બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હરિયાણાના નૂંહમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને લઇને સરકારની નાકામીને જવાબદાર ગણાવી છે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. સ્વામીનું કહેવું છે કે આ સંપૂર્ણ પ્રકારે પ્રશાસનિક વિફળતાનું પરિણામ છે. સ્વામી સાથે જનસત્તા.કોમના સંપાદક વિજય કુમાર ઝા સાથે વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવેલા પ્રશ્ન કે શું અયોધ્યાના રામ મંદિર આંદોલન બાદ હિન્દુત્વનો જે ઉભાર થયો છે તેનાથી હિન્દુ – મુસ્લિમ સૌહાર્દ નબળું થયું છે. તો સ્વામીએ કહ્યું કે નહીં.
2024માં વડાપ્રધાન કોણ હશે? આ નિર્ણય આરએસએસ કરશે
સ્વામીએ કેન્દ્ર સરકારને વિદેશ અને આર્થિક મોર્ચા ઉપર સંપૂર્ણ પણે નિષ્ફળ ગણાવી છે. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં તે ભાજપ માટે પ્રચાર નહીં કરે, નરેન્દ્ર મોદી માટે પણ નહીં. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી 2024 ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં. એ અત્યારે ન કહી શકાય. કારણ કે આ નિર્ણય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરશે. અત્યારે આ અંગે કોઈ નિર્ણય થયો નથી. આરએસએસ પોતાના નિર્ણય પહેલાથી નથી જણાવતું. એટલા માટે ભાજપની બહુમતીમાં આવવા છતાં પણ નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત વડાપ્રધાન બનવું નક્કી છે.
મોદી 2024 લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન હશે કે નહીં એ નક્કી નથી
સ્વામીને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જે કહ્યું કે તેનો ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આ વાતની સંભાવનામાં કેટલો દમ છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જો સાચી દિશામાં અને યોગ્ય નીતિઓ સાથે ચાલવામાં આવે તો અમેરિકા બાદ ભારત બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. પરંતુ વડાપ્રધાને જે કહ્યું કે તેમાં આ ધ્યાન આપવાની વાત છે કે 2024 લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં એ પણ હજી નક્કી નથી.
મોદીનું હિન્દુત્વ રાવણ જેવું
સ્વામીને પૂછવામાં આવ્યું કે બે મહત્વના મુદ્દા (અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ) પર તમે મોદી સરકારને સંપૂર્ણ પણે નિષ્ફળ જણાવી રહ્યા છો તો 2019માં બીજી વખત તેમના નામ પર ભાજપને બહુમતી મળી ગઈ? સ્વામીએ જવાબ આપતા કહ્યું કે વોટ હિન્દુત્વના નામ પર મળ્યા છે. તેમણે કહ્યું કે ભાજપમાં હિન્દુત્વ માટે સમર્પિત અનેક નેતા અને કાર્યકર્તા છે. એ પૂછવામાં આવ્યું કે શું નરેન્દ્ર મોદી હિન્દુત્વ માટે સમર્પિત નહીં? સ્વામીને જવાબ આપ્યો કે મોદીનું હિંદુત્વ રાવણ જેવું છે કારણ કે તે પોતાના માટે છે.
ચીન સીમા પર ભારતીય સેનાને વધારે આક્રામક્તા દેખાડવા પર રોક
વિદેશ નીતિના ફ્રંટ પર મોદી સરકારને નિષ્ફળ ગણાવતા ચીનના મામલામાં સ્વામીએ કહ્યું કે ખાનગી વાતચીતમાં તેમના અનેક જાણકાર તેમને જણાવે છે કે સીમા પર ભારતીય સૈનોને વધારે આક્રામક્તા દેખાડવા પર રોક લગાવી દીધી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તમે ગંભીર આરોપ લગાવી રહ્યા છો તો તેમણે જણાવ્યું કે હા, જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે આટલી બધી જાણકારી છે તો મુદ્દાને કોર્ટમાં કેમ લઇ નથી ગયા. આના પર સ્વામીએ કહ્યું કે મને સંબંધિત લોકોએ જણાવ્યું કે આ માટે કોર્ટમાં સાબિત કરવા માટે મારી પાસે કોઈ દસ્તાવેજ નથી.
સુબ્રમણ્યમ સ્વામીનો તર્ક રહ્યો છે કે ચીન દ્વારા કબ્જો કરવામાં આવેલી જમીનને પર લેવા માટે ભારતને યુદ્ધ કરવાથી પાછા હટવું ન જોઇએ. સરકાર કહેતી રહી કે આપણી ફૌજ ચીનના કોઈપણ દુસ્સાહસનો સામનો કરવા અને તેને જવાબ આપવા માટે સક્ષમ છે. સ્વામીને વિદેશ મંત્રી જયશંકરને મંદ બુદ્ધ ગણાવતા કહ્યું કે ચીન આપણી જમીન હડપવા માટે તેના ઉપર કબ્જાની વાત કરવાના બદલે વિદેશ મંત્રી કહે છે કે અનેક મુદ્દા પર ચીનથી સકારાત્મક વાતચીત થઇ છે.