scorecardresearch
Live

Today News Live Updates: મોદી સરનેમ કેસ : રાહુલ ગાંધીને રાંચીની એમપી-એમએલએ કોર્ટમાંથી ઝટકો લાગ્યો

Today Latest news updates, 3 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
18:14 (IST) 3 May 2023
રાહુલ ગાંધીને રાંચીની એમપી-એમએલએ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાંચીની એમપી-એમએલએ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસમાં કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. એટલે કે જ્યારે પણ સુનાવણી થશે ત્યારે રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર થવું પડશે.

પ્રદીપ મોદી નામના વ્યક્તિએ રાંચીની એમપી એમએલએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી સામે તેમની મોદી સરનેમ પર ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો છે, જેની સુનાવણી ચાલી રહી છે. રાહુલ ગાંધી તરફથી પ્રદીપ ચંદ્રા વકીલ છે.

14:19 (IST) 3 May 2023
ChatGPT : શું ChatGPT ઓનલાઈન વર્ગો અથવા શાળાના પાઠ્યપુસ્તકોનું સ્થાન લેશે?

ChatGPT : AI બૉટોના ચિહ્નો, જેમ કે ChatGPT એ શીખવાની પરંપરાગત રીતોને બદલે શિક્ષણ ક્ષેત્રને હચમચાવી નાખ્યું છે. કંપનીએ વેચાણમાં વાર્ષિક ધોરણે 7% ઘટાડો અને સબ્સ્ક્રાઇબર્સમાં 5% ઘટાડો નોંધાવ્યા પછી યુએસ સ્થિત ચેગના શેરના ભાવમાં 50% ઘટાડો થયો હતો.

વધારે માહિતી માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/chat-gpt-education-sector-chegg-stock-ai-bot-pearson-stock-price-technology-news-updates/109206/

14:14 (IST) 3 May 2023
IOA પ્રમુખ પીટી ઉષા વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળવા જંતર-મંતર પહોંચ્યા

ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા બુધવારે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા જ્યાં ભારતની ટોચની મહિલા કુસ્તીબાજો છેલ્લા 11 દિવસથી વિરોધ કરી રહી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ગ્રૅપલર્સ છે, જેમણે તેમના મતે ઘણી મહિલા ખેલાડીઓની જાતીય સતામણી કરી છે.

ઉષા સાઇટ પર કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સાથે વાતચીત કરતી જોવા મળી હતી. તેણીએ કહ્યું કે “શેરીઓ પર વિરોધ કરી રહેલા ખેલાડીઓ” અનુશાસનહીન છે અને દેશની છબીને બગાડે છે તેના લગભગ એક અઠવાડિયા પછી તેણી વિરોધ સ્થળ પર પહોંચી હતી. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ભારપૂર્વક કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકાર હંમેશા ખેલાડીઓની સાથે છે” અને “રમત અને રમતવીરો તેમની પ્રાથમિકતા છે” તે પછી આ બન્યું.

13:59 (IST) 3 May 2023
નરોડા ગામ હત્યાકાંડ કેસ : ‘પુરાવા સુસંગત અને વિશ્વસનીય નથી’, SIT વિશેષ અદાલતે વિસ્તારથી કેસ વિશે જણાવ્યું

Naroda village massacre case : નરોડા ગામ હત્યાકાંડ કેસ 2002 વિશે સ્પેશ્યલ કોર્ટ એસઆઈટી (Special court on SIT) એ ચૂકાદાની વિગત વાર માહિતી જાહેર કરી, જેમાં કોર્ટે કહ્યું છે કે, વિશ્વસનિય સાક્ષીની અછત, પુરાવા (Evidence) ના અભાવને કારણે આરોપીઓને છોડવામાં આવ્યા છે. આ કેસમાં માયા કોડનાની (Maya Kodnani), બાબુ બજરંગી (Babu Bajrangi), જયદીપ પટેલ (Jaydeep Patel) સહિતના લોકો પર આરોપો હતા.

વધારે પણ માહિતી માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/naroda-village-massacre-case-evidence-not-consistent-special-court-on-sit-maya-kodnani-babu-bajrangi/109242/

13:56 (IST) 3 May 2023
કોંગ્રેસ કર્ણાટકને તેમના શાહી પરિવારને ATM બનાવવા માંગે છે, મુદબિદરીમાં પીએમ મોદીનો હુમલો

કર્ણાટકની 224 વિધાનસભા સીટો માટે 10 મે 2023ના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા જ બીજેપી માટે પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મુદબિદરીમાં જનસભામાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ કર્ણાટકના તેમના શાહી પરિવારનું એટીએમ બનાવવા માંગે છે.

13:33 (IST) 3 May 2023
ધ કેરલા સ્ટોરીના ડાયરેક્ટરનો ઘટસ્ફોટ! અડધી રાત્રે હોટલ છોડીને ભાગવુ પડ્યું હતું, સરળ ન હતું આ ફિલ્મનું શૂટિંગ

The kerala story shooting: સુદીપ્તો સેને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેની કહાની કહી હતી. જેમાં ઘણા મોટા ખુલાસા થયા છે.

વધારે સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/the-kerala-story-shooting-terror-attack-sudipto-sen-statement-release-date/109143/

13:26 (IST) 3 May 2023
શરદ પવાર બાદ એનસીપી નેતા જિતેન્દ્ર અહ્વાણે છોડ્યું મહાસચિવનું પદ, બીજા નેતાઓ પણ આપી શકે છે રાજીનામુ

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ એનસીપીમાં ઘમાસાણ મચી ગયું હતું. પાર્ટીના નેતા જીતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓ પણ પવારના નિર્ણય બાદ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ એનસીપીના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ કરી રહ્યા છે.

12:18 (IST) 3 May 2023
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કેન્દ્ર સમલૈંગિક યુગલોના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે પેનલની રચના કરશે

કેન્દ્રએ સમલૈંગિક યુગલોની ચિંતાઓને દૂર કરવા માટે વહીવટી પગલાંની શોધ કરવા માટે કેબિનેટ સચિવની આગેવાની હેઠળની એક પેનલની રચના કરવા સંમતિ આપી છે, સુપ્રીમ કોર્ટને બુધવારે જાણ કરવામાં આવી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચ, જે સમલૈંગિક લગ્નને કાનૂની મંજૂરી માંગતી અરજીઓની બેચની સુનાવણી કરી રહી છે, તેને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કહેવામાં આવ્યું હતું, “સરકાર હકારાત્મક છે. અમે નક્કી કર્યું છે કે આ (સમલિંગી યુગલો સંબંધિત મુદ્દાઓ) માટે એક કરતાં વધુ મંત્રાલયો વચ્ચે સંકલનની જરૂર પડશે. તેથી, તેથી કેબિનેટ સચિવ કરતાં ઓછા નહીં તેની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવશે.

12:17 (IST) 3 May 2023
Sharad Pawar Resignation: અજીત પવારના ઘરે NCP નેતાઓની બેઠક, શરદ પવાર પાર્ટી ઓફિસ પહોંચ્યા, નવા અધ્યક્ષના નામ પર મંથન

Sharad Pawar, Maharashtra politics : પવારના રાજીનામા બાદ બુધવારે મુંબઈમાં અજીત પવારના ઘરે એનસીપી ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ રહી છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/sharad-pawar-resignation-meeting-of-ncp-leaders-at-ajit-pawars-house/109135/

12:04 (IST) 3 May 2023
અજીત પવારના ઘરે NCP નેતાઓની બેઠક

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ ચૂંટણી પણ ન લડવાનો નિર્ણય પણ કર્યો હતો. પવારના રાજીનામા બાદ બુધવારે મુંબઈમાં અજીત પવારના ઘરે એનસીપી ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ રહી છે

11:58 (IST) 3 May 2023
અડવાણી જેવા હાલ થશે, જેલમાં મોકલાશે, બિહારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને રાજકીય બબાલ

Bageshwar Dham Dhirendra shastri : રાજ્યના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને ધીરેન્દ્ર શાસ્ત્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનો પણ એવો જ હાલ થશે જેવો હાલ લાલકૃષ્ણ અડવાણીનો થયો હતો.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/political-uproar-over-bageshwardham-dhirendra-shastris-program-in-bihar/109130/

11:49 (IST) 3 May 2023
Blind pimples: બ્લાઇન્ડ પીમ્પલ શું છે અને તેની સારવાર કેવી રીતે કરવી?

Blind pimples: બ્લાઈન્ડ પિમ્પલ્સની સારવાર કરવી ક્યારેક ચેલેંજિંગ બની જાય છે અને ઘણીવાર ડર્મેટોલોજિસ્ટના માર્ગદર્શનની જરૂર પડે છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/blind-pimple-causes-who-is-prone-treatment-what-they-health-tips-awareness-ayurvedic-life-style/109104/

10:41 (IST) 3 May 2023
સમગ્ર ભારતમાં મોટા ભાગની IITsમાં SC/ST સેલ પાસે ભાગ્યે જ કોઈ પ્રવૃત્તિ કે ભંડોળ હોય છે

IIT SC/ST cell for students : ચાર IIT – ગાંધીનગર, ભિલાઈ, ધારવાડ અને ઈન્દોર પાસે SC/ST સેલ છે પરંતુ સેલ દ્વારા ક્યારેય કોઈ કાર્યક્રમ યોજાયો નથી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/iits-across-india-sc-st-cells-barely-have-any-activity-or-funds/109058/

10:08 (IST) 3 May 2023
તારક મહેતા શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ શૈલેષ લોઢા સાથેના ઝઘડાને લઇને કર્યો ખુલાસો, એક્ટર વિશે ખોલી પોલ

Taarak Mehta ka oolta chashmah: શૈલેષ લોઢા (Shailesh Lodha) એ શોના મેકર્સ સામે ફીની બાકી ચૂકવણી ન કરવા બદલ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો.

સંપૂર્ણ સમાચાર વાંચા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/taarak-mehta-ka-oolta-chashmah-asit-kumarr-modi-on-shailesh-lodha-news-today/109009/

10:03 (IST) 3 May 2023
Fiscal Deficit :નાણાંકિય વર્ષ 2023માં જીડીપી અંદાજ કરતા 0.38 ટકા ઓછો, મૂડીખર્ચ નજીવો ઘટ્યો

Fiscal Deficit :બીજા એડવાન્સ અંદાજ મુજબ, FY23માં નોમિનલ જીડીપી ₹ 272.04 ટ્રિલિયન હોવાનો અંદાજ હતો, જે ₹ 273.08 ટ્રિલિયનના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં 0.38% ઓછો છે.

આખા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/fiscal-deficit-target-fy23-capex-gdp-india-capital-expenditure/108990/

09:45 (IST) 3 May 2023
Sharad Pawar : એનસીપી ચીફની રાજીનામાની જાહેરાત, શરદ પવારે એક કાંકરે અનેક પક્ષીઓને માર્યા

NCP chief sharad Pawar : રાજકારણમાં મિત્રો અને શત્રુઓને એકસરખા રાખવા અનુમાન લગાવવી એ એક કળા છે તો શરદ પવારને સરળતાથી ઉસ્તાદ તરીકે વર્ણવી શકાય છે.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/ncp-chief-sharad-pawar-killed-many-tests-with-one-stone-maharasthra/109004/

08:31 (IST) 3 May 2023
કર્ણાટક ચૂંટણી 2023 : ભાજપને ફરી સત્તામાં લાવવા મોદી પર ‘મદાર’, કોંગ્રેસને પણ જીતની આશા, મતદાનને એક સપ્તાહ બાકી

Karnataka Assembly election 2023 : કર્ણાટકમાં સત્તામાં રહેલી ભાજપ પાર્ટી ફરીથી સત્તા મેળવવા માટે મોદીને ચૂંટણી મેદનામાં ઉતાર્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-2023-bjp-vs-congress-on-week-to-polls/108993/

07:56 (IST) 3 May 2023
Gujarat News Latest Update: ગુજરાતમાં હજી ચાર દિવસ માવઠાની આગાહી

ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે હજી ચાર દિવસ માવઠાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

07:55 (IST) 3 May 2023
Gujarat News Latest Update: રાજકોટને ફરી મળશે નર્મદાનું પાણી, બે ડેમોમાં પાણી ઠલવાશે

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે. આમ આજી-1માં 202 એમસીએફટી અને ન્યારી-1માં 165 એમસીએફટી પાણી ઠાલવવમાં આવશે.

07:53 (IST) 3 May 2023
Gujarat News Latest Update: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્નીની જામીન અરજી પર આજે સુનાવણી

કિરણ પટેલની જામની અરજી પર આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે જ્યારે કિરણ પટેલના પત્નીની જામીન અરજી મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવશે.

07:48 (IST) 3 May 2023
આજનો ઇતિહાસ 3 મે : વર્લ્ડ પ્રેસ ફીડમ ડે – મીડિયા સમાજનો અરીસો છે

Today history 3 May : આજે 3 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ પ્રેસ ફીડમ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસનો ઇતિહાસ વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-3-may-world-press-freedom-day-know-today-important-events/108961/

07:46 (IST) 3 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અથવા કારકિર્દી સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરીને તણાવમુક્ત અનુભવશે

today Horoscope, 3 May 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-3-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/108926/

07:44 (IST) 3 May 2023
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-1-may-2023-on-wednesday/108972/

Web Title: Live updates breaking news today latest news 3 may 2023 aaj na taja samachar

Best of Express