Lok Sabha Elections 2024 Congress Aam Aadmi Party Seat Sharing : લોકસભા ચૂંટણી 2024 વિશે રાજકીય પાર્ટી વચ્ચે અત્યારથી તોડ-જોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા દિલ્હી, ગુજરાત, ગોવા, પંજાબ અને હરિયાણામાં લોકસભા ચૂંટણી બેઠક વહેંચણીને લઇ મોટી ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કોંગ્રેસ અને આપ પાર્ટી ક્યા રાજ્યમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની જાણકારી આપી હતી.

ગુજરાતમાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ લોકસભા ચૂંટણીની બેઠકોને લઇ સીટ શેરિંગની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે, ગુજરાતમાં 26 લોકસભા બેઠ છે, જેમાં કોંગ્રેસ 24 બેઠક અને આપ પાર્ટી બે બેઠક – ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. લોકસભા ચૂંટણીને લઈને સીટ શેરિંગ મુદ્દે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક જ્યારે આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા. મુકુલ વાસનિકે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી બેઠક વહેંચણી મુદ્દે ચર્ચા ચાલી રહી હતી અને આ અંગે સર્વસંમતિ સધાઈ છે.
દિલ્હી લોકસભા ચૂંટણીની આ બેઠક પર કોંગ્રેસ – આપ ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર સીટો પર અને કોંગ્રેસ ત્રણ સીટો પર લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં ચાંદની ચોક, નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ દિલ્હી બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. તો બાકીની ચાર બેઠકો પર આપ પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
આ પણ વાંચો | આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ, ઉત્તરાખંડની જેમ યુસીસી લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું
ગુજરાતમાં કેટલી લોકસભા બેઠક પર કોંગ્રેસ – આપ ચૂંટણી લડશે
ગુજરાતની 26 લોકસભા બેઠક વિશે કોંગ્રેસ અને આપ વચ્ચે ડીલ થઇ છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે લોકસભા બેઠક આપી છે. લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે, જ્યારે બાકીની 24 લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે.





