લોકસભા ચૂંટણી 2024 નો શંખનાદ, વિપક્ષની પહેલી એક્તા બેઠક સંપન્ન, જાણો 10 મહત્વની વાતો

બેઠક દરમિયાન ક્યારેક તણખા જર્યા તો ક્યાંક સહમતી પણ બનતી દેખાઈ હતી. પરંતુ બાદમાં જ્યારે મીડિયાની સામે આવી ગયા ત્યારે એવી રાજકીય તસવીર રજૂ કરી કે તેઓ એકઠાં થયા છે. સારી ચર્ચા થઈ અને 12 જુલાઈએ ફરીથી બેઠક થશે.

Written by Ankit Patel
Updated : June 24, 2023 10:05 IST
લોકસભા ચૂંટણી 2024 નો શંખનાદ, વિપક્ષની પહેલી એક્તા બેઠક સંપન્ન, જાણો 10 મહત્વની વાતો
બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની બેઠક યોજાઇ હતી

લોકસભા ચૂંટણી 2024ને લઇને પહેલી સત્તાવાર વિપક્ષી એક્તાવાળી બેઠક સંપન્ન થઈ ગઈ છે. આ બેઠકમાં મોટી મોટી પાર્ટીઓએ ભાગ લીધો હતો. અનેક નેતા આવ્યા અને મહત્વના મુદ્દા પર ચર્ચા પણ કરી હતી. બેઠક દરમિયાન ક્યારેક તણખા જર્યા તો ક્યાંક સહમતી પણ બનતી દેખાઈ હતી. પરંતુ બાદમાં જ્યારે મીડિયાની સામે આવી ગયા ત્યારે એવી રાજકીય તસવીર રજૂ કરી કે તેઓ એકઠાં થયા છે. સારી ચર્ચા થઈ અને 12 જુલાઈએ ફરીથી બેઠક થશે.

હવે આ બેઠક માટે રાજકીય મહત્વ છે. સમીકરણોની દ્રષ્ટીએ આ મહત્વની બની જાય છે. આવી સ્થિતિમાં તમને જણાવી દઇએ આ બેઠકની 10 મોટી વાતો શું હતી.

1 – પટનામાં વિપક્ષની પહેલી સત્તાવાર બેઠક થઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ બેઠકની મેજબાની કરી હતી. તેમના તરફથી જ પહેલા તમામ રાજ્યોમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ 23 જૂનના રોજ બેઠક કરી હતી.

2 – વિપક્ષી એક્તાની આ બેઠકનો એજન્ડા પહેલાથી જ સેટ હતો. બીજેપી વિરુદ્ધ 2024 લોકસભા ચૂંટણીમાં કેવી રીતે એકત્ર થયા. એ કડીમાં બેઠકમાં ચર્ચા શરુ કરી હતી. તો દરેક દળોએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે આંતરીક મતભેદ ભુલાવીને સાથે આવી જઇશું. એક ભાગીદારીવાળો કાર્યક્રમ બનાવવા માટે પણ ભાર આપ્યો હતો.

3- બેઠક દરમિયાન લોકસભા ચૂંટણી અંગે ચર્ચા રહી પરંતુ અનેક નેતાઓએ પોતાના રાજ્યોના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ દરેકનું સમર્થન માંગ્યું. આમાં પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને કશ્મીરથી હટાવાયેલી 370નો મુદ્દો ઉઠાવ્યો.

4 – મીટિંગમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ પોતાના વિચાર રાખ્યા. માનવામાં આવી રહ્યું છે કે રાહુલે આ વાત પર જોર આપ્યું છે કે વિપક્ષી નેતા અલગ – અલગ નિવેદનો ના આપે. જે નિવેદનો બેઠકમાં આપવામાં આવી રહ્યા છે એ જ નિવેદનો મીડિયા સામે જવા જોઇએ.

5 – મમતા બેનર્જીએ બેઠકમાં મોટી વાત કહી હતી. તેમની તરફથી કહેવાયું હતું કે બંગાળ કોંગ્રેસ જે પ્રકારે ટીએમસી વિરુદ્ધ ધરણા કરી રહી છે એ ખોટું છે. દરેકે મોટું મન રાખવું જોઇએ. મમતાએ આ વાત પર ભાર આપ્યો હતો કે અંદરો અંદર લડવામાં બીજેપીને ફાયદો પહોંચશે.

6 – બેઠક પુરી થયા બાદ સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે બધા દળોએ પોતાના વિચાર રાખ્યા. આના પર સહમતિ વ્યક્ત કરી હતી કે સાથ મળીને ચૂંટણી લડવાની છે. જાહેરાત કરી છે કે 12 જુલાઈએ એકવાર ફરીથી બધા સાથે આવશે અને વધુ એક મોટી બેઠક થવા જઇ રહી છે.

7 – લાંબા સમય બાદ રાજગ પ્રમુખ લાલુપ્રસાદ યાદવે પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે હું ફીટ છું, મોદી શાહની ખરાબ હાલત થવાની છે. તેમની તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પણ વખાણ કર્યા છે. લાલુએ કહ્યું કે રાહુલે અડવાણીનો મુદ્દો ઉઠાવીને લોકસભામાં સારું કામ કર્યું હતું.

8 – લાલુ પ્રસાદ યાદવે પોતાના જૂના અંદાજમાં કંઇ હસવા જેવી વાત નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ટૂંક સમયમાં લગ્ન કરવાની સલાહ આપી. એટલું જ નહીં જો તેઓ લગ્ન કરશે તો જાનૈયા વિપક્ષી દળના નેતા હશે.

9 – વિપક્ષી દળો બાદ રાહુલ ગાંધીએ પોતાના વિચારો રાખ્યા છે. તેમણે બીજેપી વિરુદ્ધ ચાલનારી આ રાજકીય લડાઈને વિચારધારાથી જોડી દીધી છે. તેમણે ભાર આપીને કહ્યું કે ભાજપ અને સંઘ દેશના પાયા ઉપર હુમલો કરી રહ્યા છે. તેમને રોકવા જરૂરી છે.

10 -બેઠકમાં અખિલેશ યાદવ, શરદ પવાર, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીએ પણ પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે બધા વિપક્ષી દળોની એક્તા પરત કરીને સાફ કર્યું હતું કે ભેગા કાર્યક્રમ અંતર્ગત આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ