ઓબીસી અનામતના વર્ગીકરણને લઇને જે કમિટિ બનાવી હતી. તેને પોતાનો રિપોર્ટ છ વર્ષ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદીને સોંપ્યો છે. આ સમયે દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જ્યારે આગામી વર્ષે લોકસભા ચૂંટણી થશે. આ બંને ચૂંટણીઓની દ્રષ્ટીએ આ રિપોર્ટ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. બે ઓક્ટોબર 2017ના રોજ ઓબીસી આયોગની રચના કરવામાં આવી હતી. આ મામલો એટલો સંવેદનશીલ હતો કે આનો કાર્યકાળના 14 વખત વધારો પડ્યો હતો.
શું છે ઓબીસી વર્ગીકરણ?
અત્યાર સુધી રિપોર્ટને લઇને ઔપચારિક રીતે કંઈ પણ ન કહી શકાય. પરંતુ અટકળો છે કે 27 ટકા અનામત ત્રણ અથવા ચાર શ્રેણીઓમાં વહેચી શકાય છે. તર્ક આપવામાં આવી રહ્યો છે કે આવું કરવાથી જે લાભ અત્યાર સુધી ઓબીસીની ઉંચી જાતીઓને મળી રહ્યો હતો. તેનો લાભ નાની જાતીઓ સુધી પહોંચાડી શકાશે. હવે આની જરૂરત એટલા માટે પડી કારણ કે અનેક અધ્યયન કરવામાં આવ્યા છે જે જણાવે છે કે વર્ષોથી ઓબીસીના કેટલાક વર્ગ આરક્ષણથી વંચિત રહ્યા હતા.
કોને મળ્યો નથી અનામતનો લાભ
માનવમાં આવી રહ્યું છે કે ઓબીસીની એક હજાર જેટલી એવી જાતીઓ છે તે જેમને છેલ્લા ત્રણ દસકથી અનામતનો લાભ મળી રહ્યો નથી. જે 487 જાતીઓ બચી છે તેમને જ અનામતનો 50 ટકા લાભ મળે છે. પરંતુ આટલા વર્ષો બાદ હવે આમાં ફેરફાર કરવાની વાત થઈ રહી છે. જેનું રાજકીય મહત્વ પણ મોટું છે. મોદી સરકાર માટે પણ આ અંગે કોઈપણ નિર્ણય લેવો સરળ નહીં રહે.
આ પણ વાંચોઃ- ભૂલથી સંપર્ક કાપ્યા પછી નાસા વોયેજર 2 એ પૃથ્વી પર સિગ્નલ મોકલ્યા
BJP એ કેમ ડરવું જોઇએ?
2014 બાદથી ઓબીસી વોટબેંમાં બીજેપીએ જે પ્રકારને સેંધમારી કરી છે. તેનું કારણ એ છે કે બે વર્ષમાં સત લોકસભામાં પ્રચંડ બહુ મળી રહી છે. પરંતુ હવે ઓબીસી વર્ગીકરણની વાત કરી રહી છે તેનાથી સૌથી વધારે નુકસાન ભાજપને ઉઠાવવું પડી રહ્યું છે. આખો ખેલ જાતીઓનો છે જે કોઈના કોઈ પાર્ટીના સમર્થક માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 3 ઓગસ્ટ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી
જાતીઓનો આખો ખેલ સમજો
જાતીઓનો ખેલની વાત કરીએ તો વર્તમાનમાં ઓબીસી વ્યવસ્થા અંતર્ગત યાદવ, કુર્મી, જાટ, ગુર્જર જેવી જાતીઓને અનામતનો સૌથી વધારે લાભ મળી રહ્યો છે. આ બધી જાતીઓ જે અલગ અલગ રાજ્યોમાં બીજેપી પક્ષમાં જબરદસ્ત વોટિંગ કરે છે. ઉત્તર પ્રદેશમાં પણ યાદવને છોડીને બાકીની જાતિઓ મજબૂતીથી ભાજપ સાથે ઊભી છે. હરિયાણામાં પણ ગુર્જરથી લઇને જાટે બીજેપીને બોટ આપ્યા છે. પરંતુ હવે ઓબીસી આરક્ષણ વર્ગીકરણ કરવામાં આવશે. આ જાતિઓનો ભાગ થોડો ઓછો થઈ જશે. આવી પરિસ્થિતિમાં રાજકીય નુકસાન ભાજપને ઉઠાવવું પડી શકે છે.
જાતિગત જનગણાને લઇને પણ દબાણ?
મોટી વાત એ પણ છે કે જો બીજેપી ઓબીસી વર્ગીકરણ કરવા દે છે તો તેની સ્થિતિમાં બીજા રાજ્ય જાતીગત જનગણનાને લઇને દબાણ બનાવવાનું શરુ કરી દેશે. બિહારમાં પહેલાથી જ આને લીલી ઝંડી દેખાડવામાં આવી ચૂકી છે. હવે બીજા રાજ્યમાં પણ પોતાનો અવાજ બુલંદ કરી શકે છે. ચૂંટણી મોસમમાં બીજેપી પોતાના માટે આ સ્થિતિને અનુકૂળ માનથી નથી. આ કારણે ઓબીસી વર્ગીકરણને લઇને કોઈ ઉતાવળ દેખવામાં આવી નથી. હવે છ વર્ષ બાદ રિપોર્ટ જરૂર સૌંપવામાં આવ્યો છે. પરંતુ આગળનો રસ્તો કેન્દ્ર સરકારના નિર્ણય પર નિર્ભર છે.