today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દેશના કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજૂને એક ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં તેઓ માંડ માંડ બચ્યા છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર હાઈવે પર શનિવારે સાંજે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુની કારને એક ટ્રકે ટક્કર મારતા ગંભીર એક્સિડન્ટ થયો છે, જો કે સબનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા થઇ ન હતી. વાંચો વિગતવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને મોટી ભેટો આપી છે. પીએમ મોદીએ શનિવારે સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન બંને શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા અને અન્ય ટ્રેનોની તુલનાએ સાડા ત્રણ કલાક ઓછો સમય લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને મોટી ભેંટ સૌગાત આપવાના છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત રાજ્યમાં 11,300 કરોડ રૂપિયા કરતા વધારે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેગમપેટ એરપોર્ટ પહોંચવા પર રાજ્યના સીએમ કેસીઆર તેમને રિસીવ નહીં કરે. આ ઉપરાંત કેસીઆર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ સામેલ નહીં થાય. કેસીઆરના પ્રોટોકોલ અનુસાર પીએમના કાર્યક્રમમાં નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
શનિવારથી સામાન્ય માણસને મોંઘવારી સામે મોટી રાહત મળવા જઈ રહી છે. નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓએ CNG-PNGની કિંમતમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે સીએનજી અને પીએનજી (સીએનજી પીએનજી રેટ)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સીએનજીની કિંમતમાં લગભગ 8 રૂપિયા અને પીએનજીની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.