scorecardresearch
Live

Today News Live Updates: 155 નદીઓના પાણીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાનો જળાભિષેક કરશે

Today Latest news updates, 7 april : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news update, today breaking news
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
16:56 (IST) 7 Apr 2023
155 નદીઓના પાણીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાનો જળાભિષેક કરશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે 155 દેશોની નદીઓના પાણીથી રામલલાનો જળાભિષેક કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે વિજય જોલીના નેતૃત્વવાળી એક ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને 155 દેશોની નદીઓના પાણી સોંપશે. પાકિસ્તાનની રાબી નદી સહિત દુનિયાભરની નદીઓનું પાણી એકઠું કર્યું છે.

13:49 (IST) 7 Apr 2023
સંયુક્ત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા

સંયુક્ત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી કેન્દ્રી મંત્રી પ્રહ્લાદ જોશીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. સંયુક્ત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા કિરણ કુમાર રેડ્ડીએ શુક્રવારે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ પ્રસંગે દિલ્હીમાં તેમણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન્હોતું કે હું કોંગ્રેસ પાર્ટી છોડીશ.

11:49 (IST) 7 Apr 2023
કોવિડ-19ની રફ્તાર પકડી, સરકાર આવી એક્શનમાં, બધા રાજ્યોની સાથે મનસુખ માંડવિયા આજે કરશે મીટિંગ

દેશમાં દરરોજ કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બધા રાજ્યો અને કેન્દ્રશાસિ પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે એક બેઠક કરીને રાજ્યોમાં તબીબી વ્યવસ્થાની સમીક્ષા કરશે. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડોક્ટર ભારતી પ્રવીણ પાવાએ જણાવ્યું કે આજે બધા રાજ્યોના મંત્રીઓની સાથે મીટિંગ કરવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6 હજારથી વધારે નવા કેસો નોંધવામાં આવ્યા છે. આમ કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 28,303 પહોંચી ગઈ છે.

11:42 (IST) 7 Apr 2023
લેબનોન- ગાઝા પટ્ટી પર ઇઝરાયલની એર સ્ટ્રાઇક, હમાસના અનેક સ્થળો તબાહ

ઇઝરાયલે લેબેનોન અને ગાઝા પટ્ટી પર ગુરુવારે એક સ્ટ્રાઇક કરી હમાસના અનેક સ્થળો તબાહ કરી દીધા હતા. ઇઝરાયલે આ પગલું તાજેતરમાં પોતાના વિસ્તારમાં ગાઝાથી 25 અને લેબેનોનથી 34 રોકેટ છોડવામાં આવ્યા બાદ લીધું હતું. ઇઝરાયલી સુરક્ષા દળોએ આ વર્ષ 2006 બાદનો સૌથી મોટો રોકેટ હુમલો ગણાવ્યો હતો. એર સ્ટ્રાઇક બાદ ઇઝરાયલ અને ફિલિસ્તીન ફરીથી આમને-સામને આવી ગયા છે.

08:22 (IST) 7 Apr 2023
Gujarat News Latest Update : ભાજપે શરૂ કર્યું મિશન 2024

ભાજપે મિશન 2024 શરુ કર્યું છે. નવસારીમાં જિલ્લા સ્તરીય બુથ સશક્તિકરણ બેઠક, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં બેઠક સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી હાજર રહેશે.

08:12 (IST) 7 Apr 2023
Gujarat News Latest Update : રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી

ગુજરાત રાજ્યમાં બે આઈએએસ અધિકારીઓની બદલી થઇ છે. જેમાં ભાવનગર કલેક્ટર ડી.કે પારેખની બદલી કરાઇને મુખ્યમંત્રીના ઓએસડી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ભાવનગર કલેક્ટર તરીકે આર.કે. મહેતાને મુકવામાં આવ્યા છે. તાજેતરમાં 109 અધિકારીઓની બદલી કરાઈ હતી.

Web Title: Live updates breaking news today latest news 7 april 2023 aaj na taja samachar

Best of Express