scorecardresearch
Live

Today News Live Updates: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી

Today Latest news updates, 26 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news, latest news update
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:30 (IST) 26 Apr 2023
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી હતી. સ્ટેટ મીડિયાએ આ અહેવાલ આપ્યો છે. બેઇજિંગે કહ્યું કે તે યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં શાંતિ મધ્યસ્થી તરીકે કામ કરવા માંગે છે. જોકે ફોન કોલની કોઈ વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી.

14:51 (IST) 26 Apr 2023
ટેલિવૂડની લોકપ્રિય જોડી બરખા બિષ્ટ અને ઇન્દ્રનીલ સેનગુપ્તા લગ્નના 15 વર્ષ બાદ લેશે ડિવોર્સ, 11 વર્ષની દીકરીના છે પેરેન્ટ્સ

Barkha Bisht and Indraneil Gupta: બરખા બિષ્ટ (Barkha Bisht) અને ઈન્દ્રનીલ સેનગુપ્તા (Indraneil Sengupta)એ માર્ચ 2008માં લગ્ન કર્યા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે.

વધારે સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/tellywood-actress-barkha-bisht-confirm-divorce-with-indraneil-gupta/104166/

14:22 (IST) 26 Apr 2023
BARC Recruitment 2023: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં 4,000થી વધુ જગ્યાઓ પર ભરતી, ₹56,000 સુધી પગાર

BARC Recruitment 2022, date, online apply : BARCએ વિવિધ પોસ્ટો પર કુલ 4374 ખાલી જગ્યાઓની બમ્પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉમેદવારો 22 મે 2023 સુધી અરજી કરી શકે છે.

ભરતી વિશે વધારે માહિતી માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/barc-recruitment-2023-notification-jobs-alerts-latst-date-online-apply/104011/

14:19 (IST) 26 Apr 2023
ગુજરાત સરકારે 100 PSUના નાણાકીય વ્યવસ્થાપનને મજબૂત કરવા ગાઈડલાઈન બહાર પાડી

ગુજરાતમાં 100 થી વધુ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (SPSU) ના નાણાકીય વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે, રાજ્ય સરકારે મંગળવારે મૂડી પુનઃરચના અને ડિવિડન્ડ વિતરણ સંબંધિત ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/gujarat/gujarat-government-issued-guidelines-to-strengthen-financial-management-of-100-spsu/104093/

14:02 (IST) 26 Apr 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ, ગુરુવારે બપોરે થશે અંતિમ સંસ્કાર

parkash singh badal dies : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 25 એપ્રિલના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું. ગુરુવારે 27 એપ્રિલે બપોરે એક વાગ્યે તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/prime-minister-narendra-modi-tribute-prakash-singh-badal-death/104083/

13:22 (IST) 26 Apr 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિરોમણી અકાલીદળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે બપોરે ચંડીગઢ પહોંચ્યા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત પ્રકાશ સિંહ બાદલના અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢ પહોંચી ગયા છે. આને જોતા ટેક્નિકલ એરપોર્ટની આસપાસ એલર્ટ જાહેર કર્યું હતું. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 25 એપ્રિલના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું.

12:46 (IST) 26 Apr 2023
Business news : મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીનું છે આટલું નેટવર્થ, રિલાયન્સ જિયોના વિકાસમાં નેતૃત્વ

Business news : આકાશ અંબાણીના શિક્ષણ ભારત અને USA ની યુનિવર્સીટીમાં થયો છે, તો જાણો વ્યવસાયિક પ્રવાસ, સ્થિતિ, નેટવર્થ વિષે.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/akash-ambani-net-worth-reliance-jio-billionaire-business-news-technology-updates/103899/

12:00 (IST) 26 Apr 2023
આમ આદમી પાર્ટીએ જીતી દિલ્હી મેયર અને ડે.મેયરની ચૂંટણી, બીજેપીએ બંને પદોના ઉમેદવારોના નામ પાછા ખેંચ્યા

આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય ફરીથી દિલ્હીના મેચર બની ચૂક્યા છે. દિલ્હીમાં બુધવારે મેયર અને ડે.મેયરની ચૂંટણી થવાની હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો થવાનો હતો. જોકે, ભાજપે ચૂંટણી પહેલા જ બંને પદો પરથી ઉમેદવારોના નામ પાછા ખેંચવાની ઘોષણા કરી હતી.

11:26 (IST) 26 Apr 2023
Vande Bharat Express: તિરુવનંતપુરમ સેન્ટ્રલ-કસરાગોડ વંદે ભારત એક્સપ્રેસ આજથી દોડશે: મુસાફરીનો સમય, સ્ટોપેજ પોઈન્ટ અને જાણો મહત્વ

Vande Bharat Express : બાળકો, રેલપ્રેમીઓ અને સામાન્ય લોકો પ્રતિષ્ઠિત ટ્રેન સેવાની ઝલક મેળવવા માટે રેલ્વે સ્ટેશનો પર પહોંચ્યા હતા. વધારે માહિતી માટે લિંક પર ક્લિક કરો :- https://gujarati.indianexpress.com/business/vande-bharat-express-railways-thiruvananthapuram-central-kasaragod-begins-commercia-run-from-today-know-travel-time-stoppage-points-and-significance-business-latest-updates-in-gujarati/103706/

11:13 (IST) 26 Apr 2023
કોરોના ફરી વકર્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો નવા કેસો 9629 નોંધાયા, 29 દર્દીના મોત

સતત ત્રણ દિવસ કોરોના વાયરસમાં ઘટાડા બાદ આજે ફરીથી ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં 9629 ના કોરોના કેસો નોંધાયા હતા. એક્ટિવ કેસનો આંકડો 61,013એ પહોંચ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 29 લોકો મોતને ભેટ્યાં હતા.

10:40 (IST) 26 Apr 2023
દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસમાં લાગી

દિલ્હીમાં મથુર રોડ પર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીની ફાયર સર્વિસે જણાવ્યું કે ઇમેઇલ દ્વારા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હવે આ મહિનામાં બીજો મામલો છે જ્યારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પહેલા 13 એપ્રિલે પણ સાઉથ દિલ્હીની એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

10:27 (IST) 26 Apr 2023
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા ચંડીગઢ જશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકાલી દલના સંરક્ષક શિરોમણી પ્રકાશ સિંહ બાદલને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે બપોરે 12 વાગ્યે ચંડીગઢ પહોંચશે. પંજાબના પૂર્વ મુખમંય્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 95 વર્ષી ઉંમરે નિધન થયું હતું. પ્રકાશ સિંહ બાદલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. બાદલને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ હતી.

10:02 (IST) 26 Apr 2023
ચિત્તાનું મોતઃ કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતાથી 6 વર્ષના ઉદય ચિત્તાનું મોત, ફોરેન્સિક ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા

Kuno cheetah death : ફોરેન્સિક સાયન્ટિસ્ટ સહિત પાંચ સભ્યોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રાથમિક શબપરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/kuno-national-park-cheetah-died-of-cardiopulmonary-failure-samples-sent-for-forensic-test/103670/

09:56 (IST) 26 Apr 2023
Business News : અદાણીને 5G રોલઆઉટ કરવામાં હજી વધારે સમય લાગશે, તેની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો?

ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જેવી ટેલિકોમ સેવા પ્રદાતાઓએ પણ અત્યાર સુધી કોઈપણ સેવાઓ માટે 26 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું નથી, પરંતુ તેઓ તારીખની નજીક આવું કરે તેવી શક્યતા છે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/adani-group-5g-rollout-business-news-technology-updates/103646/
08:38 (IST) 26 Apr 2023
આ બ્યુટી ટિપ્સ : આ 3 સ્કિનકેર ટ્રેન્ડ છે પોપ્યુલર પરંતુ તમારી સ્કિનને કરી શકે નુકસાન

Beauty tips : આ સ્કિનકૅર પ્રોડક્ટસ ટ્રેન્ડી લાગી શકે છે, પરંતુ તમારી સ્કિને લાંબાગાળે નુકશાન પહોંચાડી શકે છે.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/beauty-tips-harmful-skincare-products-skincare-products-health-ayurvedic-life-style/103621/

08:23 (IST) 26 Apr 2023
હીરામંડી માટે વિશાળ સેટ તૈયાર, અત્યાર સુધીનો મારો સૌથી મોટો પ્રોજેક્ટઃ સંજય લીલા ભણસાલી

Heeramandi: ‘ફ્રી પ્રેસ જર્નલ’ના અહેવાલ મુજબ, ભણસાલીએ કહ્યું છે કે, ”હીરામંડી’ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તે ખૂબ વિશાળ પાયે બનશે. તેથી મારે કંઈક વિશેષ જ કરવું પડે.’

વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/heeramandi-history-sanjay-leela-bhansali-web-series-release-date-2/103622/

07:57 (IST) 26 Apr 2023
Gujarat latest News updates: ગુજરાત વિધાનસભામાં કેબિનેટ બેઠકના સમયમાં ફેરફાર

ગુજરાત વિધાનસભામાં કેબિનેટના સમયમાં ફેરફાર થયો છે. આજે સાંજે કેબિનેટ બેઠક મળશે.સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમને લઈ ફેરફાર થતાં સાંજે 5.15 કલાકે કેબિનેટ બેઠક મળશે.

07:52 (IST) 26 Apr 2023
Gujarat latest News updates: ભરઉનાળે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. આગામી 4 દિવસમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડી શકે છે.

07:47 (IST) 26 Apr 2023
પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન

Parkash Singh Badal: પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા, સૌથી લાંબા સમય સુધી સત્તા સંભાળી અને સતત પોતાની પાર્ટી શિરોમણી અકાલી દળને જીત અપાવીસંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/sad-patriarch-parkash-singh-badal-passes-away-at-95/103556/

07:44 (IST) 26 Apr 2023
આજનો ઇતિહાસ 26 એપ્રિલ : વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના દિવસ

આજે 26 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિન છે. વર્ષ 1986માં આજના દિવસે જ યુક્રેનમાં ચેર્નોબિલ પરમાણું દુર્ઘટના ઘટી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-26-april-world-intellectual-property-day-chernobyl-disaster-know-today-important-events/103570/
07:39 (IST) 26 Apr 2023
Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકો બિઝનેસ સાથે જોડાયેલા કોઈપણ કામમાં વધારે રોકાણ ન કરો

આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિભવિષ્ય વાંચવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-26-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/103472/
07:36 (IST) 26 Apr 2023
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

લાઇવ દર્શન કરવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-26-april-2023-on-wednesday/103596/

Web Title: Live updates breaking news today latest news 26 april 2023 aaj na taja samachar

Best of Express