INDIA Vs NDA : લોકસભા ચૂંટણી, કયા રાજ્યોમાં છે સીધી ટક્કર, કોણ ક્યાં મજબૂત, જાણો વિગતો

INDIA Vs NDA : આ વખતે પીએમ મોદીનો સામનો કરવા માટે મોટાભાગના રાજ્યોમાં વિપક્ષી દળો એક થયા છે. આવી સ્થિતિમાં વિપક્ષનો દાવો છે કે આ વખતે મતોનું વિભાજન ઓછું થવાનું છે અને તેનો સીધો ફાયદો તેને મળી શકે છે. પરંતુ કાગળ પરના સમીકરણ અને જમીન પરના સમીકરણ કંઈક અલગ હોય છે.

Written by Ashish Goyal
March 17, 2024 21:09 IST
INDIA Vs NDA : લોકસભા ચૂંટણી, કયા રાજ્યોમાં છે સીધી ટક્કર, કોણ ક્યાં મજબૂત, જાણો વિગતો
આ વખતે એક તરફ ભાજપ ઉભું છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન ટક્કર આપવાનું કામ કરી રહ્યું છે (તસવીર - ફાઇલ ફોટો)

INDIA Vs NDA: લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થતા જ બધા પક્ષો પોત-પોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. આ વખતે એક તરફ ભાજપ ઉભું છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન ટક્કર આપવાનું કામ કરી રહ્યું છે. આ વખતે પીએમ મોદીનો સામનો કરવા માટે મોટાભાગના રાજ્યોમાં વિપક્ષી દળો એક થયા છે. આવી સ્થિતિમાં વિપક્ષનો દાવો છે કે આ વખતે મતોનું વિભાજન ઓછું થવાનું છે અને તેનો સીધો ફાયદો તેને મળી શકે છે. પરંતુ કાગળ પરના સમીકરણ અને જમીન પરના સમીકરણ કંઈક અલગ હોય છે. આવી સ્થિતિમાં એનડીએ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનની આ રાજકીય લડાઈનું વિશ્લેષણ કરવું જોઈએ.

ઉત્તર ભારતની સ્થિતિ શું છે?

ઉત્તર ભારતમાં 2014 પછી ભાજપ માટે સ્પષ્ટ લીડ દેખાઈ રહી છે. તેમની આંધીમાં વિપક્ષ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ એવા કેટલાક રાજ્યો છે જ્યાં આ સમયે ભાજપને કોઈ ટક્કર આપતું હોય તેવું લાગતું નથી. ઇન્ડિયા ગઠબંધન અવશ્ય બન્યું છે, પરંતુ જમીન પરના સમીકરણો હજી પણ ભાજપના પક્ષમાં દેખાય છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં 80 લોકસભા સીટો છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધન ઉભું છે અને બીજી તરફ બસપા ચૂંટણીના મેદાનમાં એકલી ઉતરી રહી છે. આવી સ્થિતિમાં જાટવ અને મુસ્લિમ મતો વચ્ચે ભાગલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે ભાજપને આનો કેટલો ફાયદો મળી શકે છે, તેનો અંદાજ અત્યારે લગાવવો મુશ્કેલ છે. સમાદવાદી પાર્ટી હંમેશાની જેમ તેની પીડીએ ફોર્મ્યુલા સાથે આગળ વધી રહી છે. તેમને પછાતોના મતો જોઈએ, દલિતોએ એક સાથે આવવું જોઈએ અને તે મુસ્લિમોને તેના મુખ્ય મતદારો તરીકે ગણી રહ્યું છે. પરંતુ અહીં પછાત અને દલિતોની વોટબેંકમાં ભાજપની સીધી સેંધમારી છે. આ ઉપરાંત જયંત ચૌધરી સાથે આવવાથી ભાજપને પશ્ચિમ યુપીમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાની આશા છે.

મધ્ય પ્રદેશમાં જઈએ તો કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનો મુકાબલો છે, પરંતુ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સાથે ચાલી રહ્યું છે એટલે સંયુક્ત વિપક્ષ વિરુદ્ધ એનડીએની હરીફાઈ કહેવું વધારે યોગ્ય ગણાશે. હાલ ભાજપ અને કોંગ્રેસ બંને સામે મધ્ય પ્રદેશમાં કેટલાક પડકારો છે. એક તરફ ભાજપે શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને મોહન યાદવને સીએમ બનાવ્યા છે, તો કોંગ્રેસે પણ કમલનાથની જગ્યાએ જીતુ પટવારીને રાજ્યની કમાન સોંપી દીધી છે. આવી સ્થિતિમાં હવે બે નવા અને યુવા ચહેરાઓ મધ્ય પ્રદેશની આગામી રાજનીતિ નક્કી કરવા જઈ રહ્યા છે.

જો ઉત્તરાખંડ જઈએ તો દેવભૂમિમાં ભાજપની સ્થિતિ આ સમયે કંઈક અંશે ભારે જણાય છે. યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાદથી જ પાર્ટીને આશા છે કે અહીં મહિલાઓનો એકમોટો મત મળશે. તેની ઉપર ઓલ વેધર ચાર ધામ રોડ પણ તેની તરફેણમાં માહોલ ઊભો કરે તેવું લાગી રહ્યું છે. ભાજપ દાવો કરી રહ્યું છે કે તે લોકસભાની પાંચેય બેઠકો પર ફરી એકવાર જીત મેળવવા જઈ રહી છે. અત્યાર સુધી ઉત્તરાખંડમાં ઇન્ડિયા ગઠબંધનની કોઇ ખાસ રણનીતિ દેખાઇ રહી નથી.

આ પણ વાંચો – 40 કલાકનું ઓપરેશન અને ચાંચિયાઓનું આત્મસમર્પણ, ભારતીય નેવીની બહાદુરીને આખી દુનિયાએ નિહાળી

પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં જનતાનો માહોલ સ્પષ્ટ રીતે ભાજપની તરફેણમાં જતો હોય તેવું લાગી રહ્યું છે. આમ પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જે આંધી પર સવાર જોવા મળ્યું હતું તે જોતાં લોકસભાની ચૂંટણીમાં બહુ પડકારો નથી. કોંગ્રેસ અહીંની મુખ્ય વિપક્ષી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી હજુ પણ એકમાત્ર વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ મોટાભાગની બેઠકો પર ભાજપની સ્પષ્ટ લીડ દેખાઈ રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વોટ શેર 60 ટકાથી વધુ ગયો હતો. આ વખતે પાર્ટીનું લક્ષ્ય દરેક સીટ પર પાંચ લાખના અંતરથી જીત મેળવવાનું છે.

રાજસ્થાનની વાત કરીએ તો ત્યાંથી 25 લોકસભા સીટો છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ત્રણ સાંસદોને હારનો સામનો કરવો પડ્યો હોવાથી આ વખતે પાર્ટી માટે રસ્તો એટલો સરળ થવાનો નથી. તમામ ઓપિનિયન પોલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ત્રણથી પાંચ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લીડ મળી શકે છે. આ સિવાય ભજનલાલ સરકાર પર આરોપ લાગી રહ્યો છે કે તે કેન્દ્રમાંથી ચાલી રહી છે. આ નેરેટિવથી એક પાર થવું પણ એક મોટો પડકાર છે.

રાજધાની દિલ્હીમાં પણ કાગળ પર ઇન્ડિયા ગઠબંધન આ વખતે મોટો પડકાર રજૂ કરી શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આવવાથી મતોનું વિભાજન ઓછું થશે અને તેનું સીધું નુકસાન ભાજપને થઇ શકે છે. પરંતુ ભાજપને વિશ્વાસ છે કે પીએમ મોદીના ચહેરાની મદદથી તે આવા તમામ સમીકરણોને નિષ્ફળ કરશે. આ ઉપરાંત તેને 60 ટકાથી વધુ વોટ શેર મળવાની આશા છે. 7માંથી 6 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો બદલ્યા હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી પર અંકુશ મૂકવાની કવાયત ચાલી રહી છે.

દક્ષિણ ભારતમાં ઇન્ડિયા ગઠબંધન ઘણું આગળ

હવે ઉત્તર ભારતમાં ભાજપનો માર્ગ જેટલો સરળ દેખાઈ રહ્યો છે, તેટલો જ તેને દક્ષિણ ભારતમાં પણ વધુ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ હોય, તામિલનાડુ હોય, તેલંગાણા હોય કે પછી આંધ્રપ્રદેશ હોય, ભાજપ ક્યાંય પણ પોતાના દમ પર મજબૂત દેખાઈ રહી નથી. તેમનો પ્રયાસ આ વખતે કેરળમાં ખાતું ખોલાવવા અને તમિલનાડુની કેટલીક બેઠકો પર સારું પ્રદર્શન કરવાનો ચોક્કસ છે, પરંતુ જમીન પર વધુ સમીકરણ બદલાતા હોય તેવું લાગતું નથી. તમામ સર્વે પણ આ તરફ ઇશારો કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશમાંથી ભાજપ માટે આશાનું કિરણ નીકળી રહ્યું છે, જ્યાં તેણે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આ ઉપરાંત કર્ણાટકમાં જેડીએસ સાથે હાથ મિલાવીને તે તમામ સીટો પર મજબૂત દાવો રજૂ કરી રહી છે.

પરંતુ તામિલનાડુમાં ઇન્ડિયા તરફથી ડીએમકે, કેરળમાં પોતાના દમ પર યુડીએફ અને તેલંગાણામાં કોંગ્રેસ ખૂબ મજબૂત દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધનને અહીંથી વધુને વધુ બેઠકો મળી શકે છે.

બિહાર અને બંગાળમાં શું છે સ્થિતિ?

હવે જો આપણે બિહારમાં જોઇએ તો નીતિશ કુમારના કારણે જમીન પરની સ્થિતિ ઘણી હદ સુધી બદલાઈ ગઈ છે. અહીં પહેલા ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ નીતિશ એનડીએની સાથે આવી ગયા છે તો કુર્મી, કુશવાહા અને સૌથી પછાત વોટ એનડીએ સાથે જઈ શકે છે. બીજી તરફ મહાગઠબંધન મુસ્લિમ અને યાદવ મતો પર વધુ નિર્ભર છે. અહીં 40 બેઠકોની લડાઈ રસપ્રદ બનવાની છે, પરંતુ આંકડા દર્શાવે છે કે જ્યારે બિહારમાં બે મોટી પાર્ટીઓ એક સાથે આવે છે ત્યારે પરિણામો પણ તેમના પક્ષમાં હોય છે.

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં ઇન્ડિયા ગઠબંધનમાં ભાગલા પડ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસ પણ ટીએમસી સાથે આવશે, પરંતુ મમતાએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર મુકાબલો મુખ્યત્વે ટીએમસી વિરુદ્ધ ભાજપનો થવાનો છે. બીજી તરફ ડાબેરીઓ અને કોંગ્રેસ સાથે જશે કે તે અંગે સસ્પેન્સ છે. આવી સ્થિતિમાં મતોનું વિભાજન એક મોટું પરિબળ બની શકે છે. આની ઉપર સીએએ લાગુ થવાથી મતુઆ સમુદાય પણ ભાજપની તરફેણમાં વાતાવરણ ઉભું કરી શકે છે. આવી સ્થિતિમાં કાંટાની ટક્કર અહીં જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ