today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની છે. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગ લાગી હતી. કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.

અમદાવાદના પાલડીમાં અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમાં ઘણા ટુ-વ્હીલરો બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે દુર્ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.

અમદાવાદના પાલડીમાં અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમાં ઘણા ટુ-વ્હીલરો બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે દુર્ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.
બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહને છોડી મુકવાના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટ તરફથી આ મામલે બિહાર સરકારને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને પણ નોટિસ જારી કરી છે. તમને જણાવી દઈએ કે આનંદ મોહનને જેલમાંથી છોડી મુકવા બદલ આઈએએસ અધિકારી જી કૃષ્ણૈયાની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આઈપીએલ 2023 : તો આ કારણે ઊંધું ટ્રાઉઝર પહેરીને મેદાનમાં પહોંચી ગયો હતો રિદ્ધિમાન સાહા, મેચ પછી જણાવ્યું કારણ

GT vs LSG : પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર રિદ્ધિમાન સાહાની ખૂબ મજાક ઉડાવી હતી અને મીમ્સ પણ શેર કર્યા હતા
સૂંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો –

Summer Special : રાંધેલા ચોખા અથવા પોપકોર્ન દાણાના બાઉલમાં કેરીને ડુબાડી દો. મેક્સિકોમાં, ટિપ્સ ઘણી સમાન છે.કેરીઓ કુદરતી રીતે પાકવા માટે ત્રણ દિવસ રાહ જોવાને બદલે, તે એક કે બે દિવસમાં પાકી જાય છે.
સંપૂર્ણ સમાચરા વાંચવા માટે લિંક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/summer-special-tips-how-to-ripen-mangoes-at-home-remedies-ayurvedic-life-style/112727/

Naga Chaitanya: સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર નાગા ચૈતન્યએ તાજેતરમાં તેને લાલ સિંહ ચઢ્ઢામાં કામ કરવા પાછળનું કારણ અને ફિલ્મ ફ્લોપ જવા અંગે વિસતૃત વાત કરી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/naga-chaitanya-on-laal-singh-chaddha-flop-statement/112784/

Vapi taluka BJP Vice President Sailesh Patel Murder : વાપી તાલુકાના બીજેપી ઉપપ્રમુખ શૈલેષ પટેલની રાતા ગામ (Rata Village) માં ગોળીઓ મારી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે, વાપી પોલીસે (Vapi police) હત્યારાઓ (killers) ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.
આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/vapi-taluka-vice-president-bjp-leader-sailesh-patel-murder-police-started-an-investigation/112764/

hindusthan na shaurya gatha, kargil war : કેવળ તાપને લીધે જ નહીં પરંતુ જો ભૂલમાં પણ લેફ્ટ-રાઈટ-લેફ્ટમાં જો કંઈ ભૂલ થાય તો ડ્રીલ ઉસ્તાદ જે સજા કરતાં તે ખરેખર અસહ્ય હતી. તેમણે સવારે આઠ વાગ્યે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટેની પરેડમાં રોજ હાજરી આપવાની હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/hindustan-saurya-gatha-amar-shahid-ramesh-jogal-rameshs-parade-and-rifle-drill-for-the-first-time/112763/

US Presidential Election 2024 : અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 યોજાય તે પહેલા ભારતીય મૂળના બિઝનેસમેન અજય જૈન ભૂતોરિયા (Ajay jain Bhutoria) અમેરિકન મીડિયા (American Media) માં ચર્ચામાં આવ્યા છે, તો જોઈએ કોણ છે અજય ભૂતોરિયા? જો બિડેન (joe biden) અને કમલા હેરિસે (kamala harris) ની સરકારમાં તેમની કેવી ભૂમિકા છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/world/us-presidential-election-2024-who-is-ajay-bhutoria-of-indian-origin-why-name-discussion-american-election/112660/
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રીને મવઠાના કારણે થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા અંગે પત્ર લખ્યો હતો. ધોરાજી, ઉપલેટામાં માવઠાથી ખેતીને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
વડોદારમાં ચેઇન સ્નેચર્સ બેફામ બન્યા છે, એક્ટિવા પર જતી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થયા હતા. બુકાનીધારી બે બાઇક સવારે ઝાયડસ હોસ્પિટલના અક્ષર ચોકમાં ઘટનાને અંજામ આપ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11મીએ પોરબંદરના પ્રવાસે રહેશે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી પોરબંદર જીલ્લાની મુલાકાત લેશે. ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે સંવાદ કરશે.
Rajnikanth Lal salaam: નિર્દેશક ઐશ્વર્યા રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’માં મોઈદીન ભાઈ તરીકે રજનીકાંતનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત મુખ્ય ભૂમિકામાં છે અને જાણીતા સંગીતકાર એઆર રહેમાનનું સંગીત હશે.
વધારે સમાચાર વાંચા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/rajnikanth-lal-salaam-first-look-release-movies-jailer-release-date/112604/
આજે સોમવારથી ગુજરાતમાં ગરમીનો પારો વધશે. આગામી ચાર દિવસ આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થશે. મંગળવારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે. જેના કારણે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
અમેરિકા-કેનેડા બોર્ડર ઉપર મોતના કેસ મામલે મહેસાણા પોલીસ આરોપીઓને લુકઆઉટ નોટિસ મોકલી શકે છે. સચિન વિહોલ વિરુદ્ધ લુકઆઉટની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કબૂતરબાજીમાં સામેલ આરોપીઓ ફરાર છે.
રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 જેટ ક્રેશ થતાં ઓછામાં ઓછા બે નાગરિકોના મોત થયા હોવાનું સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું. પોલીસે ઉમેર્યું હતું કે વિમાનનો પાયલોટ સુરક્ષિત છે.
બિહારના DyCM સામે ફરિયાદનો કેસ
અમદાવાદ સેશન્સ કોર્ટ આપી શકે છે ઓર્ડર
કોર્ટ તેજસ્વી યાદવને સમન્સ પાઠવી શકે છે
ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ચાલી રહ્યો છે કેસ
સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસિયા- પામોલીન તેલમાં 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

Future Of Fashion For GenZ: અહેવાલ મુજબ, GenZ પર્સનલ એક્સપ્રેશન ખૂબ મહત્વ આપે છે અને ફેશન વસ્તુઓના આર્ટફુલ ક્યુરેશન દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને પ્રેરણાની પ્રશંસા કરે છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/the-future-of-fashion-for-genz-personalization-curation-with-ai-assistance-fashion-items-digital-technolgoy-news-updates/112455/

Raghav-Parineeti: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના રોમાંસના સમાચાર હવે સર્વત્ર ફેલાઈ ગયા છે. હાલમાં જ બંને IPL મેચમાં એકબીજા સાથે સમય વિતાવ્યા બાદ એક રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ સમયે પરિણીતિનો ભાઈ પણ તેની સાથે હતો. બંનેએ લગ્ન અંગે મૌન સેવી લીધું છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/raghav-chadha-and-parineeti-chopara-dating-engagement-date-news/112461/

Kerala Boat capsized : તનુર ખાતે રવિવારે રાત્રે એક ડબલ ડેકર પ્રવાસી બોટ પલટી જતાં બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકો ડૂબી ગયા હતા.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/double-decker-boat-capsizes-in-kerala-prime-minister-narendra-modi-expressed-grief/112456/

Ashok Gehlot : અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે તેમણે 2020ની રાજકીય કટોકટી દરમિયાન પૈસા લેનારા કોંગ્રેસના ધારાસભ્યોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પૈસા પાછા આપી દેવા વિનંતી કરી
વધારે સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/ashok-gehlot-said-vasundhara-raje-helped-save-my-govt-in-2020/112380/

Karnataka Elections 2023 : આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઘણા સીએમ દાવેદારો છે, કેટલાક અપેક્ષિત છે અને કેટલાક એકદમ આશ્ચર્યજનક છે
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-11-candidates-for-chief-minister-in-karnataka-baswaraj-bommai-dk-shivakumar-list/112401/

Today history 8 May : આજે 8 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે થેલેસેમિયા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
આજના દિવસનો ઇતિહાસ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-8-may-world-thalassemia-day-know-today-important-events/112387/
today Horoscope, 8 May 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિફળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-8-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/112385/
Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે.
લાઇવ દર્શન કરવા માટે – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-8-may-2023-monday/112427/