scorecardresearch
Live

Today News Live Updates: ગુજરાતમાં નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબીમાં નવીન નર્સિંગ કોલેજ સ્થપાશે

Today Latest news updates, 27 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
17:07 (IST) 27 Apr 2023
ગુજરાતમાં નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબીમાં નવીન નર્સિંગ કોલેજ સ્થપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત 10 કરોડ રૂપિયાની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે.

14:10 (IST) 27 Apr 2023
Health Tips : ધ્યાન, હૃદયરોગના દર્દીઓમાં ચિંતા અને તણાવ ઓછો કરવામાં મદદગાર

Health Tips : સંશોધકોના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં કરુણા મેડિટેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે શ્વાસ અને સારા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વધારે માહિતી વાંચવા માટે લિંક પર કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/meditation-stress-anxiety-healthcare-news-tips-benefits-awareness-ayurvedic-life-style/105029/

13:48 (IST) 27 Apr 2023
આલિયા ભટ્ટે ખોલ્યા રાજ, દીકરી રાહાને પ્રેમથી બોલાવે છે આ નામથી, જાણો કારણ

Alia Bhatt Baby Name: વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પોતના જીવનની એવી અજાણી વાતો શેર કરી છે, જે જાણીને તમને નવાઇ લાગશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/alia-bhatt-baby-name-raha-kapoor-nick-name-know-news/105025/

13:43 (IST) 27 Apr 2023
Business News : રાકેશ ઝુનઝુનવાલાથી વિજય કેડિયા સુધી,ભારતના આ સૌથી સફળ વેપારીઓ કે જેમણે બજારોને હરાવી કરોડો કમાયા

Business News : બહુ ઓછા વેપારીઓ અને રોકાણકારોએ આ નિષ્ણાતોની જેમ ભારતના શેરબજારોનો મોટાભાગના હિસ્સો કબ્જે કર્યો છે.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/business-news-vijay-kedia-ramesh-damani-raamdeo-agrawal-rakesh-jhunjhunwala-big-bull/104924/

12:20 (IST) 27 Apr 2023
નવાઝુદ્દીન સિદ્દીકી પર વઘુ એક આફત, બંગાળી સમુદાયે નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી વિરૂદ્ધ બંગાળી સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યાં છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/nawazuddin-siddiqui-complaint-against-bengali-community-new-sprite-ad/104916/

11:56 (IST) 27 Apr 2023
અમદાવાદ : વડોદરાની CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી

CEPT University student suicide : અમદાવાદ (Ahmedabad) માં પેઈંગ ગેસ્ટ રહેતો અને વડોદરા (Vadodara) CEPT યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) એ છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા (Suicide) કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Gujarat University Police) તપાસ શરૂ કરી.

વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/gujarat/ahmedabad-student-vadodara-cept-university-committed-suicide-jumping-sixth-floor/104907/

11:51 (IST) 27 Apr 2023
પશ્વિમ બંગાળમાં રામનવમી હિંસા મામલે NIA કરશે તપાસ, કોલકત્તા હાઈકોર્ટનો આદેશ

પશ્વિમ બંગળામાં ગત મહિને રામ નવમી પર થયેલી હિંસા મામલે તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરશે. કલકત્તા હાઈ કોર્ટે ગુરુવારે આદેશ આવ્યો છે કે આ મામલે તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવે. ગત મહિને રામનવમી પર આયોજન દરમિયાન રાજ્યના વિભિન્ન વિસ્તારમાં સામુદાયિક હિંસા ભડકી હતી. આ દરમિયાન તોડફોડ, આગચંપી અને પત્થરબાજીની ઘટનાઓ ઘટી હતી. સૌથી વધારે હિંસા હાવડા અને દલખાઓ જિલ્લામાં થઈ હતી.

11:29 (IST) 27 Apr 2023
Health Tips: શું ખાંડના વ્યસનથી મુક્ત થવા માટે એક મહિનો પૂરતો છે? જાણો એક્સપર્ટ શું કહે છે?

Health Tips :એમ ડૉ. અભિજિત ભોગરાજ, સલાહકાર, ડાયાબિટીસ અને એન્ડોક્રિનોલોજી, મણિપાલ હોસ્પિટલ, હેબ્બલ, બેંગલોર કહે છે કે, “ખાંડ એ કોઈપણ વ્યસનકારક પદાર્થ જેવું છે કારણ કે જ્યારે પણ આપણે તેનું સેવન કરીએ છીએ ત્યારે તે “મગજમાં રિવોર્ડ સર્કિટ” પર કામ કરે છે.”

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/health-tips-sugar-addiction-how-to-go-off-quit-awareness-ayurvedic-life-style/104852/

11:13 (IST) 27 Apr 2023
સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, ‘કોઈ નથી જાણતું કે’…

આજે 27 એપ્રિલ ગુરૂવારના રોજ 68મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઇ રહ્યો છે. આ ઇવેન્ટ માયાનગરી મુંબઇ ખાતે યોજાશે. ત્યારે એવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે કે, આ એવોર્ડ સમારોહને ભાઇજાન સલમાન ખાન હોસ્ટ કરશે. સલમાન ખાને ફિલ્મફેર એવોર્ડ પહેલા એક ફોટો શેર કર્યો છે. આ ફોટો અને તેનું કેપ્શન જોયા બાદ એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે અભિનેતા ફિલ્મફેરની તૈયારી કરી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/68th-filmfare-awards-host-salman-khan-bollywood-news/104865/

11:03 (IST) 27 Apr 2023
જેલમાંથી મૂક્ત થયા બિહારના બાહુબલી નેતા આનંદ મોહન, ડીએમની હત્યાના કેસમાં થઈ હતી ઉમરકેદ

Bihar DM murder case Anand mohan : બિહાર સરકાર દ્વારા તાજેતરમાં મૂક્તિના નિયમોમાં કરેલા ફેરફાર બાદ 27 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા હતા. જેમાં આનંદ મોહનનો પણ સમાવેશ થાય છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/bihar-dm-murder-case-anand-mohan-released-from-jail/104837/

10:49 (IST) 27 Apr 2023
દેશમાં કોરોના વાયરસના નવા 9355 કેસ નોંધાયા, કોરોનાએ વધુ 26 લોકોનો જીવ લીધો

કોરોના વાયરસના કેસોમાં ચડઉતર થઇ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9355 નવા કેસ નોંધાયા છે. જોકે બુધવારની સરખામણીમાં નવા કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અત્યારે કુલ 57,410 એક્ટિવ કેસો છે. કોરોના વાયરસના કારણે વધુ 26 લોકોના મોત નીપજ્યા છે.

10:20 (IST) 27 Apr 2023
જેલમાંથી મૂક્ત થયા બિહારના બાહુબલી નેતા આનંદ મોહન, ડીએમની હત્યાના કેસમાં થઈ હતી ઉમરકેદ

બિહારમાં ગેંગસ્ટરથી રાજનેતા બનેલા આનંદ મોહનને સહરજા જેલમાંથી ગુરુવારે મૂક્ત કરવામાં આવ્યા છે. એક જેલ અધિકારીએ જાણકારી આપી હતી કે સવારે 4 વાગ્યે આનંદ મોહનને મૂક્ત કરી દીધા હતા. બિહાર સરકાર દ્વારા તાજેતરમાં મૂક્તિના નિયમોમાં કરેલા ફેરફાર બાદ 27 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા હતા. જેમાં આનંદ મોહનનો પણ સમાવેશ થાય છે. 1994માં ગોપાલગંજના તત્કાલિન ડીએમની હત્યાના કેસમાં આનંદ મોહનને ઉમેર કેદની સજા થઈ હતી.

09:51 (IST) 27 Apr 2023
Gujarat News Latest Update: ગુજરાતમાં આગામી ચાર દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આ દિવસોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા સેવી છે

09:49 (IST) 27 Apr 2023
Gujarat News Latest Update: રાજકોટઃ મહિલાના મૃતદેહના ટૂકડા મામલો

રાજકોટમાં લાલપરી નદીમાંથી મહિલાના મૃતદેહના ટુકડા મળવાનો મામલો, મહિલા અંગે માહિતી આપનાર 20 હજાર રૂપિયા આપવાની પોલીસની જાહેરાત

09:46 (IST) 27 Apr 2023
સોનાક્ષી સિંહા ગુપ ચુપ રીતે ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે, અર્પિતા ખાને કર્યું કન્ફર્મ

Sonakshi sinha: સોનાક્ષી સિંહા પ્રોફેશનલ લાઇફની સાથે પોતાની અંગત જીવનને કારણે પણ હાલ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, અભિનેત્રી ઝહીર ઈકબાલને ડેટ (Sonakshi Sinha Dating Zaheer Iqbal) કરી રહી છે. આવો જાણીએ આ અહેવાલમાં કે આ અફવામાં કેટલી તથ્ય છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/sonakshi-sinha-dating-zaheer-iqbal-new-movie-bollywood-news/104751/

09:30 (IST) 27 Apr 2023
ફિઝિયો પરમજીત મલિકે બ્રિજ ભૂષણ જાતીય સતામણીના આરોપો પર મૂક્યો ભાર, જણાવ્યું કેવી રીતે મહિલા કુસ્તીબાજો પર કરાતું “દબાણ”

Brij Bhushan sexual harassment case : જંતર-મંતરમાં કુસ્તીબાજોના વિરોધમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફિઝિયોથેરાપિસ્ટ પરમજીત મલિકે જણાવ્યું હતું કે છોકરીઓ તેમના વરિષ્ઠોને તેમની સાથે થતાં વ્યવહાર વિશે જણાવતી વખતે રડી પડી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોhttps://gujarati.indianexpress.com/sports/brij-bhushan-sexual-harassment-wfi-women-wrestlers-president-physiotherapist-paramjit-malik/104763/

09:09 (IST) 27 Apr 2023
સરકારી પેનલ NPSની સમીક્ષા, જોખમ-મુક્ત પેન્શન ચૂકવણીના સંદર્ભમાં તેને વધુ આકર્ષક બનાવવાની રીતો શોધી રહી છે

Business News : એક વિશ્લેષકે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી કોર્પસ સ્થિર રહે છે, જો ફુગાવા-સંબંધિત ઇન્ક્રીમેન્ટને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રારંભિક ઉચ્ચ પેન્શન લાભો બહાર પાડવામાં આવશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/nps-ups-new-pension-scheme-pension-pfrda-business-news-updates/104734/

08:40 (IST) 27 Apr 2023
આમિર ખાનએ પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું… ‘મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર’

Aamir khan: આમિર ખાને દિલ્હીમાં નેશનલ કોન્ક્લેવમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પીએમ મોદી (PM Modi) ના ભરપૂર વખાણ કર્યા હતાં. ત્યારે હવે આ ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/aamir-khan-praise-prime-minister-narendra-modi-mann-ki-baat-programme/104735/

08:17 (IST) 27 Apr 2023
છત્તીસગઢમાં માઓવાદીઓનો આતંક, કેમ કરે છે વારંવાર હુમલાઓ?

Maoist chhatisgarh attack : છત્તીસગઢ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં માઓવાદીઓનો દબદબો જોવા મળે છે અને મોટા હુમલાઓ કરવાની ક્ષમતા ધરાવે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/maoists-dantewada-attack-chhattisgarh-lwe-violence-explained/104729/

07:35 (IST) 27 Apr 2023
વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ પૈકી એક ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા ચમકશે

Met Gala 2023 Priyanka Chopara: પ્રાપ્ત વિગત અનુસાર, ગાલા ઇવેન્ટ 1 મેના રોજ ન્યૂયોર્ક ખાતે યોજાવાની છે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા ઉપસ્થિત રહેશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/met-gala-2023-priyanka-chopara-bollywood-celebrities-news/104715/

07:30 (IST) 27 Apr 2023
આજનો ઇતિહાસ 27 એપ્રિલ : મુમતાઝ મહેલનો જન્મદિન, જેમની યાદમાં શાહજહાંએ ‘તાજમહેલ’ બનાવ્યો

Today history 27 April : આજે 27 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસ વર્ષ 1593માં મુમતાઝ મહેલનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે..

આજના દિવસના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-27-april-mumtaz-mahal-birthday-wife-of-shah-jahan-know-today-important-events/104694/

07:25 (IST) 27 Apr 2023
Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો માટે મશીન અથવા ફેક્ટરી સંબંધિત વ્યવસાયમાં લાભદાયક પ્રવૃત્તિઓ શરૂ થશે

today Horoscope, 27 april 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકો આજનું રાશિ ભવિષ્ય જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-27-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/104611/

07:23 (IST) 27 Apr 2023
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે.

લાઇવ દર્શન કરવા માટે અહીં લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-27-april-2023-thursday/104709/

Web Title: Live updates breaking news today latest news 27 april 2023 aaj na taja samachar

Best of Express