scorecardresearch
Live

Today News Live Updates: ગેંગસ્ટર એક્ટમાં મુખ્તાર અંસારી દોષિત, 10 વર્ષની સજા, 5 લાખનો દંડ, ભાઇ અફઝલને 4 વર્ષની કેદ

Today Latest news updates, 29 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
16:12 (IST) 29 Apr 2023
ગેંગસ્ટર એક્ટમાં મુખ્તાર અંસારી દોષિત, 10 વર્ષની સજા, 5 લાખનો દંડ, ભાઇ અફઝલને 4 વર્ષની કેદ

બાહુબલી નેતા મુખ્તાર અંસારી અને તેના મોટા ભાઇ બસપા સાંસદ અફઝલ અંસારી સામે અપહરણ અને હત્યાના મામલામાં ગાજીપુરની એમપી-એમએલએ કોર્ટે શનિવારે ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કરતા 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે મુખ્તારના ભાઇ અફઝાલ અંસારીને 4 વર્ષની સજા સંભળાવી છે. સાથે તેના પર એક લાખનો દંડ ફટકાર્યો છે. કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં નોંધાયેલ ગેંગસ્ટર મામલામાં મુખ્તાર અને અફઝાલ સામે ફેંસલો સંભળાવ્યો છે.

15:40 (IST) 29 Apr 2023

વિનેશ ફોગાટની કૃપાથી સાંસદ બન્યો નથી, મારા મત વિસ્તારના લોકોએ 6 વખત જીતાડ્યો છે: બ્રિજભૂષણ સિંહ

Wrestlers Protest: બ્રિજભૂષણ સિંહે કહ્યું – રાજીનામું આપવું એ કોઈ મોટી વાત નથી પરંતુ હું ગુનેગાર નથી. જો હું રાજીનામું આપું તો એનો અર્થ એ થાય કે મેં તેમના આક્ષેપો સ્વીકારી લીધા છે સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/sports/wfi-chief-brij-bhushan-said-some-industrialists-congress-behind-protests-not-wrestlers/106917/

14:50 (IST) 29 Apr 2023
કર્ણાટક ચૂંટણી 2023, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલી: ‘અમારામાંથી કોઈ પણ મુખ્યમંત્રીની રેસમાં નથી’

satish Jarkiholi, karnataka polls 2023 : સતીશ જારકીહોલી અનુસૂચિત જનજાતિ (ST) સમુદાય માટે અનામત બેલાગવી જિલ્લાના મતવિસ્તાર યેમકનમર્ડીમાંથી ત્રણ વખત ધારાસભ્ય છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-congress-mla-satish-jarkiholi-interview/106892/

13:48 (IST) 29 Apr 2023
“મમ્મી I LOVE YOU, પપ્પા । LOVE YOU, પપ્પા મને માફ કરજો” : અમરેલીમાં સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે કરી આત્મહત્યા

boy suicide in Amreli : અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે.

હૃદયદ્રાવક સુસાઇડ નોટ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/amreli-suicide-note-crime-news-sharafi-mandali-boy/106886/

13:40 (IST) 29 Apr 2023
Kriti Sanon : આદિપુરુષનું નવું મોશન પોસ્ટરમાં કૃતિ સેનનએ મા સીતાના અભિનયમાં કોઈ કસર છોડી નથી..

Kriti Sanon : આદિપુરુષનું નવું મોશન પોસ્ટરમાં કૃતિ સેનનનો નવો લુક દર્શાવ્યો હતો. ઓમ રાઉત દિગ્દર્શિત આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિ કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/kriti-sanon-latest-look-adipurush-movie-release-date-sita-actor-prabhas-saif-ali-khan-sunny-singh-om-raut-entertainment-news/106847/

12:32 (IST) 29 Apr 2023
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો 7171 થયા, વધુ 40 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7171 કેસ જોવા મળ્યા હતા. આ સાથે દૈનિક પોઝિટિવીટી રેટ 3.69 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયસરના કારણે 40 લોકોના મોત નીપજ્યા હતા.

12:22 (IST) 29 Apr 2023
Modi surname case: રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી, સુરત કોર્ટે અરજી નકારતા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા કોંગ્રેસ નેતા

RAHUL GANDHI defamation case : સુરત કોર્ટમાં મોદી સરનેમ સાથે જોડાયેલા ફોજદારી માનહાની મામલે કોંગ્રેસ નેતાની સજા ઉપર રોક લગવવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/live-updates-breaking-news-today-latest-news-29-april-2023-aaj-na-taja-samachar/106701/

12:21 (IST) 29 Apr 2023
પોનીયિન સેલ્વાન 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 1: મણિરત્નમની માસ્ટરપીસે ભારતમાં 32 કરોડ રૂપિયાની કમાણી કરી, વિજયની વારિસુને પાછળ છોડી દીધી

ponniyin selvan 2 : મણિરત્નમના એપિક ડ્રામમાં ગઈ કાલે થિયેટરમાં રિલીઝ થઇ હતી, આ ફિલ્મ જોવા પહેલા દિવસેજ લોકોને સારી સંખ્યામાં થિયેટરોમાં જોવા મળી છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/ponniyin-selvan-2-box-office-collection-day-1-mani-ratnam-entertainment-news-updates/106812/

12:01 (IST) 29 Apr 2023
રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી, સૂરત કોર્ટે અરજી નકારતા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા કોંગ્રેસ નેતા

ગુજરાત હાઈકોર્ટમાં શનિવારે સુરત સેશન કોર્ટે આપેલા ચુકાદાને પડકાતી રાહુલ ગાંધીની અરજી ઉપર સુનાવણી થશે. સુરત કોર્ટમાં મોદી સરનેમ સાથે જોડાયેલા ફોજદારી માનહાની મામલે કોંગ્રેસ નેતાની સજા ઉપર રોક લગવવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

10:34 (IST) 29 Apr 2023
Sanjay rai case: સંજય રાય શેરપુરિયાએ જમ્મુ અને કાશ્મીરના LGને રૂ.25 લાખ ઉછીના આપ્યા હતા, જાણો કેમ?

Sanjay Rai Sherpuria case : કથિત રૂપે વડા પ્રધાન કાર્યાલયમાં તેમની પહોંચનો બનાવટી રીતે અને વ્યક્તિગત લાભ માટે વડા પ્રધાનના નામનો “દુરુપયોગ” કરવા બદલ તેણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાvs 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/sanjay-rai-sherpuria-fake-pmo-accses-jammu-kashmir-lg-money/106769/

10:07 (IST) 29 Apr 2023
Health Insurance : FY24માં હેલ્થ ઈન્સ્યોરન્સ સેગમેન્ટ ₹ 1-ટ્રિલિયન આંકને પાર કરશે

Health Insurance : આરોગ્ય વીમા સેગમેન્ટ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ₹ 1-ટ્રિલિયનના આંકને પાર કરવાના ટ્રેક પર છે કારણ કે અગાઉના નાણાકીય વર્ષમાં કુલ પ્રીમિયમ પહેલેથી જ ₹ 90,000 કરોડને વટાવી ગયું હતું.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/insurance-health-sector-industry-life-insurance-business-economic-updates/106742/

08:57 (IST) 29 Apr 2023
Weather Updates: રાજ્યમાં ચોમાસા જેવો માહોલ, વહેલી સવારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ત્રણ દિવસ વરસાદની આગાહી

Gujarat weather updates: આગાહી વચ્ચે શનિવારે વહેલી સવારે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/gujarat/rain-in-ahmedabad-gujarat-weather-latest-update-rain-forecast-next-3-days/106738/

08:28 (IST) 29 Apr 2023
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ 2 FIR, બ્લ્યૂએફઆઈના પ્રમુખની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પહેલવાનો ચાલું રાખશે ધરણાં

Brij Bhushan Sharan Singh FIR : સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી પોલીસે શુક્રવારે બે એફઆઈઆર નોંધી છે. એક કડક પોક્સો એક્ટ હેઠળ અને બીજી એક મહિલાની નમ્રતાના અત્યાચારને લગતી ફરિયાદ છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/sports/brij-bhushan-sharan-singh-fir-supreme-court-delhi-police-pocso-act-vinesh-phogat/

07:43 (IST) 29 Apr 2023
આજનો ઇતિહાસ 29 એપ્રિલ : ઇન્ટરનેશનલ ડાન્સ ડે – નૃત્ય એટલે લાગણી, પ્રેમ, સંસ્કૃતિ અને ભક્તિની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ

Today history 29 April : આજે 29 એપ્રિલ 2023 (29 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (29 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસના ઇતિહાસ વિશે જાણવા માટે અહીં ક્લિ કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-29-april-international-dance-day-know-today-important-events/106667/

07:42 (IST) 29 Apr 2023
Today Horoscope, આજનું રાશિફળ : વૃષભ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ સફળતાનો છે

today Horoscope, 29 april 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોએ પોતાનું આજનું રાશિ ભવિષ્ય વાંચવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-29-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/106643/

07:39 (IST) 29 Apr 2023
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

kashtabhanjan salangpur temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-29-april-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/106697/

Web Title: Live updates breaking news today latest news 29 april 2023 aaj na taja samachar

Best of Express