scorecardresearch
Live

Today News Live Updates: કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો, કેન્દ્રના અધ્યાદેશ સામે જોઈએ છે સમર્થન

Today Latest news updates, 26 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Arvind Kejriwal
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (File)

today Gujarat National world News latest update: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અધ્યાદેશ લાવ્યું છે જેનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે. કેન્દ્ર સરકાર જે અધ્યાદેશ લઇને આવી છે તેને સંસદના બન્ને સદનોમાં રજુ કરવામાં આવશે. આ અધ્યાદેશ રાજ્યસભામાં પાસ ના થાય તેથી કેજરીવાલ સતત વિપક્ષી પાર્ટીઓને મળી રહ્યા છે અને આ અધ્યાદેશના વિરોધમાં ઉભા રહેવાની અપીલ કરી રહ્યા છે.

Read More
Read Less
Live Updates
18:04 (IST) 26 May 2023
લંપટ પ્રોફેસર! યુનિવર્સિટીના HOD એ વિદ્યાર્થીની પાસે KISS ની કરી માંગ, પછી થઈ જોવા જેવી

professor Nasty demands from student : જૌનપુર (Jaunpur) ની પૂર્વાંચલ યુનિવર્સિટીની ટીડી કોલેજના એચઓડી (HOD) એ વિદ્યાર્થીની પાસે કિસ (KISS) સહિત બિભત્સ માંગણી કરી, જેનો વીડિયો વાયરલ (Viral Video) થતા સોશિયલ મીડિયા (Social Media) પર હાહાકાર મચી ગયો (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
17:04 (IST) 26 May 2023
કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો, કેન્દ્રના અધ્યાદેશ સામે જોઈએ છે સમર્થન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અધ્યાદેશ લાવ્યું છે જેનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે. કેન્દ્ર સરકાર જે અધ્યાદેશ લઇને આવી છે તેને સંસદના બન્ને સદનોમાં રજુ કરવામાં આવશે. આ અધ્યાદેશ રાજ્યસભામાં પાસ ના થાય તેથી કેજરીવાલ સતત વિપક્ષી પાર્ટીઓને મળી રહ્યા છે અને આ અધ્યાદેશના વિરોધમાં ઉભા રહેવાની અપીલ કરી રહ્યા છે.

16:45 (IST) 26 May 2023
ભાજપ સરકારના 9 વર્ષ, કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદીને પૂછ્યા 9 સવાલ

BJP Government : કોંગ્રેસે ‘9 સાલ 9 સવાલ’ નામનો એક દસ્તાવેજ બહાર પાડ્યો, કોંગ્રેસે કહ્યું – ભાજપે ઉજવણી કરવાનું શરૂ કરતા પહેલા વડા પ્રધાને આ નવ પ્રશ્નોનો જવાબ આપવો જોઇએ (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
14:18 (IST) 26 May 2023
Beauty Tips : શું સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો માટે નેચરલ સ્કિનકેર સલામત છે? આવી કેટલીક સ્કિનકૅરને લગતી માન્યતાનોનું આ છે સત્ય

Beauty Tips : ટૂથપેસ્ટ ખરેખર તમારી ત્વચાને બળતરા કરી શકે છે અને પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. અસરકારક પરિણામો માટે ખીલ સારવારને વળગી રહો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/skin-care-myths-debunked-toothpaste-acne-treatment-skincare-health-tips-awareness-ayurvedic-life-style/127446/

14:08 (IST) 26 May 2023
કમાવા માટે દુબઈ ગયો પતિ, છ બાળકોની માતા પરપુરુષના પ્રેમમાં પડી, વર્ષો બાદ પાછો ફરતા પતિને ચૂકવવી પડી ભારે કિંમત

bihar love and murder story : 22 મેની રાત્રે માછલીના વ્યવસાય સાથે સંકળાયેલા મોહમ્મદ મિયાંની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હવે આ હત્યાકાંડમાં ખુલાસો કર્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/crime-news/wife-got-her-husband-killed-with-the-help-of-supari-killers-bihar-crime-news/127500/

14:05 (IST) 26 May 2023
સંસદ ભવન: સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ધાટનને પડકારતી અપીલ ફગાવી – કહ્યું, આવી અરજીનો ઉદ્દેશ્ય છે શું તે અમને ખબર છે

Parliament inauguration case in SC : અરજદારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા કરવાનો આદેશ જારી કરવા સુપ્રીમ કોર્ટમાં અપલી કરી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/parliament-building-inauguration-pm-modi-supreme-court-dismissed-petition/127494/

13:25 (IST) 26 May 2023
સત્યેન્દ્ર જૈનને રાહત, કોર્ટે આપ્યા વચગાળાના જામીન, મીડિયાને પણ નિવેદન આપવાની મંજૂરી નહીં

મની લોન્ડરિંગ મામલામાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને અંતરિમ જમાન મળી ગઈ હતી. જોકે, દિલ્હીની બહાર જઇ શકશે નહીં સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર શરતો સાથે છ સપ્તાહની વચગાળાના જામીન આપ્યા છે. તેઓ મંજૂરી વગર બહાર જઈ શકે નહીં મીડિયાના સામે કોઈ નિવેદન આપી શકશે નહીં.

11:46 (IST) 26 May 2023
ભારત અને દક્ષિણ પેસિફિક: PM મોદીની મુલાકાતના મુખ્ય અંશ અને ચીનની કૂટનીતિની ઉપસ્થિતિ

Pacific Island Countries : કૂક ટાપુઓ, ફિજી, કિરીબાતી, માર્શલ ટાપુઓ, માઇક્રોનેશિયા, નૌરુ, નીયુ, સમોઆ, સોલોમન ટાપુઓ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, ટોંગા, તુવાલુ અને વનુઆતુ જેવા દક્ષિણ-પશ્ચિમ પેસિફિકમાં આવેલા 14 ટાપુ દેશોનું PIC એક ક્લસ્ટર છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/world/india-and-the-south-pacific-highlights-of-pm-modis-visit-chinas-diplomatic-presence/127317/

10:17 (IST) 26 May 2023
નવી સંસદના ઉદ્ઘાટન સમયે લોન્ચ કરાશે ₹ 75 નો સિક્કો

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના અવસર પર 75 રૂપિયાનો એક વિશેષ સિક્લો લોન્ચ કરવામાં આવશે. નાણામંત્રાલયએ આ જાણકારી ગુરુવારે આપી હતી. આ સિક્કો ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર લોન્ચ કરવામાં આવી રહ્યો છે. સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ રહેશે. જેના નીચે સત્યમેવ જયતે લખેલું હશે. જ્યારે ડાબી તરફ દેવનગારી લિપિમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા શબ્દ લખેલા હશે.

સિક્કામાં રૂપિયાનું ચિન્હ પણ હશે. લાયન કેપિટલની નીચે આંતરરાષ્ટ્રીય અંકોમાં 75 લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદ પરિસરની તસવીર દેખાશે. અને સંસદ સંકુલ શબ્દ દેવનાગરી લિપિમાં અને નીચેની જગ્યાએ અંગ્રેમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું હશે.

09:48 (IST) 26 May 2023
Annual Health Index : હેલ્થ ઇન્ડેક્ષમાં કોરોના વર્ષમાં આ રાજ્યો રહ્યા ટોચ પર, દિલ્હીનું પ્રદર્શન સૌથી ખરાબ

Annual Health Index : વાર્ષિક આરોગ્ય સૂચકાંક, જે “24 આરોગ્ય પ્રદર્શન સૂચકાંકોને સમાવિષ્ટ ભારિત સંયુક્ત સ્કોર” પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદર્શનને માપે છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/sara-ali-khan-goes-home-in-auto-upcoming-movie-zara-hatke-zara-bachke/127202/

09:41 (IST) 26 May 2023
બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં ‘દરબાર’, કેવી છે સુવિધા? સમયથી લઇને સુરક્ષા સુધી તમામ વિગતો

bageshwar dham dhirendra shastri divya darbar at surat : ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મે, 2023ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં તેમનો ‘દરબાર’ યોજશે. બાગેશ્વ સરકારનો ‘દરબાર’ સાંજે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/bageshwar-dham-dhirendra-shastri-divya-darbar-at-surat-nilgiri-ground-konw-more-about-it/127216/

09:11 (IST) 26 May 2023
સારા અલી ખાનને ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશન બાદ રીક્ષામાં બેસીને ઘરે જવું પડ્યું, જાણો કારણ

Sara Ali Khan: સારા અલી ખાનનો ઓટોમાં સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે નિયોન પિંક ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/i-t-returns-income-tax-returns-norms-business-latest-updates/127186/

08:52 (IST) 26 May 2023
Gujarat weather forecast : ગુજરાતમાં 28 અને 29 બે દિવસ વરસાદની આગાહી, અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ યથાવત

IMD Rain forecast in Gujarat : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે, અમદાવાદીઓને હજુ 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/rain-forecast-weather-latest-news-summer-yellow-alert-in-ahmedabad/127194/

08:34 (IST) 26 May 2023
Gujarat weather forecast : આજથી રાજ્યમાં ગરમી ઘટવાનું અનુમાન, અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ યથાવત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે, અમદાવાદીઓને હજુ 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદમાં હજું 5 દિવસ સુધી યલો એલર્ટ યથાવત રખાયું છે.

08:34 (IST) 26 May 2023
જ્યારે અમિતાભ બચ્ચને અભિનેતા દારૂ અને ડ્રગ્સનો સહારો કેમ લે છે તે અંગે વિચાર કર્યો હતો ત્યારે….

Amitabh Bachchan: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક વખત ફિલ્મોમાં અભિનય કરતા સમયે એક્ટર્સની માનસિક સ્થિતિ અંગે વિચાર કરતા હતા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-actors-alcohol-and-drugs-drink-latest-news/127187/

08:24 (IST) 26 May 2023
Gujarat weather updates : ગુજરાતમાં 28 અને 29 મે, બે દિવસ વરસાદની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે 28, 29 મેના રોજ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે.

08:21 (IST) 26 May 2023
Gujarat Weather News Updates: માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. 32થી 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

08:19 (IST) 26 May 2023
Gujarat Weather News Updates: ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હી કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેના પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ થયું હતું. માર્કેટ યાર્ડમાં સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. તંત્ર દ્વારા 28થી 30 મે સુધી અનાજ ન પલળે તેની તકેદારી રાખવા માટે અપીલ કરી છે.

08:17 (IST) 26 May 2023
Gujarat News updates: બાગેશ્વર ધામ સરકાર ધિરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુરતમાં

બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધિરેન્દ્ર શાસ્ત્રી બે દિવસના મહેમાન બન્યા છે. બે દિવસ સુરમાં દિવ્ય દરબાર લગાવશે. લિંબાયના નીલગીરી ગ્રાઉન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

08:15 (IST) 26 May 2023
Gujarat News Updates : ધોરણ 10ના રિઝલ્ટ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ એક્શનમાં, ઓછા પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટ કપાશે!

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે બોર્ડ દ્વારા 64.62 ટકા પરિણામ જાહેર કર્યું છે. જોકે, ગત વર્ષની તુલનાએ બોર્ડના પરિણામમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે પરિણામ આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. ખરાબ પરિણામ લાવનાર શાળાઓ સામે કાર્ય કરવામાં આવી શકે છે. 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટમાં કાપ મૂકાય તેવી શક્યતા છે.

08:08 (IST) 26 May 2023
Gujarat News Updates : વિદેશમંત્રી એસ. જયશંકર આજે નર્મદાની મુલાકાતે

દેશના વિદેશમંત્રી એસ. જયશંકર આજે નર્મદા જિલ્લાની મુલાકાત લેવાના છે. તેઓ જિલ્લાના વ્યાધર ગામની મુલાકાત લેશે. સાથે સાથે આમદલા ગામે એક કાર્યક્રમમાં હાજર રહેશે.

08:01 (IST) 26 May 2023
ધમાકેદાર પ્રીપેડ પ્લાન : Airtel, Jio અને Vi આપી રહી છે એક વર્ષની વેલિડિટી સાથે એકદમ સસ્તા પ્રીપેડ પ્લાન

Best Prepaid Plan : ત્રણેય મુખ્ય ખાનગી ટેલિકોમ પ્લેયર્સ, Airtel, Jio અને Vi, ભારતમાં વર્ષ-લાંબી વેલિડિટી સાથે રિચાર્જ પ્લાન ઓફર કરે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/best-prepaid-with-one-year-validity-long-term-affordable-annual-recharge-plans/127155/

07:11 (IST) 26 May 2023
રાષ્ટ્રપિ દ્રૌપદી મુર્મૂ પાસે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના નિર્દેશવાળી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે 26 મે 2023ના રોજ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે અનેક વિપક્ષી દળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદ ભવનનું ઉદ્ઘાટનનો વિરોધ કરતા આ સમારોહનો બહિષ્કાર કરવાની વાત કરી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને આ જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને કેન્દ્ર સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

07:04 (IST) 26 May 2023
લોકસભા ચૂંટણી 2024 : ઉત્તર પ્રદેશમાં ભાજપની તૈયારી શરૂ, લોકસભા બેઠકોના ક્લસ્ટર સોંપાયા, રાજ્યોમાંથી નેતાઓની નિમણૂક

General Elections 2024 : ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ યુપીના કૈરાના, મુઝફ્ફરનગર તેમજ ઉત્તરાખંડના નજીકના ટિહરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ એમ પાંચ મતક્ષેત્રોના ક્લસ્ટર માટે ગ્રુપ એ માં છે

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/bjp-steps-up-for-2024-in-battleground-up-clusters-of-ls-seats-deployment-of-leaders-from-across-states/127127/

06:59 (IST) 26 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકોને વેપારમાં, કાર્યોમાં થોડી મૂંઝવણ થઈ શકે છે

today Horoscope, 26 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમારું આજનું રાશિફળ જાણવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-26-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/126912/

06:58 (IST) 26 May 2023
આજનો ઇતિહાસ 26 મે : રાષ્ટ્રીય ધાતુ દિવસ, એઇડ્સની બીમારી ચિમ્પાન્ઝીથી ફેલાઇ હોવાનું પુરવાર થયું

Today history 26 May : આજે 26 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ધાતુ દિવસ છે. એઇડ્સની બીમારી ચિમ્પાન્ઝીથી ફેલાઇ હોવાનું પુરવાર થયું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-26-may-aids-virus-chimpanzee-metal-day-know-today-important-events/127134/

Web Title: Live updates breaking news today latest news 26 may 2023 aaj na taja samachar

Best of Express