સીટ શેયરિંગ… મોદી વિરુદ્ધ કોણ? AAPની કોંગ્રેસ સાથે લડાઈ, INDIAની મુંબઈ બેઠકમાં ન નીકળ્યું સમાધાન તો વિપક્ષનું વધશે ટેન્શન!

INDIA, Mumbai meeting : દેશભક્તિ વાળી પિચ પર ભાજપને પડકાર ફેંકવાની તૈયારી છે. પરંતુ પડકાર ત્યારે જ જ યોગ્ય અર્થમાં આપી શકાશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પોતાને બીજા અન્ય પડકારોથી બહાર લાવી શકે.

Written by Ankit Patel
August 18, 2023 14:06 IST
સીટ શેયરિંગ… મોદી વિરુદ્ધ કોણ? AAPની કોંગ્રેસ સાથે લડાઈ, INDIAની મુંબઈ બેઠકમાં ન નીકળ્યું સમાધાન તો વિપક્ષનું વધશે ટેન્શન!
INDIA ગઠબંધન

વિપક્ષે 2024 લોકસભા ચૂંટણીને લઈને પોતાને એક કરવાનું કામ કરી લીધું છે. નામ પણ ઇન્ડિયા રાખ્યું છે. એટલે કે ગ્રાઉન્ટ લેવલે નેરેટિવ પણ કરવામાં આવી રહ્યું છે. દેશભક્તિ વાળી પિચ પર ભાજપને પડકાર ફેંકવાની તૈયારી છે. પરંતુ પડકાર ત્યારે જ જ યોગ્ય અર્થમાં આપી શકાશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પોતાને બીજા અન્ય પડકારોથી બહાર લાવી શકે. અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનની બે બેઠક થઈ ગઈ છે પરંતુ સીટ શેરયિંગ, ચહેરો અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર વધારે આગળ વધી શક્યું નથી.

અત્યારે વિપક્ષનું આ જૂથ ફરી એકવાર એકત્ર થવા જઈ રહ્યું છે. આ વખતે મુંબઈમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી અનેક મુદ્દા પર ચર્ચા કરશે. આ મુદ્દાઓ ઉપર સીટ શેયરિંગ વાળો મુદ્દો કેવો રહે છે આના પર આખો ખેલ છે. જ્યાં સુધી સીટ શેયરિંગનો ફોર્મૂલા નક્કી ન થઈ જાય ત્યાં સુધી આંતરીક ઝઘડાથી ઇન્ડિયા ગઠબંધન ગ્રસ્ત છે. આ સમયે અનેક પાર્ટીઓ તરફથી ડિમાન્ડ આવવાની શરુ થઈ ચૂકી છે. કોઈ દિલ્હીમાં બધી સીટો ઉપર ચૂંટણી લડવા માંગ છે તો કોઈને હવે મહારાષ્ટ્રમાં વિકાસ કરવા માંગે છે. આ એકજૂટ થવાના છે. પરંતુ અંગત સ્વાર્થને ત્યજવો નથી.

આ સમય વિપક્ષી એક્તા માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. આની શરુઆત રાજધાની દિલ્હીથી થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસે એલાન કર્યું કે બધી સાત સીટો ઉપરથી ચૂંટણી લડશે. આનો મતલબ આમ આદમી પાર્ટીને ઇન્ડિયાનો ભાગ બનાવવા જઈ રહ્યા છે. બીજી તરફ તેને પડકાર આપવાની વાત પણ કહી થઈ રહી છે. જાણકાર કોંગ્રેસના આ પગલાંને વિપક્ષી એક્તાને એક મોટી તીરાડ આપવાની વાત કરી રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ આમતો અનેક રાજ્યોમાં મજબૂત નથી. પરંતુ દિલ્હી અને પંજાબમાં તેણે પોતાને સાબિત કરી ચૂકી છે. પ્રચંડ બહુમતીવાળી સરકાર જઈ રહી છે. આવી સ્થિતિમાં અહીં તેની બાર્ગેનિીંગ પાવર વધારે છે. પરંતુ આ વચ્ચે કોંગ્રેસનું એ પણ કહેવું છે કે દિલ્હીમાં બધી સાત સીટો ઉપર ઉમેદવાર ઉતારશે. આમ કોંગ્રેસે આપને નારાજ કરી દીધી.

આ પ્રકારે ઉદ્ધવ ગુટની શિવસેના પણ મહારાષ્ટ્રમાં બીજી સહયોગી પાર્ટીઓ માટે વધારે સીટો છોડવા રાજી નથી. સંજય રાઉતે એ પણ કહ્યું છે કે દરેક પાર્ટીએ પોતાનો વિકાસ કરવાની જરૂર છે. હવે વિકાસ જરૂરી છે પરંતુ કઈ કિંમત પર? મોદીને હરાવવાની વાત ચાલી રહી છે પરંતુ બીજેપીને રોકવાની વાત કરી રહી છે. પરંતુ એ માટે જો સમજૂતી કરવી જરૂરી છે. એના ઉપર અત્યાર સુધી રાજી થતી નથી દેખાઈ રહી.

હવે સીટ શેયરિંગ પર ચર્ચા કરવાની છે તો આ સાથે સાથે મોદી બનામ કોણ એ પ્રશ્નનો જવાબ શોધવો જરૂરી છે. વિપક્ષ વધારે લાંબા સમય સુધી પોતાને આ પ્રશ્નથી બચાવી નહીં શકે. બીજેપીની સૌથી મોટી રણનીતિ એ છે કે મુકાબલાને કોઈપણ પ્રકારે મોદી બનામ કોણ ઉપ લવાશે. આવી સ્થિતિમાં જ્યાં સુધી વિપક્ષ તરફથી કોઈ મજબૂત ચહેરો પ્રોજેક્ટ નહીં કરે તો બીજેપીનો રસ્તો સરળ બની જશે.

અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે રાહત મળી ગઈ છે. આવામાં કોંગ્રેસ જરૂર તેમને જ આગળ કરવા માંગશે. લાલુ પ્રસાદથી લઇને બીજા અન્ય નેતાઓ તેમના સમર્થન પણ કરી શકે છે. પરંતુ કંઈ ખુલીને ન કહી શકાય. આવી સ્થિતિમાં રાહુલની દાવેદારીને લઈને અત્યારે પુષ્ટી ન કરી શકાય.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ