Today News Live Updates: બ્રિજભૂષણ સિંહ સામે એફઆઈઆર નોંધાશે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

Today Latest news updates, 28 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 28 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news update

ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Apr 28, 2023 18:04 IST

    karnataka election 2023: કર્ણાટકના કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ બાસનગૌડા પાટિલ યતનાલેના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું કે કર્ણાટકમાં ભાજપના નેતાઓએ તેમનું માનસિક અને રાજકીય સંતુલન ગુમાવી દીધું છેવધુ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો –https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-2023-after-kharge-calls-modi-a-snake-bjp-calls-sonia-gandhi-vishakanya/106384/



  • Apr 28, 2023 17:02 IST

    SCO Defence Ministers Meet: આતંકવાદ વિરોધી, અફઘાનિસ્તાન, ઉગ્રવાદ અને લશ્કરી માટેની દવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે

    https://gujarati.indianexpress.com/business/sco-defence-ministers-meet-focus-on-counter-terrorism-afghanistan-extremism-and-military-medicine-latest-news-updates/106289/



  • Advertisment
  • Apr 28, 2023 16:01 IST

    બ્રિજભૂષણ સિંહ સામે એફઆઈઆર નોંધાશે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

    દિલ્હી પોલીસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી કે તે ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપા સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે એફઆઇઆર નોંધશે. બ્રિજભૂષણ પર એક સગીરા સહિત સાત મહિલા પહેલવાનોએ યૌન શોષણ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. રેસલર્સ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક બ્રિજભૂષણની ધરપકડની માંગણી સાથે નવી દિલ્હીના જંતર મંતર ધરણા પર બેઠા છે.



  • Apr 28, 2023 15:48 IST

    રેસલર્સના વિરોધ પર ભાજપના સાંસદ સામે કોઈ કાર્યવાહી નહીં, હરિયાણામાં પડ્યા પડઘા, ઉઠી રહ્યા છે વિરોધના સૂર

    wrestlers protest : વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણાના રહેવાસી છે. વધુ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/sports/no-action-against-bjp-mp-on-wrestlers-protest-haryana-farmers-see-parallel-to-callous-response-over-farm-laws/106253/



  • Apr 28, 2023 14:36 IST

    ગુજરાતમાં માવઠાં અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

    રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે માવઠા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે માવઠાને લઇને સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. અધિકારીઓએ સર્વેનો રિપોર્ટ સોંપ્યો છે. સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાયો છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી ખેડૂતોના હિતમાં જાહેરાત કરશે.



  • Apr 28, 2023 14:29 IST

    રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની આગાહી

    ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છાસવારે વાતાવરણમાં પલટો આવે છે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.



  • Apr 28, 2023 14:17 IST

    જિયા ખાન ડેથ કેસમાં કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો, અભિનેત્રીની માતા હાઇકોર્ટમાં આ ચૂકાદાને પડકાશે

    jiah khan suicide case: જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેના બોયફ્રેન્ડ સુર પંચોલીના નામનો ઉલ્લેખ કરાયો હતો.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/jiah-khan-death-case-verdict-sooraj-pancholi-latest-update/106103/



  • Apr 28, 2023 14:06 IST

    Summer Beauty Tips : ઉનાળામાં આ મેકઅપ ટિપ્સ તમારી સ્કિન માટે ગેમ-ચેન્જર સાબિત થશે

    Summer Beauty Tips : તમારે જે પ્રકારનો મેકઅપ પસંદ કરવો જોઈએ તેમાં તમારી ત્વચાનો પ્રકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારી ત્વચા તૈલી હોય, તો ભારે ક્રિમ ટાળો અને ઓછા વજનવાળા, તેલ-મુક્ત ઉત્પાદનોને વળગી રહો.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/lifestyle/summer-makeup-tips-for-oily-skin-hydratingtesting-beauty-skicare-routine-life-style/106101/



  • Apr 28, 2023 12:37 IST

    જિયા ખાન આત્મહત્યા કેસમાં અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

    સીબીઆઈની વિશેષ અદાલતે શુક્રવારે અભિનેતા સૂરજ પંચોલીને 2013માં અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. જિયા ખાને 3 જૂન, 2013ના રોજ તેના જુહુના ઘરે આત્મહત્યા કરીને હતી. પંચોલી ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આરોપનો સામનો કરી રહ્યા હતા.

    આ કેસમાં ટ્રાયલ 2019માં શરૂ થઈ હતી. પ્રોસીક્યુટીંગ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ આ કેસમાં ખાનની માતા રાબિયા અને તેની બહેનો સહિત 22 સાક્ષીઓની તપાસ કરી હતી. રાબિયા, બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતો સમક્ષ દાખલ કરાયેલી બહુવિધ અરજીઓ દ્વારા પંચોલીને હત્યાના આરોપોનો સામનો કરવા માટે માંગ કરી હતી. દાવો કર્યો હતો કે ખાનનું મૃત્યુ આત્મહત્યાથી થયું નથી.



  • Apr 28, 2023 12:11 IST

    જેડીયુના પૂર્વ નેતા અજય આલોકે પકડ્યો બીજેપીનો હાથ

    જનતા દળ યુનાઈટેડના પૂર્વ નેતા અજય આલોક બીજેપીમાં સામેલ થયા હતા. જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોક શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બીજેપીમાં સામેલ થયા બાદ અજય આલોકે કહ્યું કે ભાજપામાં આવીને મને એવું લાગે છે કે પોતાના પરિવારમાં આવ્યો છું જેના મોભી નરેન્દ્ર મોદી છે.



  • Apr 28, 2023 11:56 IST

    જિયા ખાન ડેથ કેસમાં એક્ટર સુરજ પંચોલીનું દર્દ છલકાયું, એક્ટનું જૂનુ ઇન્ટરવ્યૂ વાયરલ, મિત્રનો પણ ખુલાસો

    Jiah khan suicide case: જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેના બોયફ્રેન્ડ સુર પંચોલીના નામનો ઉલ્લેખ કરાયો હતો.

    વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/jiah-khan-death-case-actor-sooraj-pancholi-old-interview-viral-update/106026/



  • Apr 28, 2023 11:54 IST

    ગુજરાતભરની સરકારી અને અનુદાનિત શાળાઓમાંથી ધોરણ 5 અને 6ના 65 ટકા વિદ્યાર્થીઓ પીપીપી મોડ સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં બેઠા

    Gujarat PPP mode school entrance test : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ શરૂ કરનાર શાળામાં પ્રવેશ માટે ધોરણ પાંચ અને 6ના વિદ્યાર્થીઓ એ એન્ટ્રેસ એક્ઝામ આપી.

    આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ-https://gujarati.indianexpress.com/gujarat/class-5-and-6-students-gujarat-goverment-ppp-mode-school-entrance-exam/105999/



  • Apr 28, 2023 11:48 IST

    મણિપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા તોડફોડ-આગચંપી, ઇન્ટરનેટ બંધ, 144ની કલમ લાગુ કરાઈ

    violence in Manipur : મુખ્યમંત્રી આજે ન્યૂ લમકામાં જીમ કમ સ્પોર્ટ્સ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરનારા હતા. ઘટના બાદ ઇન્ટરનેટ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/vioence-ahead-of-chief-ministers-program-in-manipur/106003/



  • Apr 28, 2023 11:32 IST

    મણિપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા તોડફોડ-આગચંપી, ઇન્ટરનેટ બંધ, 144ની કલમ લાગુ કરાઈ

    મણિપુરમાં મુખ્યમંરી એન બીરેન સિંહનો શુક્રવારે રાજ્યના ચુરાચાંદપુર જિલ્લામાં એક કાર્યક્રમ આયોજી કાર્યક્રમ સ્થળ પર ભીડે તોડફોડ કરી હતી અને સ્થળ પર આગચંપી પણ કરી હતી. મુખ્યમંત્રી આજે ન્યૂ લમકામાં જીમ કમ સ્પોર્ટ્સ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરનારા હતા. ઘટના બાદ ઇન્ટરનેટ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ચુરાચાંદપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.



  • Apr 28, 2023 11:02 IST

    ગોવિંદાનું ફિલ્મી કરિયર ખત્તમ થવા અંગે ફિલ્મ મેલા એક્ટર ટીનૂ વર્માનો ખુલાસો, આ સ્થિતિ માટે ખુદ જિમ્મેદાર, જાણો કેમ

    Tinu varma On Govinda Career: મીડિયા અહેવાલ અનુસાર, અભિનેતા ગોવિંદા (Govinda) ના ફિલ્મી કરિયર ખતમ બાબત પર ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર ટીનૂ વર્માએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.

    વધુ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/govinda-film-career-over-reason-actor-tinu-varma-movies-news/105938/



  • Apr 28, 2023 11:00 IST

    Cryptocurrency : ક્રિપ્ટો-આધારિત Bit4You એ CoinLoan ની તપાસના આધારે સેવાઓ કરી બંધ

    Cryptocurrency : Cointelegraph દ્વારા જણાવવામાં આવ્યું છે કે, Bit4You, એક બેલ્જિયન ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ, તેના ભાગીદારોમાંના એકની ચાલુ તપાસના આધારે, ઉપાડની આસપાસની તેની કામગીરી અટકાવી દીધી છે.

    આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/bit4you-belgian-cryptocurrency-cointelegraph-estonian-btc-virtual-currency-technology/105888/



  • Apr 28, 2023 10:52 IST

    Kailash Mahto Shot Dead: JDU નેતા કૈલાશ મહતોની બિહારના કટિહારમાં ગોળી મારીને હત્યા

    Kailash Mahto Shot Dead: બિહાર (Bihar) ના જેડી(યુ) નેતાની કટિહાર (Katihar) માં ગોળી મારી હત્યા કર્યા બાદ ગુનેગારોએ હવામાં પણ ફાયરીંગ કર્યું હતું. જેડીયુ નેતાને બે થી ત્રણ ગોળી વાગી હતી, પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે તપાસ માટે પહોંચી ગયો.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/jdu-leader-kailash-mahto-shot-dead-in-bihar-katihar/105922/



  • Apr 28, 2023 10:50 IST

    રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દઈશ... ભારત જોડો યાત્રા દરમિયાન આપી હતી ધમકી.. પોલીસે આરોપીની કરી ધરપકડ

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને ગુરુવારે મધ્ય પ્રદેશના ઇન્દોર રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ એશીલાલ ઝામના રૂપમાં થઈ હતી. એશીલાલે ભાર જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



  • Apr 28, 2023 10:44 IST

    નેપાળમાં અડધી રાત્રે ભૂકંપના બે આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.9 અને 5.9ની તિવ્રતા નોંધાઈ

    નેપાળમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. 90 મિનિટના સમયગાળામાં આવેલા બે ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે ભૂકંપના કેંદ્ર બાજુરાના દાહાકોટમાં હતા. રિક્ટર સ્કેલમાં આની તીવ્રા 4.9 અને બીજો 5.9 માધવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી જાણકારી પ્રમાણે ભૂકંપ સ્થાનિય સમય અનુસાર રાત્રે 11.58 વાગ્યે અને બીજો 1.30 વાગ્યે અને ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના અત્યારે કોઈ જાનહાની થઈ નથી.



  • Apr 28, 2023 10:36 IST

    Atal Pension Yojana News:અટલ પેન્શન યોજના હેઠળ થયેલ નોંધણી 52 મિલિયનને વટાવી ગઈ

    Atal Pension Yojana News: જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) કેટેગરીમાં, 9 બેંકોએ વાર્ષિક લક્ષ્યાંક હાંસલ કર્યો હતો જ્યારે બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકે દરેક શાખા દીઠ 100 થી વધુ APY એકાઉન્ટ્સ મેળવ્યા હતા.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/atal-pension-yojana-pension-fund-regulatory-and-development-authority-pfrda/105881/



  • Apr 28, 2023 10:27 IST

    ગુજરાતના કિરણ પટેલ જેવો ઉત્તર પ્રદેશમાં પકડાયો ‘મહાઠગ’, પીએમ મોદી, અમિત શાહ સાથેના ફોટાનો ઉપયોગ કરી પડાવતો કરોડ રૂપિયા

    Sanjay Rai Sherpuria arrest : સંજય રાય શેરપુરિયાએ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓના ફોટાનો ઉપયોગ કરીને કનેક્શન અને ટ્રસ્ટ માટે દાન તરીકે દિલ્હીના એક અગ્રણી ઉદ્યોગપતિ પાસેથી રૂ. 6 કરોડ એકત્ર કર્યા હતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

    આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/fraud-sanjay-rai-sherpuria-like-kiran-patel-gujarat-caught-in-uttar-pradesh-fir-filed/105884/



  • Apr 28, 2023 10:10 IST

    બિહારના કટિહારમાં JD(U) નેતા કૈલાશ મહતોની ગોળી મારીને હત્યા

    બિહારના કટિહાર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે જનતા દળ (યુનાઈટેડ)ના વરિષ્ઠ નેતા કૈલાશ મહતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એમ સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કટિહારના બરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.જ્યાં મહતો પર ચારથી પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.



  • Apr 28, 2023 09:20 IST

    દાંતેવાડા હુમલો: વાનમાં ડીઆરજી જવાનોની હાજરી અંગે માઓવાદીઓને મળ્યા હતા સંકેતો

    dantewada maoist attack updates : માઓવાદીઓને કથિત રીતે જવાનોની હાજરી વિશે સંકેતો મળ્યા હતા. જ્યારે કેટલાક સ્થાનિકોએ IED પોઈન્ટથી માત્ર 100 મીટરના અંતરે વાહનને રોકીને આમા ઉત્સવ માટે દાનની માંગણી કરી હતી.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/sports/wfi-sexual-harassment-case-vinesh-phogat-idea-exchange-wrestling-federation-of-india/105869/



  • Apr 28, 2023 08:12 IST

    ક્રિષન પરેરાએ જેલના સ્ટ્રગલના દિવસો કર્યા યાદ, ડિટર્જન્ટથી હાથ અને ટોયલેટ વોટરથી બનાવી કોફી, મારી આંખોમાં આંસુ આવી જતા કે…

    Chrisann Pereira: બોલિવૂડ ક્રિસન પરેરા (Chrisann Pereira) જેલમાંથી બહાર આવી ગઈ છે અને બહુ જલ્દી તે પોતાના ઘરે પરત ફરશે. તેણે ઘણો સંઘર્ષ કર્યો અને આ દિવસો ખૂબ મુશ્કેલીથી જેલમાં વિતાવ્યા.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/chrisann-pereira-drug-case-struggle-story-in-jail-latest-news/105861/



  • Apr 28, 2023 07:52 IST

    વડાપ્રધાન મોદીના હસ્તે દેશમાં 91 એફએમ ટ્રાન્સમીટરનું લોકાર્પણ થશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં 19 એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. ગુજરાતમાં 11 જિલ્લામાં આ એફએમ ટ્રાન્સમીટર શરુ થશે.



  • Apr 28, 2023 07:49 IST

    Gujarat News Latest Updates: ઉત્તર ગુજરાતના ડીસામાં ભૂકંપનો આંચકો

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.6ની તિવ્રાનો ભૂકંપ નોંધાયો હતો. ડીસાથી 10 કીલોમિટર દૂર કેન્દ્રબિન્દુ નોંધાયું હતું.



  • Apr 28, 2023 07:44 IST

    ધ કેરળ સ્ટોરી ટ્રેલર! સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની કહાની સાંભળીને રુંવાટા ઉભા થઈ જશે

    The Kerala Story Trailer: ધ કેરળ સ્ટોરીનું 2 મિનિટ 45 સેકન્ડનું ટ્રેલર જોઇને કોઇના પણ પગ નીચેથી જમીન સરકી જાય. આ સ્ટોરીમાં ISIS દ્ધારા 32,000 મહિલાઓને ગુમરાહ કરીને તેમને કેદી બનાવવાની સ્ટોરી બતાવવામાં આવી છે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/the-kerala-story-movie-trailer-release-date-bollywood-news/105835/



  • Apr 28, 2023 07:43 IST

    આજનો ઇતિહાસ 28 એપ્રિલ : બાજીરાવે અંતિમ શ્વાસ લીધા ને મસ્તાની સતી થઇ; કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

    Today history 28 April : આજે 28 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે મહાન મરાઠા સમ્રાટ બાજીરાવ પેશ્વા પ્રથમે અંતિમ શ્વાસ લીધા અને તેમની પ્રેમિકા અને બીજી પત્ની મસ્તાની પેશ્વાની ચિતા પર સતી થઇ હતી. આજે કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-28-april-world-day-for-safety-and-health-at-work-bajirao-mastani-know-today-important-events/105806/



  • Apr 28, 2023 07:42 IST

    Today Horoscope, આજનું રાશિફળ : રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મિથુન રાશિના જાતકોને લાભદાયક સોદો થશે

    today Horoscope, 28 april 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

    તમામ રાશિના જાતકોએ પોતાનું આજનું રાશિફળ જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-28-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/105674/



ગુજરાત ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ