામારીના કારણે મુલતવી રાખવી પડી હતી. પરંતુ સામાન્ય સ્થિતિ બાદ પણ હજુ વસ્તી ગણતરી બાકી છે. આ વર્ષના મધ્ય સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ (India most populous country in the world) બની જશે

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/india-population-how-important-is-timely-census-damage-due-to-delay/125424/

11:22 (IST) 24 May 2023
Gujarat News udpates: અમદાવાદ DEOની કાર્યવાહી, 135 બાળકોનો RTE પ્રવેશ રિજેક્ટ

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી કરી છે. નિયમ ભંગ કરીને આરટીઈ પ્રવેશ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આમદાવાદમાં 135 બાળકોનો આરટીઇ પ્રવેશ રિજેક્ટ કર્યો છે. બીજા રાઉન્ડમાં 2000 વિદ્યાર્થીને પ્રવેશ મળશે.

11:17 (IST) 24 May 2023
Gujarat News Updates: અમરેલીમાં આજે મેગા ડિમોલીશન, ગેરકાયદે દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર

અમરેલીમાં આજે મેગા ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાયએસપીની આગેવાની ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 280થી વધુ પોલીસ જવાનોને આ કામગીરી દરમિયાન બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. અમરેલીમાં આજે ગેરકાયેદ કરેલા બદાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળશે.

11:12 (IST) 24 May 2023
Gujarat News udpates: અમદાવાદમાં રથયાત્રા પહેલા તંત્ર એક્શન મોડમાં, 300થી વધુ જર્જરીત મકાનોને નોટિસ

અષાઢી બીજના દિવેસ ભગવાન જગ્ગનાથજી નગરચર્ચાએ નીકળશે ત્યારે રથયાત્રા પહેલા અમદાવાદમાં તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રથયાત્રાના રૂટમાં આવતા 300થી વધુ મકાનોને નોટિ ફટકારી છે. જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે.

11:10 (IST) 24 May 2023
Gujarat News Updates: પાટણના શંખેશ્વરના પંચાસર હાઇવે પર ટ્રિપલ અકસ્માત

પાટણ જિલ્લાના શંખેશ્વરના પંચાસર હાઇવે પર બે લક્ઝરી તેમજ ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પરિવાર રાજસ્થાનના સુંધામાતાના દર્શન કરીને પરત ફર્યો હતો.

11:04 (IST) 24 May 2023
Gujarat News updates: દાહોદમાં 60 વર્ષીય મહિલા અને 40 વર્ષીય પુરુષ ઉપર હુમલો કર્યો, પુરુષનું મોત

દાહોદના લીમખેડાના પાડા ગામમાં આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. રાત્રે ઘરની બહાર ઊંઘતા વ્યક્તિઓ ઉપર દીપડાએ હુલમ કર્યો હતો. ભગત ફરિયા અને રામપુરિયામાં ઘટના બની હતી. દીપડાએ 60 વર્ષીય મહિલા અને પુરુષ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 40 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ બુમાબુમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાના કારણે ગામ લોકોમાં ડર ફેલાયો હતો. દીપડાને પકડવા માટે ગ્રામજનોએ માંગણી કરી હતી.

10:46 (IST) 24 May 2023
મંદિરો ઉપર હુમલાઓ મંજૂર નથી, ઓસ્ટ્રેલિયામાં બોલ્યા પીએમ મોદી – ટી20 મોડમાં આવી ગયા છે અમારા સંબંધો, જાણો ભાષણની મોટી વાતો

pm modi australia visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલનિયન વડાપ્રધાન સાથે વાર્તા બાદ પીએમ મોદીએ શું કહ્યું ચાલો જાણીએ ભાષણની મુખ્ય વાતો..

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/world/prime-minister-narendra-modi-australia-visit-sydney-speech-highlight/125425/

10:06 (IST) 24 May 2023
Vaibhavi Upadhayay Accident: ‘સારાભાઈ Vs સારાભાઈ’ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત, સહકલાકારોએ શોક વ્યક્ત કર્યો

Vaibhavi Upadhayay Death: આ વાતની પુષ્ટિ પ્રોડ્યૂસર જેડી મજેઠિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શકોને આપી છે. જેના મતે એક્ટ્રેસનું મોત ગઇકાલે મંગળવારે રાત્રે થયું હતું.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/sarabhai-vs-sarabhai-fame-vaibhavi-upadhyay-death-in-car-accident/125405/

09:52 (IST) 24 May 2023
Deposit-Exchange ₹ 2000 note : અનેક બેંકો માંગી રહી છે ID પ્રૂફ, કાળઝાર ગરમીમાં લાંબી લાઈનો, 2000ની નોટો બદલાવવા માટે લોકોને છૂટી ગયો પરસેવો

Deposit-Exchange ₹ 2000 note : મોટાભાગની ખાનગી બેંકોએ બિન-ખાતા ધારકોને પુરાવા આપવા જણાવ્યું હતું. એસબીઆઈએ તેની શાખાઓને એક સત્તાવાર નોંધમાં સ્પષ્ટતા કરી હતી કે ₹ 2,000ની નોટો બદલતી વખતે અથવા જમા કરતી વખતે કોઈ ફોર્મ કે સ્લિપની જરૂર રહેશે નહીં.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો –

https://gujarati.indianexpress.com/business/dumping-of-rs-2000-notes-ban-withdrawn-banks-guidelines-rules-in-submitting-business-updates/125379/

09:30 (IST) 24 May 2023
મંદિર-ગુરુદ્વારા બાદ ઇન્ડિયા ગેટ પર પહેલવાનોનું શક્તિ પ્રદર્શન

એક મહિનાથી ધરણાં ઉપર બેઠેલા પહેલવાનોએ ઇન્ડિયા ગેટ જવા માટે નિર્ણય લીધો હતો. દિલ્હી પોલીસને અંદાજો હતો કે સમર્થકોની ભીડ આવશે એટલા માટે પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સને પણ ઇન્ડિયા ગેટ ઉપર તૈનાત કરી દીધી હતી. થોડા સમય બાદ ઇંક્લાબ ઝિંદાબાદના નારા સંભળાયા અને હાથોમાં તિરંગા લઇને લોકોની ભીંડ આંધ્રા ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પહોંચી હતી. તેનું નેતૃત્વ રહેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા કરી રહ્યા છે. ખેડૂત દળ, સ્ટૂડન્ટ યુનિયન, મહિલા મોરચો, ભીમ આર્મી ઉપરાંત હજારો સંખ્યામાં લોકો બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોના ધરણાને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

09:03 (IST) 24 May 2023
ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અકસ્માતમાં નિધન

ટીવી ઇન્ડસ્ટ્રી માટે વધુ એક માંઠા સમાચાર આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અકસ્માતમાં નિધન થયું છે. જેડી મજીઠિયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર વૈભવી માટે એક સ્ટોરી પોસ્ટ કરી હતી. વૈભવી સારાભાઈ સિરિયલની જાસ્મીન તરીકે પણ જાણીતી હતી. તેનો અકસ્માત ઉત્તર ભારતમાં થયો છે અને તેનો પરિવાર તેના મૃતદેહને મુંબઈ લાવવાનો છે. સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રેસ્ટ ઈન પીસ વૈભવી”

08:42 (IST) 24 May 2023
મણિપુરની આગ ક્યારે ઓલવાશે, ભેદભાવ અને બદલાની હિંસામાં ફરી સળગી રહ્યા છે સામાન્ય લોકો

violence in manipur : એ સમયે સરકારને ઉપદ્રવિયોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આશરે 10 દિવસ સુધી કોઈ ઉપદ્રવ થયો ન્હોતો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/violence-broke-out-again-in-manipur-army-deployment/125385/

08:13 (IST) 24 May 2023
IPL Qualifier 1 CSK Records: ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સનો રેકોર્ડ, 10 મી વખત પહોંચ્યું આઈપીએલ ફાઇનલમાં

IPL Qualifier 1 CSK Records:આઇપીએલ ટુર્નામેન્ટમાં ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નઇ સુપર કિંગ સાબિત થયું છે. માત્ર મુંબઇ ઇન્ડિયન્સ સામે જ હાર્યું છે. જ્યારે અન્ય ટીમોને હરાવી સીધુ ફાઇનલમાં પહોંચ્યું છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/sports/ipl/ipl-qualifier-1-records-csk-won-four-times/125306/

07:58 (IST) 24 May 2023
ગુજરાત હાઈકોર્ટે દિલ્હી એલજી વિનય સક્સેના સામે ફોજદારી કાર્યવાહી પર સ્ટે આપ્યો, શું છે સમગ્ર મામલો?

Vinai Kumar Saxena vs Medha Patkar : વીકે સક્સેના, અન્ય ત્રણ સહ-આરોપીઓ, 2002માં રમખાણો, ગેરકાનૂની રીતે સભા અને મેધા પાટકર પર હુમલો કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/gujarat-high-court-stays-criminal-proceedings-against-delhi-lg-vinay-saxena-what-is-the-whole-case/125114/

07:57 (IST) 24 May 2023
UPSC Gujarat result 2023 : યુપીએસસીમાં ગુજરાતના 16 ઉમેદવારો પાસ થયા, સૌથી વધુ પોલિટિકલ સાયન્સના

UPSC Gujarat result 2023 : યુપીએસસી પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં ગુજરાતના 16 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/upsc-exam-result-2023-gujarat-16-candidate-passed/125322/

07:56 (IST) 24 May 2023
J&K 30 વર્ષ સુધી સહન કર્યું પરંતુ આતંકવાદી ઇકોસિસ્ટમ હવે અલગ પડી ગઈ છે : G20 મીટમાં એલજી મનોજ સિંહા

srinagar g20 meet : મંગળવારે શ્રીનગરમાં G20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં 27 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ચીન, તુર્કી અને સાઉદી અરેબિયા આ ઇવેન્ટથી દૂર રહ્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/g20-meet-jammu-and-kashmir-l-g-manoj-sinha-suffered-for-30-yrs-but-terror-ecosystem-now-isolated/125344/

07:55 (IST) 24 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકોના અટકેલા રૂપિયા પાછા મળવાની શક્યતા છે

today Horoscope, 24 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-24-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/125104/

07:53 (IST) 24 May 2023
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

ગણપતિ દાદાના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-24-may-2023-on-wednesday/125349/

Web Title: Live updates breaking news today latest news 24 may 2023 aaj na taja samachar

Best of Express