scorecardresearch
Live

Today News Live Updates: રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર

Today Latest news updates, 4 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
17:52 (IST) 4 May 2023
રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે કહ્યું હતું કે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે. ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર 13,500 રૂપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની 9,500 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ 23,000 રૂપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર 18,000 રૂપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી 12,600 રૂપિયા પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ 30,600 રૂપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 

15:56 (IST) 4 May 2023
પાવાગઢમાં ઘુંમટનો સ્લેબ શ્રદ્ધાળુ પર પડ્યો, એકનું મોત

યાત્રાધામ પાવાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાવાગઢના માચીમાં શ્રદ્ધાળુઓ પર ઘુંમટનો સ્લેબ તૂટના 8 જેટલા યાત્રીઓ નીચે દબાયા હતા, જેમાં એકનું મોત થયું છે અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢના માચી ખાતે નવનિર્માણ ઘુંમટ અચાનક તૂટી ગયો હતો. ઘુંમટ તૂટ્યો તે સમયે યાત્રિકો વરસાદથી બચવા માટે તેની નીચે ઉભા હતી. અચાનક ઘુંમટ તૂટતા યાત્રીકો પથ્થર નીચે દટાયા હતા.

13:32 (IST) 4 May 2023
નરોડા ગામ કેસમાં નિર્દોષ: પોલીસની ફરજમાં બેદરકારીના આરોપનો મામલો

naroda gam case : નરોડા ગામ હત્યાકાંડ કેસમાં નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) ના ઈન્સપેક્ટર સહિત પર પણ ફરજમાં બેદરકારી, આરોપીઓને મદદ કરવા સહિતનો આરોપ લાગ્યો હતો. તો જોઈએ શું છે આ કેસમાં, કેમ નિર્દોષ જાહેર થયા. વધારે માહિતી માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/naroda-village-case-innocent-cases-of-police-dereliction-of-duty/110051/

13:17 (IST) 4 May 2023
ગો ફર્સ્ટ બેન્કરપ્સી સાગા: એરલાઈને 9 મે સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી, DGCA રિફંડ ઓર્ડર જાહેર

કટોકટીગ્રસ્ત ગો ફર્સ્ટ એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ઓપરેશનલ કારણોસર 9 મે સુધી ફ્લાઇટ્સ રદ કરી છે. તેણે 15 મે સુધી ટિકિટના વેચાણને પણ સ્થગિત કરી દીધું છે. આ ત્યારે આવ્યું જ્યારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પ્રવર્તમાન નિયમો હેઠળ ગો ફર્સ્ટને રિફંડ ઓર્ડર પણ જારી કર્યો હતો. ડીજીસીએએ તેને નિર્દેશ આપ્યો છે કે “સંબંધિત નિયમનમાં ખાસ નિર્ધારિત સમયરેખા અનુસાર મુસાફરોને રિફંડની પ્રક્રિયા કરવા,”

11:58 (IST) 4 May 2023
મણિપુર આદિવાસી વિરોધ હિંસક, અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો, સેના તૈનાત

આદિવાસી જૂથો દ્વારા યોજાયેલી સામૂહિક રેલીના સંદર્ભમાં મણિપુરના વિવિધ ભાગોમાં અથડામણની જાણ થયાના કલાકો પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાત કરી હતી.

ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા આયોજિત સામૂહિક રેલી હિંસક બન્યા પછી મણિપુર સરકારે મોટાભાગના જિલ્લાઓમાં કર્ફ્યુ લાદ્યો અને મંગળવારથી તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કર્યા પછી આ આવ્યું છે.

11:55 (IST) 4 May 2023
ઇજ્જત નહીં તો એવોર્ડ નહીં, જંતરમંતર પર પહેલવાન બજરંગ પૂનિયાએ દેશવાશીઓને કરી અપિ

બેટી પઢાઓ બેટી બચાવો જેવા નારા લગાવતી કેન્દ્ર સરકાર પર ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયાએ હુમલો કર્યો હતો. જંતર-મંતર પર ધરણા પર બેઠેલા આ ખેલાડીએ કહ્યું કે દેશમાં બેટીઓ અને રમત માટે ખરાબ સમય આવ્યો છે. સાથે જ બુધવારે રાત્રે દિલ્હી પોલીસની સાથે જ ઝડપની બાદ બજરંગએ કહ્યું કે તેમને સરકારનું કોઈ સમ્માન જોઇતું નથી. તેઓ પોતાના આ એવોર્ડ તેમની પાસેથી પાછા લઇ લે.

11:51 (IST) 4 May 2023
ઇલિયાના ડિક્રુઝે પહેલીવાર બેબી બંપ સાથે વીડિયો શેર કરી કહ્યું…’જીંદગી હાલ હી મેં’

Ileana D’Cruz: ઇલિયાના ડીક્રુઝ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ હવે તેનો સંપૂર્ણ બેબી બમ્પ ફ્લોન્ટ બતાવ્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/ileana-dcruz-baby-bump-photos-share-on-instagram-news/109878/

11:50 (IST) 4 May 2023
EPFO Higher Pension : હવે તમે એપ્લિકેશનને ડિલેટ કરી અને ભૂલોને ઓનલાઇન સુધારી શકો છો

EPFO Higher Pension : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO ​​એ વધારે પેન્શન અરજીઓ કાઢી નાખવા અને ભૂલો સુધારવા માટે એક બટન સક્ષમ કર્યું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/epfo-higher-pension-latest-news-today-you-can-delete-application-and-correct-errors-online/109888/

11:49 (IST) 4 May 2023
યુવરાજસિંહ જાડેજા : ડમી ઉમેદવાર પાસે પૈસા પડાવવાના મામલામાં આપ નેતા પાસેથી રૂ. 84 લાખ વસૂલાયા

yuvrajsinh jadeja extortion case : યુવરાજસિંહ જાડેજા ડમી ઉમેદવાર પાસેથી જબરદસ્તી ખંડણી વસૂલવાના કેસમાં ભાવનગર પોલીસે (Bhavnagar Police) આપ નેતા (AAP Leader) અને તેના સાગરીતો પાસેથી 84 લાખ વસૂલ્યા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/yuvrajsingh-jadeja-case-extorting-money-dummy-candidate-police-aap-leader-rs-84-lakhs-recovered/109893/

11:03 (IST) 4 May 2023
Summer Health Tips : શું રાત્રે દહીંનું સેવન કરવું જોઈએ કે નહિ?

Summer Health Tips : દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય દિવસ દરમિયાન છે, પ્રાધાન્ય સવારે અથવા બપોરે આપવું જોઈએ કારણ કે ત્યારે પચવામાં સરળ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો :- https://gujarati.indianexpress.com/lifestyle/summer-health-tips-food-curd-milk-dairy-yogurt-ayurveda-nutrition-awareness-life-style/109823/

10:51 (IST) 4 May 2023
માતાના અંતિમ સંસ્કાર કરવા માટે ભારતીય વિઝા માટે તલપાપડ, ભીમ સિંહના પુત્રએ લંડન વિરોધ માટે માફી માંગી

london protests, Ankit Love visa : ફેબ્રુઆરી 2021 ના વિરોધને કારણે તેને “બ્લેકલિસ્ટ” કરવામાં આવ્યો હતો જેમાં તેણે લંડનમાં હાઈ કમિશનમાં ભાગ લીધો હતો.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/world/london-protest-bhim-singhs-son-apologises-desperate-for-indian-visa/109860/

09:58 (IST) 4 May 2023
શરદ પવાર રાજીનામુઃ પોતાનો નિર્ણય નહીં બદલે શરદ પવાર, NCP કાર્યકર્તાઓને કહ્યું કે કાલ સુધી ઉત્તરાધિકારી ચૂંટશી કમિટી

એનસીપી નેતાઓ અને કાર્યકર્તાઓના પદથી રાજીનામું પરત લેવાની દલીલ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બુધવારે સ્પષ્ટ કર્યું હતું તેઓ પોતાના નિર્ણયને નહીં બદલે. પવારે કહ્યું કે તેમણે નિર્ણય લઇ લીધો છે અને પાર્ટીના કાર્યકર્તાઓને સૂચિત કર્યા છે કે તેમને ઉત્તરાધકારી પસંદ કરવા માટે રચિત સમિતિ 5 મે 2023 સુધી નિર્ણય લેશે.

09:55 (IST) 4 May 2023
Pharma News : પંજાબમાં બનાવેલી કફ સિરપ પર WHO ની ચેતવણી પછી CDSCO એ દૂષકોની હાજરીની કરી પુષ્ટિ

Pharma News : 25 એપ્રિલ 2023ના રોજ, WHO ની મેડિકલ પ્રોડક્ટ એલર્ટે માર્શલ ટાપુઓ અને માઇક્રોનેશિયામાં ઓળખાયેલ સબસ્ટાન્ડર્ડ (દૂષિત) GUAIFENESIN SYRUP TG SYRUP ની બેચને ફ્લેગ કરી હતી.

વધારે માહિતી વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/who-contaminated-cough-syrup-healthcare-pharma-news/109787/

09:38 (IST) 4 May 2023
જમ્મુ કાશ્મિરના બારામુલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ, બે આતંકીઓ ઠાર મરાયા, AK-47 રાઇફલ સહિત હથિયારો જપ્ત

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે સવારે બારામુલાના વનિગમ પયીન ક્રીરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુરક્ષાદળોએ આખો વિસ્તાર ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના બારામુલાના વનિગમ પયીન ક્રીરી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. આ ઘર્ષણમાં બે આતંકવાદીઓ ઠાર મરાાય હતા. આતંકવાદીઓ પાસેથી એકે-47 રાઇફલ, એક પિસ્તલ સહિતના દારુગોળો સહિતના ઘાતક હથિયાર મળ્યા હતા. આતંકવાદીઓની ઓળખ પ્રક્રિયા હાથધરાઈ છે.

09:30 (IST) 4 May 2023
જંતર-મંતર પર પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાત્રે ઘર્ષણ, મહિલા ખેલાડીઓ સાથે ધક્કા-મુક્કી

બુધવારે રાત્રે જંતર-મંતર પર ધરણાં પર બેઠેલા પહેલાવનો સાથે દિલ્હી પોલીસનું ઘર્ષણ થયું હતું. પહેલવાનો પ્રમાણે દિલ્હી પોલીસે તેમની સાથે ખોટી રીતે વ્યવહાર કર્યો હતો. હંગામો ત્યારે શરુ થયો જ્યારે ખેલાડી ઘરણા સ્થળ પર સુવા માટે ચટ્ટાઇ લઇને આવી રહ્યા હતા. બજરંગ પુનિયા પ્રમાણે પોલીસે તેમને આવું કરવાથી રોક્યા હતા. અને મહિલા ખેલાડીઓને ગાળો આપી હતી અને ધક્કા-મુક્કી કરી હતી.

09:16 (IST) 4 May 2023
Stocks to watch : આજે તમારે કયા શેરો ઉપર ધ્યાન રાખવું ? ટાઇટન, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી વિલ્મર, એચડીએફસી, હેવેલ્સ ઇન્ડિયા, ટીવીએસ મોટર્સ, એનડીટીવી?

Stocks to watch : SGX નિફ્ટીએ સંકેત આપ્યો છે કે નિફ્ટી અને સેન્સેક્સ ગુરુવારે વેપારમાં ઘટાડો ચાલુ રાખશે, અગાઉના સત્રના નુકસાનને લંબાવશે. એચડીએફસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને ટાઇટન આજે ફોકસમાં રહેલા કેટલાક શેરો છે.

વધારે માહિતી માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/stocks-to-watch-titan-enterprises-wilmar-hdfc-havells-india-tvs-motors-ndtv-focus-market-updates/109772/

09:01 (IST) 4 May 2023
માત્ર કુસ્તી જ નહીં, અડધોઅડધ રાષ્ટ્રીય રમતગમત સંઘો પાસે કાયદા દ્વારા ફરજિયાત જાતીય સતામણી પેનલ નથી

national sports federations : રમત-ગમતમાં મહિલાઓની ભાગીદારીમાં રેકોર્ડ વધારો થયો છે. પરંતુ અડધોઅડધ રાષ્ટ્રીય રમતગમત સંઘો પાસે કાયદા દ્વારા ફરજિયાત જાતીય સતામણી પેનલ નથી.

આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/sports/wrestling-sexual-harassment-case-national-sports-federations-panel-mandated-by-law/109782/

08:05 (IST) 4 May 2023
Gujarat News Latest Updates: RTE હેઠળ આજે એડમિશન ફાળવાશે

ગુજરાતમાં આજે આરટીઈ હેઠળ એડમિશન ફાળવવામાં આવશે. 10 હજાર જગ્યા માટે એડમિશન ફાળવાશે. અમદાવાદમાં 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા.

08:01 (IST) 4 May 2023
Gujarat News Latest Updates: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં મારામારીના દ્રશ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડના ટેન્ડરના પગલે બે કંપનીઓ વચ્ચે મારામારી થઈ હતી. બંને કંપનીના માણસો વચ્ચે મારામારી થતાં ઓફિસમાં હંગામો મચી ગયો હતો.

07:59 (IST) 4 May 2023
Gujarat News Latest Updates: સુરત- ધુલિયા હાઇવે પર દીપડાનું મોત

સુરત-ધુલિયા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું મોત થયું છે.

07:58 (IST) 4 May 2023
Gujarat News Latest Updates: દાહોદમાં બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત

દાહોદ જિલ્લામાં દાહોદ-લીમડીહાઈવે પર બસ- બાઈક વચ્ચે અકસ્માત અને ફતેપુરાના બુલૈયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની બે ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે.

07:57 (IST) 4 May 2023
Gujarat News Latest Updates: વિદ્યાર્થીઓના હિતમાં વાલીમંડળની માગ

ધો.12 સાયન્સની 3 વિષયની પૂરક પરીક્ષા લેવા વિદ્યાર્થીઓના હિતમાં વાલીમંડળની માગ છે. 2ની જગ્યાએ 3 વિષયની પૂરક પરીક્ષા રાખવા માંગ કરાઈ છે. જો માંગ સ્વીકારાય તો 17902 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાની તક મળી શકે.

07:53 (IST) 4 May 2023
મણિપુરના ચુરાચંદપુરમાં હિંસક પ્રદર્શન પછી કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત

Manipur : મણિપુરમાં મૈતેઇ સમુદાયને અનુસૂચિત જાતિમાં (ST)માં સામેલ કરવાની માંગણીનો વિરોધ કરતા બુધવારે જનજાતિય સમૂહો તરફથી મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/protest-against-st-demand-turns-violent-in-manipur-curfew-imposed-in-entire-state/109744/

07:50 (IST) 4 May 2023
આજનો ઇતિહાસ 4 મે : ટીપુ સુલતાનનું અવસાન થયુ, કોલ માઇનર્સ ડે

આજના દિવસે વર્ષ 1799માં મૈસુરના શાસક ટીપુ સુલતાનનું અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-4-may-coal-tipu-sultan-miners-day-know-today-important-events/109742/
07:44 (IST) 4 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર રહી શકે છે

today Horoscope, 4 May 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-4-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/109673/

07:42 (IST) 4 May 2023
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે.

લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-4-may-2023-thursday/109761/

Web Title: Live updates breaking news today latest news 4 may 2023 aaj na taja samachar

Best of Express